આ માહિતિમાં તમને એવા બે પ્રયોગ વિષે જણાવીશું જેમાં એક પ્રયોગ તમારે સવારે અને બીજો પ્રયોગ તમારે બપોરે કે સાંજે જમ્યા પછી કરવાનો છે. આ પ્રયોગ શરીરમાં નવી ઊર્જા લાવવા માટે, હાથ પગમાં કમજોરી આવી ગઈ હોય, ખાલી ચડી જવી, માથાનો દુખાવો, પેટના રોગ, પાચનશક્તિ નબળી પડી ગઈ હોય.
શરીરમાં લોહીની, વિટામિન અને પોષક તત્વોની ઉણપ આવી ગઈ હોય તો અહીંયા તમને સૌથી પહેલો ઉપાય જણાવીશું. આ ઉપાયમાં રોજ રાત્રે તમારે એક કોઈ પણ એક તાંબાનું વાસણ લેવાનું છે. તેમાં તમારે અડધો લીટર પાણી નાખવાનું છે.
આખી રાત તે પાણીને રહેવા દેવાનું છે. હવે સવારે તમારે આ પાણીમાં બે થી ચાર ગ્રામ ગોળ નાખીને મિક્સ કરવાનું છે. સવારે બ્રશ કર્યા પહેલા તમારે આ પાણીને પી જવાનું છે.
આ પાણી પીવાથી શું ફાયદો થાય છે તે વિષે તમને જણાવીએ તો જો તમારા પેટમાં મળ છૂટો નથી પડતો એટલે કે તમને કબજિયાતની તકલીફ છે, સંડાસ માં તમારે વધારે સમય બેસવું પડે છે, તેમ છતાં મળ વ્યવસ્થિત છૂટો નથી પડતો તેવા લોકો માટે આ વસ્તુ ખુબજ ફાયદાકારક સાબિત થાય છે.
કારણકે આપણે જે ગોળનો ઉપયોગ કર્યો તેની અંદર ભરપૂર માત્રામાં ફાઇબર છે. ફાઇબરને કારણે પાચન શકતિ એકદમ ઠીક થાય છે અને ખાસ કરીને પેટમાં આંતરડા માં જે પણ મળ જમા થયો હોય, ચોટેલો હોય તે કચરો નીચે તરફ ગતિ કરી ને નીકળી જાય છે.
બીજો ફાયદો એ છે કે તાંબા ના વાસણ ની અંદર પાણી પીવાથી આપણું શરીર શક્તિશાળી બને છે, કારણ કે તાંબાના વાસણમાં જે પાણી આખી રાત રહેવા દઈએ છીએ તેમાંથી અઢળક પોષકતત્વો મળી આવે છે, આ પોષકતત્વો આપણને માટીના વાસણમાંથી મળે છે તેના 60 થી 75 ટકા પોષકતત્વો આમાંથી મળે છે.
આ પોષક તત્વો શરીરમાં જવાથી શરીરની અશક્તિ, કમજોરી દૂર થઈ જાય છે, હાથ પગ ના દુખાવા દૂર થાય છે, શરદી અને ઉધરસની તકલીફમાંથી છુટકાળો મળી જાય છે પણ જે લોકોને કફનો પ્રકોપ વધારે હોય તેમણે આ પ્રયોગ નથી કરવાનો.
હવે બીજી વસ્તુ જે, તમારે બપોરે કે સાંજે જમ્યા પછી એક નાનો ટુકડો ખાવાની છે જે વસ્તુ છે ગોળ. ગોળનો એક ટુકડો તમારે રાત્રે કે બપોરે જમ્યા પછી ખાવાનો છે. આમાંથી તમારા સાંધાના દુખાવા મટે, માથાનો દુખાવો દૂર થાય, પાચનશક્તિ ખૂબ સારી થાય અને આપણું શરીર પણ એકદમ બળવાન અને અને અંદરથી શક્તિશાળી બને છે.
દરરોજ આ બે પ્રયોગ કરવાથી આપણા શરીરમાં જો અશક્તિ અને નબળાઈ હશે, હાથ પગમાં ખાલી ચડી જવાની સમસ્યા હશે, આંખે અંધારા આવતા હશે કે કોઈ વાળને લગતી કોઈ તકલીફ હશે તો પણ આ પ્રયોગથી દૂર થઇ જશે.