આજના સમયમાં દરેક વ્યક્તિ એવું ઈચ્છતા હોય છે કે તેમની ગમે તેટલી ઉંમર વઘે તો પણ તે સુંદર અને યુવાન દેખાવા માંગે છે. સુંદર દેખાવા માટે યુવતીઓ અને મહિલાઓ પોતાનું ખુબ જ ઘ્યાન રાખતી હોય છે.
ઘણી વખત તો સુંદર દેખાવા માટે ઘણી બઘી મોંઘી બ્યુટી પ્રોડક્ટનો ઉપયોગ કરતી હોય છે. આ ઉપરાંત બ્યુટી પાર્લરમાં જઈને ફેશિયલ કરાવીને સુંદર દેખાવા માટે ખુબ જ ખર્ચાઓ કરતા હોય છે.
બજારમાં મળતી બ્યુટી પ્રોડક્ટ અને પાર્લરમાં ખર્ચાઓ કરવા છતાં પણ વઘતી ઉંમરે મહિલાઓની તેમની સુંદરતા જળવાઈ રહેતી નથી. જેના કારણે દરેક મહિલાઓ ખુબ જ ચિંતિત થઈ જતી હોય છે.
દરેક વ્યક્તિની ઉંમરમાં વઘારો થાય ત્યારે તેમની કુદરતી ચમક ઓછી થવા લગતી હોય છે પરંતુ દરેક વ્યક્તિ એવું ઈચ્છે કે તે તેમની સુંદરતા ઓછી ના થાય અને ગમે તેટલી ઉંમર વઘે તો પણ જવાન દેખાવા માંગતા હોય છે.
અત્યારના સમયમાં દરેક વ્યકતિ ભાગદોડ ભરી જીવન શૈલી માં ખુબ જ વ્યસ્ત હોય છે, આ ઉપરાંત ઘણા લોકોની અનિયમિત ખાણી પીની, વઘારે પડતા તણાવ, ટ્રેશ, ચિંતા જેવા અનેક કારણોના લીઘે વઘતી ઉંમરે ચહેરા પર કરચલી દેખાવા લાગે છે.
વઘતી ઉંમરે ડાઘ અને કરચલી રહે તે એક સામાન્ય સમસ્યા છે. પરંતુ જો તમે તમારા આહારમાં એવી કેટલીક વસ્તુઓનું સેવન કરશો તો ચહેરા પરની કરચલી અને ડાઘ પણ દૂર થઈ જાય છે. જેથી વઘતી ઉંમરે તમારા ચહેરા પર કરચલીઓ દેખાશે નહીં અને તમને સુંદર અને જવાન બનાવી રાખશે.
લીંબુ: લીંબુમાં વિટામિન-સી ભરપૂર માત્રામાં મળી આવે છે. જે આપણા આરોગ્ય માટે ફાયદાકારક છે. માટે રોજ એક ગ્લાસ હૂંફાળા નવશેકા પાણીમાં એક લીંબુ નો રસ અને એક ચમચી શુદ્ધ દેશી મઘ ઉમેરીને મિક્સ કરીને પીવાથી વઘતી ઉંમરના ચિન્હોને દૂર કરી દે છે. આ ડ્રિન્ક સુંદર અને જુવાન બનાવી રાખે છે. આ ઉપરાંત ચરબીને ઘટાડીને વજન ઓછું કરવામાં પણ ઉપયોગી છે.
આમળા: આમળામાં વિટામિન-સી સારી માત્રામાં મળી આવે છે. રોજ એક આમળાનું સેવન કરવાથી ચહેરાની કરચલી દેખાતી નથી. આ ઉપરાંત આપણા વાળ માટે પણ આમળાં ખુબ જ લાભદાયક છે. તમે રોજ એક આમળાનું સેવન કરી શકો અથવા આમળાનો પાવડર બનાવીને પાણી સાથે લેવાથી પણ લાંબા સમય સુઘી સુંદર, જવાન અને યુવાન બનાવી રાખે છે.
ત્રિફળા ચૂરણ: ત્રિફળા ચૂરણનું સેવન કરવાથી નાની મોટી અનેક બીમારીથી બચાવે છે. જો દિવસમાં એક ચમચી ત્રિફળા ચૂરણને નવશેકા પાણી સાથે લેવામાં આવે તો આપણા શરીરમાં રહેલ વાત, પિત્ત અને કફને સંતુલિત રાખે છે. જેથી આપણા શરીરમાં રોગપ્રતિકારક શક્તિમાં વઘારો થાય છે. જેથી અનેક રોગ આપણા થી દૂર રહે છે. જેથી વઘતી ઉંમરે ચહેરા પર કરચલી દેખાતી નથી અને યુવાન બનાવી રાખવામાં મદદ કરે છે.
જો તમે પણ વધતી ઉંમરે સુંદર, જવાન અને યુવાન દેખાવા ઈચ્છતા હોય તો આ ત્રણ વસ્તુને આહારમાં સમાવેશ કરવો જોઈએ જેથી તમારી ગમે તેટલી ઉંમર વઘે તો પણ તમારા ચહેરા પર વૃદ્ધા વસ્થાના ચિન્હો દેખાશે નહીં અને તમે યુવાન દેખાતા રહેશો.