શરીરમાં થતા અનેક પ્રકારના રોગોથી બચવા માટે રોગપ્રતિકારક શક્તિ મજબૂત હોવી ખુબ જ જરૂરી છે. રોગપ્રતિકારક શક્તિ હોવાના કારણે ઘણી બીમારીઓને માત આપવામાં મદદ કરે છે. આપણા આહારમાં પરેજી રાખવાથી આપણે સ્વસ્થ રહી શકીએ છીએ.
આપણે એવા આહાર લેવા જોઈએ જેની મદદથી શરીરમા ઇમ્યુનીટી જાળવી રહે. આ માટે આજે અમે તમને એવા કેટલાક ખોરાક વિષે જણાવીશું જેને રોજિંદા આહારમાં સમાવેશ કરવાથી શરીરમાં રોગપ્રતિકારક શક્તિને વઘારી શકાય છે.
લીલા શાકભાજી: લીલા શાકભાજી માં ઘણા પોષક તત્વોનો ખજાનો મળી આવે છે, જે દરેક અંગોને જરૂરી પોષણ પૂરું પાડે છે. આ માટે નિયમિત પણે આહારમાં લીલા પાન વાળા શાકભાજી ખાવામાં આવે તો શરીરમાં રોગપ્રતિકારક શક્તિ જળવાઈ રહે છે અને અનેક રોગો સામે લડવાની શક્તિને વઘારે છે.
લીલા શાકભાજીમાં ખુબ જ સારા પ્રમાણમાં આયર્ન પણ મળી આવે છે જે લોહીની કમી ને પુરી કરી હિમોગ્લોબિન સ્તરને જાળવી રાખે છે. આ માટે અઠવાડિયામાં ત્રણ થી ચાર દિવસ લીલા પાન વાળા શાકભાજી ખાવા જોઈએ.
ફળો ખાવા: ફળો ખાવા આરોગ્ય માટે ખુબ લાભદાયક સાબિત થાય છે. જયારે પણ આપણે કોઈ પણ બીમારી ના શિકાર થઈ જઈએ છીએ તેવા સમયે આપણે ડોક્ટર પણ ફળો ખાવાની સલાહ આપતા હોય છે. જે શરીરમાં ઓછી થયેલ રોગપ્રતિકારક શક્તિને વધારવામાં મદદ કરે છે.
ફળોમાં ઘણા બઘા પોષક તત્વો મળી આવે છે, આ માટે જો તમે હંમેશા માટે સ્વસ્થ અને હેલ્ધી રહેવા માગતા હોય તો સીઝન માં મળતા કોઈ પણ ફળ ને રોજે એક ખાવું જોઈએ. જે શરીરને નિરોગી રાખશે.
ડ્રાયફ્રૂટ્સ: ડ્રાયફ્રૂટ્સ માં કાજુ, બદામ, અંજીર, કિસમિસ વગેરે ને રોજે 7-8 કલાક પલાળીને સવારે ખાલી પેટ ખાવા જોઈએ. સવારની શરૂઆતમાં જ પલાળેલ ડ્રાયફ્રૂટ્સ ખાવાથી આખા દિવસ દરમિયાન શરીરમાં ભરપૂર ઉર્જા અને એનર્જી બની રહે છે. આ માટે રોજિંદા ડાયટ આહારમાં પલાળેલ ડ્રાયફ્રૂટ્સ નું સેવન કરી શકાય છે.
ડ્રાયફ્રૂટ્સ ખાવાથી લોહીનું સર્ક્યુલેશન ખુબ જ સારું થાય છે. જેથી હૃદય ને લગતી સમસ્યા કે હાઈકોલેસ્ટ્રોલની સમસ્યા થતી નથી અને શરીરમાં લોહી ગંઠાઈ જવું કે જાડું થવાની સમસ્યા હોય તો એને પણ દૂર કરવામાં મદદ કરે છે.
રોજે સવારના નાસ્તામાં ફણગાવેલ મગ ખાવા જોઈએ જેને ખાવાથી શરીરમાં ઈન્સ્ટન્ટ એનર્જી આવે છે અને શરીરમાં ભરપૂર તાકાત પણ મળી રહે છે. તેને ખાવાથી રોગપ્રતિકારક શક્તિ જળવાઈ રહે છે.