આ લેખ તમારા 1 મિત્ર સાથે શેર કરો

આ આર્ટિકલમાં તમને એક એવી વસ્તુ વિષે જણાવીશું જે વસ્તુનો ઉપયોગ તમે દરરોજ કરતા હશો, પરંતુ તમે તેના ફાયદા વિષે અજાણ હશો. જી હા, આ વસ્તુ એટલે કે ગોળ. ગોળ ખાવાથી ઘણા બધા ફાયદા થાય છે પરંતુ અહીંયા તમને, શક્તિથી ભરપૂર એવા ગોળ ખાવાના વિશેષ  ફાયદા વિષે જણાવીશું.

જો તમે સતત એક અઠવાડિયું ગોળ છો તો તમને ઘણા બધા ફાયદા થશે. આપણા આયુર્વેદમાં જણાવ્યું છે કે વ્યક્તિએ હમેશા તંદુરસ્ત રહેવા માટે રોજ લગભગ 20 ગ્રામ ગોળ ખાવો જોઈએ.

આયુર્વેદ નિષ્ણાંત અનુસાર ગોળમાં રહેલ તત્વ શરીરના એસીડને દુર કરી દે છે. જયારે ખાંડના સેવનથી શરીરમાં એસિડનું પ્રમાણ વધી જાય છે. જે ઘણી બીમારીઓનું કારણ બને છે. ખાંડ વધુ ખાવાથી થતા નુકશાન વિષે તો બધા જાણતા જ હશે. જાણીએ છીએ કે આજકાલ આપણું હાલનું ખાવા પીવાનું યોગ્ય ન હોવાને કારણે માણસ વહેલા થાકી જાય છે.

આજના સમયમાં ઘરડાની સાથે સાથે યુવાઓ પણ તેમની ગણતરીમાં આવી ગયા છે. એટલે કે આજના યુવાનો જલ્દી થાકી જાય છે, થોડું કામ કરવાથી થાકનો અનુભવ કરવા લાગે છે. પરંતુ અહીંયા અમે તમને એક એવો નુસખા વિષે જણાવીશું , જેવું સેવન કરવાથી તમારો થાક નિયમિત રીતે દુર થઇ શકે છે.

જો તમે અહીંયા જણાવ્યા મુજબ આ વિધિને કામમાં લો છો તો તમને ઘણા ફાયદાઓ થઇ શકે છે. તો ચાલો જાણીએ આ નુસખા વિષે. તમે જોયું હશે કે હમેશા મજુર જે તમારી આજુબાજુ કામ કરતા હોય જે દરરોજ ગોળનું સેવન કરે છે, પણ તમે ક્યારેય એ વિચાર્યું છે કે તે ગોળનું સેવન કેમ કરે છે.

મજુર તમારાથી વધુ મહેનત કરે છે તેમ છતાં પણ તે થાકતા નથી તેનું મૂળ કારણ છે તે નિયમિત રીતે ગોળનું સેવન કરે છે. આપણા દેશમાં હમેશા લોકો ખાધા પછી ગળ્યું ખાવાનો શોખ ધરાવે છે જેમાં તેઓ જુદી જુદી વસ્તુઓ જેવી કે સ્વીટ, મુખવાસ વગેરે. પરંતુ જો તમારે આરોગ્ય જાળવી રાખવું છે અને ગળ્યું પણ ખાવું છે તો તમારા માટે ગોળ એક હેલ્દી ઓપ્શન હોઈ શકે છે.

ગોળ અને ખાંડ બન્ને શેરડીના રસમાંથી બને છે. પણ ખાંડ બનાવતી વખતે તેમાં રહેલ આયર્ન તત્વ, પોટેશિયમ ગંધક, ફોસ્ફરસ અને કેલ્શિયમ વગેરે તત્વ નાશ થઇ જાય છે.

પણ ગોળ સાથે આવું થતું નથી. ગોળમાં વિટામીન B પુષ્કળ પ્રમાણમાં મળી આવે છે. એક શોધનું માનીએ તો ગોળનું નિયમિત રીતે સેવન તમને અનેક પ્રકારની આરોગ્ય સબંધિત તકલીફોથી છુટકારો અપાવી શકે છે. તો ચાલો જાણીએ ગોળ ખાવાના કેટલાક મહત્વના ફાયદાઓ વિષે.

હાડકા મજબુત થાય : ગોળ માં કેલ્શિયમ અને ફોસ્ફરસ હોય છે જેથી ગોળ ખાવાથી તમારા હાડકા મજબુત થઇ જાય છે. દરરોજ ગોળ ખાવાથી તમને લાંબા સમયે પણ હાડકાની સમસ્યા થતી નથી.

નબળાઈ દુર કરે: જો તમે વારંવાર થોડું કામ કરતા થાકી જાઓ છો અથવા વધુ ચાલવાથી કે કામ કરવાથી થાકી ગયા છો અને નબળાઈનો અનુભવ થાય છે તો દૂધ સાથે ગોળ ખાવાથી આ તકલીફ દુર થઇ જશે. ગોળ શરીરમાં એનર્જીનું લેવલ વધારી દે છે.

ગેસ અને એસીડીટી દુર થાય : જો તમે રાત્રે ખાધા પછી અને સુવાના અડધો કલાક પહેલા થોડો ગોળ ખાઈ લો છો તો ગેસ અને એસીડીટીની તકલીફ દુર થઇ જશે.

સ્કીન ચમકદાર થઇ જાય : એક અઠવાડિયું રોજ ગોળ ખાવાથી તમારી સ્કીન એકદમ ક્લીયર અને હેલ્દી થઇ જશે કારણકે ગોળ શરીર માંથી ટોક્સીનને બહાર કાઢી નાખે છે. જેથી સ્કીન ચમકદાર બને છે. સ્કીન સબંધિત તકલીફ પણ દુર થઇ જાય છે.

માઈગ્રેન અને સામાન્ય માથાનો દુ:ખાવો દૂર થઇ જાય : ગાયના ઘી સાથે ગોળ ખાવાથી માઈગ્રેન અને સામાન્ય માથાનો દુ:ખાવો દુર થઇ જાય છે. સુતા પહેલા અને સવારે ખાલી પેટ 5 મી.લિ. ગાયના ઘી સાથે 10 ગ્રામ ગોળ એક દિવસમાં બે વખત ખાવ. માઈગ્રેન અને માથાનો દુ:ખાવામાં રાહત મળશે.

લોહી, પાચન ક્રિયા, ગેસની તકલીફ, પેટને ઠંડક: તમને જણાવીએ કે ગોળ પાચન ક્રિયાને યોગ્ય રાખે છે આ સાથે સાથે ગોળ શરીરનું લોહી ચોખ્ખું કરે છે અને મોટાબોલીઝમ સારું કરે છે. રોજ એક ગ્લાસ પાણી કે દૂધ સાથે ગોળનું સેવન કરવાથી પેટને ઠંડક મળે છે. તેનાથી ગેસની તકલીફ થતી નથી. જે લોકોને ગેસની તકલીફ છે તે રોજ લંચ કે ડીનર પછી થોડો ગોળ જરૂર ખાવો જોઈએ.

સાંધાના દુ:ખાવા : આજના સમયની સૌથી મોટી સમસ્યા છે સાંધાના દુખાવા પરંતુ ગોળ સાંધાના દુ:ખાવાથી આરામ અપાવે છે જે ઘણા ઓછા લોકો જાણે છે. રોજ ગોળનો એક ટુકડા સાથે આદુનું સેવન કરવાથી સાંધાના દુ:ખાવાથી છુટકારો મળી શકે છે.

બ્લડ પ્રેશર : ગોળમાં વધુ પ્રમાણમાં પોટેશિયમ મળી આવે છે જે બ્લડ પ્રેશરને કન્ટ્રોલમાં રાખવામાં મદદ કરે છે. હવે તમને જણાવીએ ગોળનું સેવન કેવી રીતે કરવું:

1) દેશી ઘી સાથે : જો તમને સામાન્ય રીતે જ ગોળ ખાવાની ઈચ્છા નથી થતી અથવા તો તમને વધુ ગળ્યું લાગે છે, તો તમે ગોળને ઝીણો કતરી લો અને તેને દેશી ઘી માં ભેળવી દો, પછી તેને રોટલી ઉપર મુકીને ખાશો તો તમને ખુબ એનર્જી મળશે.

2) દૂધ સાથે : સાંજે ખાતી વખતે તમારે ગોળનું સેવન કરવું જોઈએ. તેને તમે જયારે દૂધ પીવો છો તેની સાથે સાથે ખાઈ શકો છો. તેનાથી તમારું હિમોગ્લોબીનનું સ્તર ઝડપથી વધશે અને તમને તરત જ એનર્જી મળશે.

3) છાશની સાથે : જો તમે શિયાળામાં સવારે છાશ સાથે ગોળનું સેવન કરો છો તો તમને તેનાથી ખુબ જ વધુ એનર્જી મળશે અને થાક લાગશે નહીં.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *