મિત્રો આજે મોટાભાગના લોકો જે શહેરમાં રહે છે તે ડાઈનીંગ ટેબલ ઉપર ખાવાનું પસંદ હોય છે, પરંતુ તમારે જમીન પર બેસીને ખાવાથી થતા ફાયદા વિશે જાણવું જોઈએ. આપણે ત્યાં જમીન પર બેસીને ભોજન કરવાની પરંપરા પ્રાચીન સમયથી ચાલી આવે છે અને હજી ગામડામાં ચાલી રહી છે.
જમીન પર બેસીને જમવાથી આપણા સ્વાસ્થ્ય પર ખુબજ સારી અસર કરે છે. તેનાથી આપણા શરીરનું રક્ત પરિભ્રમણ સુધરે છે અને હૃદયના સ્વાસ્થ્યને પણ ખૂબ જ ફાયદો થાય છે. તો મિત્રો આજના આ લેખમાં તમને જમીન પર બેસીને જમવાથી એટલે કે ભારતીય પદ્ધતિ પ્રમાણે જમવાના જબરદસ્ત ફાયદા વિશે જણાવીશું.
પાચન સારું થશે: મિત્રો જમીન પર બેસીને જમતી વખતે તમે જમવા માટે આપણે પ્લેટ તરફ માનીએ છીએ, આ એક કુદરતી દમ છે અને આગળ ને પાછળ બંને વળવાની પ્રક્રિયાથી તમારા પેટના સ્નાયુઓને સતત કામ કરતી રાખે છે. જેનાથી પાચનક્રિયા સુધરે છે અને તમને ખાવાનો પુરો ફાયદો મળે છે.
તણાવ દૂર થશે: મિત્રો જે રીતે આપણે જમીન પર એક પર બીજો પગ રાખીને બેસીએ છીએ તે સુખાસન અથવા પદ્માસન આસનની મુદ્રા હોય છે. આ બંને આસનો એકાગ્રતા વધારે છે અને માનસિક તનાવને દૂર કરે છે. તો મિત્રો આ રીતે ખાવાથી ભોજન નો પુરો લાભ મળશે અને પાચન પણ સારું થશે. ટેબલ અને ખુરશી પર બેસીને ખાવાથી તમને આ લાભ મળતો નથી.
શરીરની સ્થિતિ સારી રહે: મિત્રો જમીન પર બેસીને ખાવાથી શરીર મુદ્રા યોગ્ય રહે છે અને તે સ્નાયુઓને પણ મજબૂત બનાવે છે. જમીન પર નીચે બેસીને જમવાથી શરીરમાં રક્ત પરિભ્રમણ સુધરે છે જેને કારણે હૃદયની ઓછું કામ કરવું પડે છે.
રક્ત પરિભ્રમણ સારું રહે: મિત્રો જમીન પર યોગ્ય મુદ્રામાં બેસીને ખાવાથી રક્ત પરિભ્રમણ બરાબર થાય છે અને નસોની ખેંચ દૂર થાય છે. આ રીતે ખાવાથી હૃદય રોગના દર્દીઓ માટે ખૂબ જ ફાયદો થાય છે.
સાંધાના દુખાવા માટે ખૂબ જ લાભદાયક: મિત્રો જમીન પર બેસીને ખાવા માટે તમારે બંને પગના ઘૂંટણ વાળવા પડશે, તેનાથી ઘૂંટણ ની કસરત થાય છે. જમીન પર બેસવાથી સાંધાનું લુબ્રિકેશન જળવાઈ રહે છે. મિત્રો જમીન પર બેસીને ખાવાથી સાંધાના દુખાવામાં આરામ મળે છે અને જે લોકો નિયમિતપણે જમીન પર બેસીને જમે છે તેમને મોટાભાગે સાંધાની તકલીફ થતી નથી.
વજન નિયંત્રણમાં રહે: મિત્રો જમીન પર બેસીને જમતી વખતે, તમે પાચનની કુદરતી સ્થિતિમાં છો એટલે કે તમે સારામાં સારી રીતે ખોરાકને પચાવવાની સ્થિતિમાં છો. તેથી વજનને નિયંત્રિત કરવા માટે પણ આ પોઝિશન ખૂબ જ ફાયદાકારક છે.
તો મિત્રો અમે આશા રાખીએ છીએ કે આ લેખ વાંચ્યા પછી તમને નીચે બેસીને એટલે કે જમીન પર બેસીને ભારતીય પરંપરા અનુસાર ભોજન કરવાથી થતા જબરદસ્ત ફાયદા વિશે માહિતી મળી હશે.
મિત્રો તમે માત્ર ભોજન ન બદલો પરંતુ ભોજન કરવાની પદ્ધતિ બદલો છો તેનાથી પણ ઘણા બધા ફાયદા થાય છે. હાલના જમાનામાં ડાઇનિંગ ટેબલનું જમવાનો ટ્રેન્ડ ચાલે છે, પરંતુ મિત્રો ઘણા લોકો એવા પણ હોય છે જે ડાઈનીંગ ટેબલ હોવા છતાં પણ નીચે બેસીને જમવાનું વધારે પસંદ કરે છે.
કારણ કે તે લોકો આ ફાયદા વિશે માહિતગાર હોય છે. તો મિત્રો આશા રાખીએ છીએ કે તમને આ લેખ પસંદ આવ્યો હશે. જો લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો અને પરિવારજનોને જરૂરથી જણાવો જેથી તેઓ પણ આ માહિતીનો લાભ લઇ શકે.