આ માહિતીમાં તમને જેઠીમધ વિષે જણાવીશું જેમાં તમને જેઠીમધ ના આયુર્વેદિક ઉપચાર, જેઠીમધ ના ફાયદા, જેઠીમધ ચૂર્ણ ના ફાયદા, જેઠીમધ નો ઘરેલુ ઉપચાર વગેરે. ભારતમાં ઘણા એવા વૃક્ષો છે જે ઔષધીય ગુણો થી ભરેલા છે.
ભારતમાં આવા વૃક્ષોનો ઉપયોગ સ્વાસ્થ્ય માટે અને ઘરગથ્થું ઉપયોગ લાંબા સમય સુધી કરવામાં આવી રહ્યો છે. તમને જણાવીએ કે જેઠીમધ એક લાકડા જેવી દેખાતી ઔષધી છે. જેઠીમધ એક ઝાડની ડાળખી હોય છે જેને કાપીને સુકવી ને ઉપયોગમાં લેવામાં આવતી હોય છે.
આ ઔષધી માથાનો દુખાવો, વાળ ની સમસ્યાઓ, આંખ ની સમસ્યાઓ, ત્વચાના રોગ, લોહીને સાફ કરવું, આવાજ બેસી જવો, પેશાબમાં થતી બળતરા વગેરે માં ખુબજ ફાયદાકરાક છે. તો ચાલો જાણીએ જેઠીમધ વિષે માહિતી.
માથાનો દુખાવો: જેઠીમધ નો ઉપયોગ માથાનો દુખાવો ઓછો કરવા અને દુખાવામાં રાહત આપી શકે છે. આ માટે જેઠીમધ નો ભૂકો કરીને તેમાં જેઠીમધ ના ભુક્કાના ચોથા ભાગ કલીહારીનું ચૂર્ણ અને થોડુક સરસિયાનું તેલ નાખીને તેને સુંઘવાથી માથાના દુખાવા રાહત મળે છે.
વાળનો ગ્રોથ વધારવા: જેઠીમધ વાળની સમસ્યા દૂર કરવા અને વાળનો ગ્રોથ વધારવામાં ખુબ જ કામ આવે છે. શેમ્પુની જગ્યાએ જેથીમધના પાણીથી વાળ ધોવાથી વાળ લાંબા થાય છે. જો વાળ ખરવાની સમસ્યા રહેતી હોય તો જેઠીમધ અને તલનો ભુક્કો કરીને તેને ભેસના દુધમાં નાખીને વાળા માં લગાવી થોડીવાર રાખી ધોવાથી વાળ ખરતા દૂર થઇ જશે અને વાળનો ગ્રોથ વધશે.
આંખની બળતરા માં રાહત: આંખોની સમસ્યા જેવી કે આંખોમાં થતી બળતરા અને આંખોના અન્ય પ્રકારના દર્દ ઓછું કરવા માટે જેઠીમધ નું સેવન કરવું ફાયદાકરાક સાબિત થઇ શકે છે. આ માટે જેઠીમધ અને વરિયાળી નો પાવડર બનાવીને તેને દરરોજ સવાર-સાંજ ખાવાથી આંખોમાં થતી બળતરા ઓછી થઇ જાય છે.
શ્વાસ ના રોગો: જેઠીમધ શ્વાસના લગભગ બધા જ રોગોમાં ખુબ જ ફાયદો કરે છે. શ્વાસના રોગો માટે જેથી મધનો ઉકાળો બનાવીને પીવાથી ખુબ જ રાહત મળે છે. આ ઉકાળાની માત્રા 10 થી 15 મિલી જ લેવી.
હૃદય રોગો: જેઠીમધનો ઉપયોગ હૃદયરોગોમાં ખુબજ ફાયદાકરાક સાબિત થઇ શકે છે. 4 – 5 ગ્રામ જેઠીમધ અને તેના જેટલુજ કુટકી ચૂર્ણ લઈને બન્ને ને મિક્સ કરી લેવું. ત્યારબાદ સાકર વાળા પાણી સાથે તે ચૂર્ણ માંથી એક નાની ચમચી ચૂર્ણ લેવાથી હૃદય ની બીમારીમાં ખુબજ ફાયદો થાય છે.
પેટમાં થતો દુખાવો મટાડે: પેટમાં દુઃખાવો થવાના ઘણા બધા કારણો હોઈ શકે છે જેમાં ખોટું ખવાઈ જવું, વધારે ખવાઈ જવું, વધારે મસાલેદાર ભોજન જમી લેવું વગેરેનો સમાવેશ થાય છે. પેટના દુખાવાની સમસ્યામાં જેઠીમધ ના ચૂર્ણમાં મધ નાખીને દિવસમાં બે થી ત્રણ વખત ખાવાથી રાહત મળે છે. આ સાથે જો તમને આતરડા દુખાવો થતો હોય તો પણ રાહત થાય છે.
લોહીની ઉણપને દુર કરે: જેઠીમધ નો ઉપયોગ કરીને લોહીની ઉણપ દૂર કરી શકાય છે. આ માટે જેઠીમધ નો ભુક્કો 1 ચમચી લઈને તેમાં મધ નાખીને નિયમિત ચાટવાથી ફાયદો થાય છે. આ માટે જેઠીમધ નો ઉકાળો બનાવીને પીવાથી પણ ઘણો ફાયદો થાય છે. ઉકાળાની માત્ર 10 થી 15 મિલીની માત્રામાં જ લેવો.
પેશાબમાં થતી બળતરા રોકવા: જેઠીમધ નો ઉપયોગ પેશાબમાં થતી બળતરા અને પેશાબની અન્ય સમસ્યાઓમાં ખુબ જ ઉપયોગી અને અસરકારક છે. આ માટે 1 નાના ગ્લાસ દુધમાં એક ચમચી જેઠીમધનો ભુક્કો નાખીને પીવાથી પેશાબમાં થતી બળતરા માં ખુબ જ રાહત થાય છે.
મોઢાના ચાંદા/છાલા માં ફાયદાકરાક: ઘણા લોકોના શરીરમાં વધારે ગરમી હોય છે અથવા તો જેઓની તાસીર જ ગરમ હોય છે તેથી તેમને અવારનવાર મોઢામાં ચાંદા પડવાની સમસ્યા રહેતી હોય છે. જો તમને પણ મોઢામાં ચાંદા પડવાની સમસ્યા રહેતી હોય તો તમારે જેથી મધને મધમાં બોળીને ચુસ્ત રહેવાથી મોઢાના ચાંદા માં ખુબ ઝડપથી આરામ થશે.
આવાજ બેસી જવો: ગળું બેસી જવું એ સામાન્ય બાબત છે. ઘણી વાર શરદી-ઉધરસ થવાથી પણ ગળું જાય છે અને ગળામાં દુખાવો થાય છે. જયારે પણ ગળું બેસી જાય ત્યારે જેથી મધનો નાનો ટુકડો લઈને તેને ચુસ્ત રહેવાથી ગળું બેસી જવાની મટી જશે આ સાથે સાથે ગળાના અન્ય રોગો મા પણ લાભ થશે.