આપણું શરીર જુદા જુદા અંગોનું બનેલું છે. આપણા શરીરમાં રહેલા બધા અંગો શરીરમાં જુદી જુદી રીતે કામ કરે છે અને આ અંગો ને કામ કરવા માટે લોહીની જરૂર પડે છે એટલા માટે આપણા શરીરમાં લોહીનું પરિભ્રમણ યોગ્ય રીતે થાય તેટલું જ જરૂરી છે. શરીરમાં લોહીનું પરિભ્રમણ યોગ્ય થાય તે માટે આપણા શરીરમાં પૂરતું લોહી હોવું ખુબજ જરૂરી છે.
તમે જોતા હશો કે ઘણા લોકોના શરીરમાં લોહીની ઉણપ હોય છે. શરીરમાં લોહીની ઉણપ થવાથી શરીરમાં ઘણી બધી નાની મોટી સમસ્યાઓ થવા લાગે છે. પરંતુ જો શરીરમાં કોઈપણ સમસ્યા ન થવા દેવી હોય અને શરીરને લોહીથી ભરપૂર રાખવું હોય તો કેટલીક વસ્તુઓનું સેવન કરવું ખુબજ જોઈએ.
શરીરમાં લોહીની ઉણપ થવાથી શરીરમાં ઘણા લક્ષણો જોવા મળે છે જેવા કે વધુ પડતો થાક લાગવો, શરીરમાં ઓછી ઉર્જા રહેવી, શ્વાસ લેવામાં તકલીફ, માથાનો દુખાવો, ચક્કર આવવા, ત્વચા પીળી થવી અને પગમાં દુખાવો થવો વગેરે જેવા લક્ષણો જોવા મળે છે. જો તમારા શરીરમાં પણ લોહીની છે તો તમારે લોહીની ઉપન દૂર કરવા શું કરવું જોઈએ તે વિષે જાણી લો.
દ્રાક્ષ લોહી વધારે : ઉનાળાની સીઝન શરુ થતા જ બજારમાં દ્રાક્ષ જોવા મળે છે. આ દ્રાક્ષમાં ભરપૂર પ્રમાણમાં વિટામીન, પોટેશિયમ, કેલ્શિયમ અને આયરન હોય છે. દ્રાક્ષ માં આયરન નું પ્રમાણ ભરપૂર હોવાથી શરીરમાં હિમોગ્લોબીન વધે છે. આ સાથે દ્રાક્ષ નું સેવન આપણી ત્વચા માટે પણ ખુબ જ ફાયદાકારક સાબિત થાય છે.
ટામેટા: પાક્કા ટામેટા દેખાવમાં લાલ લોહી જેવા હોય છે જે શરીરમાં લોહી વધારવાનું કામ કરે છે. ટામેટાનું સેવન તમે ઘણી બધી રીતે કરી શકો છો જેમ કે ટામેટાને કાચા ખાઈ શકો છો અથવા તો તેના ટુકડા કરીને સલાડના રૂપમાં પણ ખાઈ શકો છો.
ટામેટા પાચન શક્તિ મજબૂત બનાવે છે અને જો પાકા ટમેટા નો રસ બનાવી અને દરરોજ પીવામાં આવે તો આતરડામાં જામેલો સુકો મડ છૂટો પડે છે અને જૂનામાં જૂની કબજીયાતથી પણ રાહત થાય છે.
બીટ: બીટનો ઉપયોગ શરીમાં લોહીની ઉણપ દૂર કરી લોહી વધારવા માટે કરી શકો છો. બીટને શરીરમાં લોહી વધારવા માટે એક રામબાણ ઈલાજ માનવામાં આવે છે. બીટનું જ્યુસ થોડા દિવસ પીવામાં આવે તો શરીરમાં લોહી શુદ્ધ થાય છે, લોહી નવું બનવા લાગે છે અને શરીરમાં લોહીની ઉણપ પણ સર્જાતી નથી.
કેળા: કેળા ને પોટેશિયમનો ભંડાર કહેવામાં આવે છે આ સાથે તેમાં પ્રોટીન અને આયરન પણ ભરપૂર હોય છે જે શરીરમાં લોહી વધારવામાં મદદ કરે છે.
કેળાનું સેવન શરીરમાં નબળા પડેલા હાડકાને ઠીક કરવા સાથે તે ત્વચામાં પણ નિખાર લાગે છે.
પાલક: પાલકનો ઉપયોગ કરીને શરીરમાં લોહીની ઉણપ કરી શરીરમાં લોહી વધારી શકાય છે. પાલક લોહી વધારવા માટે ફાયદાકારક માનવામાં આવે છે કારણકે તેમાં ભરપૂર પ્રમાણમાં આયર્ન મળી રહે છે જે શરીરમાં લોહીની ઉણપને દૂર કરી અને લોહીની માત્રામાં વધારો કરે છે. આ સાથે પાલકનું સેવન યાદશક્તિ મજબૂત બનાવવાનું કામ કરે છે.
આ સાથે તમે લોહી બનાવવા માટે બીજા પણ ઘણા બધા ઉપાયો કરી શકો છો. ગોળ સાથે મગફળી ખાવાથી પણ શરીરમાં આયરન વધે છે. દૂધ અને ખજુર નું સેવન પણ શરીરમાં લોહીની ઉપણ દૂર કરવા માટે ઉત્તમ ઉપાય છે. આ ઉપાય કરવા માટે દરરોજ સુતા પહેલા દુધમાં ખજુર નાખી તે દૂધ પીવો. દૂધ પીધા પછી તમે ખજુર ખાઈ લો.
1 ગ્લાસ સફરજનનું જ્યુસ બનાવી તેમાં 1 ગ્લાસ બીટ નો રસ અને સ્વાદ મુજબ મધ ભેળવી તેને રોજ પીવો. આ જ્યુસમાં લોહ તત્વ વધુ પ્રમાણમાં હોય છે જે લોહી વધારવા માટે ફાયદાકારક સાબિત થાય છે.