આ લેખ તમારા 1 મિત્ર સાથે શેર કરો

જામફળ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. જામફળ સ્વાસ્થ્યનો ખજાનો છે. તેમાં ઘણા બધા પોષક તત્વો હોય છે, જે તમને ઘણી નાની મોટી બીમારીઓથી બચાવે છે. જામફળ વિટામિન-સી, કાર્બોહાઇડ્રેટ, ડાયેટરી ફાઇબર, કોપર, ઝિંક, પોટેશિયમ, કેલ્શિયમ વગેરે જેવા પોષક તત્વોથી ભરપૂર છે.

જામફળને કબજિયાત અને ડાયાબિટીસની સમસ્યા માટે રામબાણ માનવામાં આવે છે. એટલું જ નહીં, તે કોલેસ્ટ્રોલ, મગજ, ત્વચા અને વાળ માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. આવો જાણીએ જામફળ ખાવાના ફાયદા.

1. કબજિયાતમાં રાહત : જામફળમાં ફાઈબર ભરપૂર માત્રામાં જોવા મળે છે, જે આંતરડાની એટલે કે મળત્યાગની ગતિમાં મદદ કરે છે. જો તમે કબજિયાતથી પરેશાન છો, તો તમે જામફળનું નિયમિત સેવન કરી શકો છો, તે પાચન સંબંધી સમસ્યાઓને દૂર કરવામાં અસરકારક માનવામાં આવે છે. જો કે, તેનું સેવન કરતા પહેલા ડૉક્ટરની સલાહ લેવી જરૂરી છે.

2. કોલેસ્ટ્રોલ ઘટાડવા: શરીરની નસોમાં જમા થતા ખરાબ કોલેસ્ટ્રોલને ઘટાડવા માટે તંદુરસ્ત આહાર, યોગા અને કસરત એ શ્રેષ્ઠ માર્ગ છે. કોલેસ્ટ્રોલ ઓછું કરવા માટે બજારમાં ઘણી દવાઓ મળી રહે છે. પરંતુ જામફળ ઘરગથ્થુ ઉપચાર તરીકે ફાયદાકારક સાબિત થઈ શકે છે. તો ચાલો જાણીએ કેવી રીતે.

જામફળ કોલેસ્ટ્રોલને ઘટાડશે: NCBIના એક રિસર્ચ મુજબ શિયાળાની ઋતુમાં જામફળ પુષ્કળ પ્રમાણમાં વેચાય છે. આવી સ્થિતિમાં કોલેસ્ટ્રોલનું સ્તર ઘટાડવા માટે જામફળનું સેવન કરવું ફાયદાકારક સાબિત થાય છે. જામફળ સરળતાથી કોલેસ્ટ્રોલ ઘટાડી શકે છે અને સૌથી સારી વાત એ છે કે તે શરીરમાં સારા કોલેસ્ટ્રોલના વિકાસને પ્રોત્સાહન આપે છે.

જામફળ કેવી રીતે કોલેસ્ટ્રોલ ઘટાડે છે: રિસર્ચ મુજબ ઓટ્સ, ફળો અને શાકભાજી જેવા ફાઇબરયુક્ત ખોરાક ખાવાથી શરીરની ચરબી ઘટાડવામાં મદદ મળી શકે છે. એટલું જ નહીં, ફાઈબર લોહીના લિપિડને નિયંત્રિત કરવામાં પણ મદદ કરી શકે છે.

3. હાઈ બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં મદદરૂપ : જામફળમાં પોટેશિયમ પૂરતી માત્રામાં જોવા મળે છે. આ સાથે જ તેમાં ફાઈબર પણ ભરપૂર માત્રામાં હોય છે. જે હાઈ બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં મદદરૂપ છે. જે લોકોને બ્લડ પ્રેશરની સમસ્યા હોય તેઓ જામફળનું સેવન કરી શકે છે.

4. થાઈરોઈડમાં ફાયદાકારક : જામફળમાં કોપર વધુ માત્રામાં જોવા મળે છે, જે થાઈરોઈડને નિયંત્રિત કરવામાં મદદરૂપ છે. તેમાં રહેલા પોષક તત્વો થાઈરોઈડના દર્દીઓ માટે ફાયદાકારક છે. ડોક્ટરો થાઈરોઈડના દર્દીઓને જામફળ ખાવાની સલાહ આપે છે.

5. મગજ માટે ફાયદાકારક : જામફળમાં વિટામિન-B3, વિટામિન-B6 પૂરતી માત્રામાં જોવા મળે છે. જે મગજના વિકાસમાં મદદરૂપ થાય છે. જો તમે જામફળનું નિયમિત સેવન કરો છો તો તે મગજને સ્વસ્થ બનાવે છે.

6. એસિડિટી માં જામફળ: જામફળ ખાવાથી પેટની સમસ્યાઓ જેવી કે ગેસ અને એસિડિટી દૂર થાય છે. કારણ કે જામફળ પોતે પણ એસિડિક પ્રકૃતિનું ફળ છે. તેથી, જામફળ ખાવાથી સરળતાથી ગેસ છોડવામાં સરળતા રહે છે અને વાટ સંતુલિત રહે છે.

7. વજન ઘટાડવામાં મદદરૂપ : જામફળમાં ભરપૂર માત્રામાં ફાઈબર અને પ્રોટીન હોય છે. જો તમે વજન ઓછું કરવા ઈચ્છો છો, તો તમે રોજિંદા આહારમાં જામફળનો સમાવેશ કરી શકો છો. આ ખાવાથી તમને પેટ ભરેલું લાગે છે અને તમે વધુ પડતું ખાવાનું ટાળો છો.

જામફળ ક્યારે ખાવું વધુ ફાયદાકારક છે? : સાંજે કે રાત્રે જામફળનું સેવન કરવાનું ટાળો. રાત્રે જામફળ ખાવાથી તેનું પાચન પણ યોગ્ય રીતે થતું નથી. જામફળનું સેવન દિવસ અને બપોરના સમયે જ કરવું જોઈએ. જમ્યાના એક કે અડધા કલાક પછી જામફળનું સેવન કરવાથી પેટની તમામ સમસ્યાઓમાં રાહત મળે છે. આ સાથે, આપણે તેનું વધુ પડતું સેવન કરવાનું પણ ટાળવું જોઈએ.

નોંધ: કોઈ પણ વસ્તુનું વધુ સેવન નુકશાનકારક સાબિત થાય છે તેથી સપ્રમાણમાં સેવન કરવું. અહીંયા આપવામાં આવેલી માહિતી સામાન્ય છે. કોઈ પણ તકલીફ હોય તો નિષ્ણાતની સલાહ જરૂરથી લો અને પછી સેવન કરો.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *