આજે અમે તમને આ આર્ટિકલમાં વાળ ખરતા રોકવા માટે કયા પોષક તત્વોને આહાર માં સમાવેશ કરવો જોઈએ તેના વિશે વધુ જણાવીશું. જો તમને પણ વાળ ખરવાની સમસ્યા હોય કે વાળ સફેદ થતા હોય તો તમારે નીચે જણાવ્યા અનુસાર પોષક તત્વોનું સેવન કરવું જોઈએ.
અત્યારે હાલમાં દરેક લોકોની સમસ્યા એક જ છે. તે સમસ્યા વાળ ખરવાની છે. અત્યારના સમયમાં આ સમસ્યા ખુબ જ વઘી ગઈ છે. વાળ ખરવાની સમસ્યા અત્યારના સમયમાં નાના મોટા દરેક વ્યક્તિને થઈ રહી છે. જેના કારણે અનેક લોકો હેરાન પરેશાન થઈ ગયા છે.
અત્યારના સમયમાં વઘી ગયેલા વઘારે પ્રદુષણ ના કારણે તેની સીઘી અસર આપણા વાળ પડી રહી છે. તમે બઘા જાણતા જ હશો કે હાલમાં નાની ઉંમરના લોકોમાં વાળ સફેદ થવા, વાળ ખરવા, વાળ તૂટી જવા જેવી સમસ્યા થવા લાગી છે.
વાળ ખરવા માટે માત્ર પ્રદુષણ જવાબદાર છે એ ના કહી શકાય પરંતુ તેની સાથે તમારી રોજિંદી જીવનશૈલી અને તમે આહાર કેવો લો તેના પર આઘારીત પણ હોઈ શકે છે. જો તમારા શરીરમાં પૂરતા પ્રમાણમાં પોષક તત્વો ના મળી રહેતા હોય તો પણ તમારા વાળ સફેદ થાય અને ખરવા લાગે છે.
જો તમે પણ તમારા વાળ ને ખરતા અને સફેદ થતા રોકવા માંગતા હોય તો તમારે પણ વાળ ની કાળજી લેવી જોઈએ અને તમારે જરૂરી પોષક તત્વોની સેવન કરવું જોઈએ. જેથી તમે પણ આ સમસ્યા થી છુટકાળો મળી શકે. તો ચાલો જાણીએ કે તમારે વાળને ખરતા રોકવા માટે કયાં પોષક તત્વોનું સેવન કરવું તેના વિશે જણાવીશું.
વાળ ને ખરતા રોકવા માટેના પોષક તત્વો : વાળ ને મજબૂત અને ખરતા રોકવા માટે વિટામિન-ડી, વિટામિન-એ, વિટામિન-બી, વિટામિન-ઈ, વિટામિન-સી, આયર્ન, ઓમેગા-3 ફેટી એસિડ જેવા પોષક તત્વો ને આહારમાં સમાવેશ કરવો જોઈએ. જો તમે પણ આ પોષક તત્વોને આહારમાં સમાવેશ કરશો તો તમારા વાળ 50-60 વર્ષ ની ઉંમરે પણ તમારા વાળ મજબૂત અને ચમકદાર રહેશે. વાળ સ્વસ્થ અને મજબૂત રાખવા માટે આ પોષક તત્વો ખુબ જ જરૂરી છે.
પ્રોટીન વાળો આહાર લેવો : પ્રોટીન વાળો આહાર ખાવાથી માત્ર સ્નાયુઓ જ મજબૂત નથી થતા પરંતુ વાળ મજબૂત કરવા માટે પણ પ્રોટીન એટલું જ જરૂરી છે. માછલી, મરઘા, ઈંડા, માસ, કઠોળ, ઓટ્સ, ચણા, દાળ વગેરે વસ્તુ પ્રોટીન થી પરપુર હોય છે. જેથી શરીરમાં પ્રોટીન ની કમી દૂર થાય છે અને તમારા વાળ પણ ખરતા અટકાવશે.
વાળ માટે જરૂરી વિટામિન-બી : વાળનો વિકાસ કરવા અને વાળને ખરતા અટકાવા માટે વિટામિન-બી નો આહાર લેવો ખુબ જ જરૂરી છે. વિટામિન-બી ત્વચા માટે અને વાળને સ્વસ્થ રાખવા માટે ખુબ જ ઉપયોગી છે. વિટામિન-બી લીલા શાકભાજી, પાલક, ઈંડા, માછલી, બદામ વગેરે માંથી મળી આવે છે. આના સેવન થી વાળની દરેક સમસ્યા દૂર કરવામાં ફાયદાકારક છે.
વાળ માટે જરૂરી વિટામિન-ડી : વિટામિન-ડી વાળને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. તે ઉપરાંત તે વાળને પણ હેલ્ધી રાખે છે અને ખરતા રોકે છે. વિટામિન-ડી સૂર્યપ્રકાશ માંથી પણ મળી રહે છે. આ સિવાય મશરૂમ, ઈંડા, સૅલ્મોન, મગફળી વગેરે માંથી આસાનીથી મળી રહે છે. વિટામિન-ડી હાડકાને પણ ઘોડા જેવા મજબૂત બનાવે છે. માટે વિટામિન-ડી વાળો આહાર લેવો યોગ્ય છે.
જો તમારા પણ વાળ સફેદ થતા હોય, વાળ ખરતા હોય તો તમે પણ ઉપર જણાવ્યા પ્રમાણે પોષક તત્વો ને તમારા આહાર માં સમાવેશ કરશો તો તમારા વાળ હેલ્ધી અને મજબૂત થશે. તમારા વાળ ખરવાની સમસ્યા કાયમ માટે દૂર થઈ જશે.