ઉનાળાની શરૂઆત થઇ ગઈ છે અને હવેથી ગરમીનો અહેસાસ થવા લાગ્યો છે. ભારતમાં ઉનાળામાં ખુબજ ગરમી પડે છે. ઉનાળાની ઋતુ પેટ માટે સૌથી ખરાબ માનવામાં આવે છે, કારણ કે ઉનાળામાં પેટમાં દુખાવો, પેટનું ફૂલવું , અપચો, ડિહાઇડ્રેશન જેવી સમસ્યાઓ સૌથી વધુ જોવા મળે છે.
આયુર્વેદિક નિષ્ણાત અનુસાર, જો તમે એવા લોકોમાંથી એક છો કે જેમને જમ્યા પછીપેટ ભારે લાગે છે અથવા પેટનું ફૂલવું અને એસિડિટીથી પરેશાન છો, તો અહીં તમને એવા એક આયુર્વેદિક ડ્રિન્ક વિશે જણાવીશું જે ડ્રિન્ક તમને આ બધી સમસ્યાઓથી છુટકારો અપાવશે. તો ચાલો જાણીએ આ ડ્રિન્ક વિષે.
ઉનાળા માટે આયુર્વેદિક ડ્રિન્ક કેવી રીતે બનાવવું: સૌ પ્રથમ ગ્લાસ પાણી લો. તેમાં 5 થી 7 ફુદીનાના પાન ઉમેરો. ત્યારબાદ તેમાં એક ચમચી જીરું અને અડધી ચમચી અજમો ઉમેરો. ત્યારબાદ તેને મધ્યમ આંચ પર 3 રહી 4 મિનિટ સુધી ઉકાળો, જ્યારે ગરમ થાય, ત્યારે તેને ગાળી લો અને તેને પી લો.
આ ડ્રિન્ક નો ઉપયોગ કેવી રીતે કરી શકો છો: આ ડ્રિન્ક તમે જમ્યાના અડધા કલાક પહેલા અથવા અડધા કલાક પછી પી શકો છો. આ સાથે તમે આ ડ્રિન્ક પેટનું ફૂલવું કે પેટ ભારે લાગે ત્યારે લઇ શકો છો.
હવે જાણીએ ઉનાળામાં જીરું, ફુદીનો અને અજમામાંથી બનાવેલા આ આયુર્વેદિક ડ્રિન્ક પીવાના ફાયદા વિષે: આ ડ્રિન્ક પરિવારના તમામ સભ્યો તેને દરેક ઋતુમાં પી શકે છે. હાઈ કોલેસ્ટ્રોલ, ડાયાબિટીસ , થાઈરોઈડ, એસિડિટી, ગેસ્ટ્રિક સમસ્યાઓ, હોર્મોન અસંતુલન, કબજિયાત વગેરેથી પીડાતા લોકો માટે તે ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે.
તમને જણાવીએ કે આ ડ્રિન્ક માં રહેલા ફુદીનામાં ખુબજ સારી સુગંધ હોય છે આ સાથે તે સ્વાદિષ્ટ પણ હોય છે. ફુદીનો શરદી, ખાંસી, એસિડિટી, ગેસ, પેટનું ફૂલવું, અપચો, ડિટોક્સ, ખીલ, સાઇનુસાઇટિસ, કબજિયાત અને વધુ માં ફાયદાકારક છે.
આ ડ્રિન્કમાં હાજર જીરું પણ એક સારો મસાલો છે જે દરેકને ખૂબ જ પસંદ આવે છે. જીરાની ગંધ, સ્વાદથી લઈને તેના ફાયદા સુધી બધું જ અદ્ભુત છે. તમને જણાવીએ કે જીરાની ગરમ શક્તિ સ્વાદ સુધારે છે, પાચન અગ્નિને ઉત્તેજિત કરે છે અને પાચનને પ્રોત્સાહન આપે છે. તે કફ અને વાતને ઘટાડે છે.
અજમો બળતરા માટે શ્રેષ્ઠ મસાલો છે. અજમો પચવામાં ખૂબ જ સરળ છે. તે કફ અને વાત ઘટાડે છે. તમે અજમાને તમારા ભોજનમાં ઉમેરી ઘણી નાની મોટી સમસ્યાઓથી દૂર રહી શકો છો.