અત્યારની જીવન શૈલી ભફળોદ ભરી થઈ ગઈ છે. તેવામાં આજના સમયમાં મોટાભાગના લોકો આચર કુચર ખાવાની ખરાબ ટેવ હોય છે. જે આદત ઘણી વખત ઘણી બીમારીના શિકાર પણ બનાવી શકે છે. બહારની ખોરાક ખાવાથી પેટ હંમેશા હરે જ રહેતું હોય છે. જે તમે પણ જાણતા હશો.
તેમ છતાં પણ કોઈ પણ વ્યક્તિ બહારના ફાસ્ટ ફૂડ અને જંકફૂડન ખાવનું ઓછું કરતુ નથી, તમને જણાવી દુ કે બહાર ખાવાથી તે ખોરાક વઘારે ખવાઈ જાય છે જેથી પેટ ભારે લાગે છે અને ચાલવામાં પણ આળશ આવતી હોય છે. જેન કારણે ભોજન પછી પથારીમાં સુઈ જય છીએ, જેના કારણે આપણી પાચનક્રિયા ધીમી થઈ જાય છે.
પાચનક્રિયા ઘીમી થઈ જવાથી ખાધેલ ખોરાક પચતો નથી. જેથી કબજિયાત જેવી સમસ્યા થવાનું જોખમ પણ વઘી જાય છે. કબજિયાતની સમસ્યાને મૂળમાંથી દૂર કરવા માટે આહારમાં ઘ્યાન રાખવું ખુબ જ જરૂરી છે, આ માટે મેંદાવાળી વસ્તુઓ ખાવાનું બંઘ કરી દેવું જોઈએ.
મેંદાવાળી વસ્તુ ખાવાની મજા આવે છે પરંતુ તે શરીરને ખુબ જ નુકસાન પણ કરે છે. આ ઉપરાંત બહારના આહાર ખાવાનું બંધ કરી દેવું જોઈએ. કબજિયાતની સમસ્યા દૂર કરવા માટે માલને છૂટો કરવો અને પેટ સાફ રાખવું જોઈએ જેથી કબજિયાતને મૂળમાંથી દૂર કરી શકાય છે.
જેમ ને કબજિયાતની સમસ્યા હોય તે લોકો સવારે એક બે વાર મળ સાફ કરવા ટોયલેટ જાય અને મળ સાફ ના થાય તો તેના માટે આજે અમે તમને એક ઘરેલુ ઉપાય જણાવીશું જે માત્ર પાંચ મિનિટમાં જ મળને છૂટો કરી પેટને સાફ કરવામાં મદદ કરશે.
કબજિયાત દૂર કરવા માટે નો ઘરેલુ ઉપાય: સૌથી પહેલા એક ગ્લાસ પાણીને હૂંફાળું ગરમ કરી લેવું, ત્યાર પછી તે પાણીમાં એક આખા લીંબુનો રસ કાઠીને નાખો, હવે તેમાં સિંઘાલુ મીઠું એક ચપટી નાખવાનું છે અને તેમાં અડઘી ચમચી વાટેલો અજમો નાખવાનો છે. ત્યાર પછી બરાબર હલાવી લેવાનું છે.
આ પીણું તમારે સવારે ઉઠીને બનાવી લેવાનું છે અને નીચે પલોટી વાળીને બેસીને તરત જ પી જવાનું છે અને પછી જ બ્રશ કરવાનો છે. ત્યાર પછી તમારે થોડું ચાલવાનું છે જેથી તમને ખુબ જ ઝડપથી પ્રેશર આવશે. આ પીણું પીઘાના પાંચ મિનિટમાં જ તમને પ્રેશર આવશે.
આ આયુર્વેદિક પીણું પીવાથી આંતરડામાં જમા થયેલ બઘો વઘારાનો મળ છૂટો પડી જશે અને પેટ એકદમ સાફ થઈ જશે. નિયમિત પણે આ પીણું પીવાથી ઘીરે ઘીરે કબજિયાતની સમસ્યા મૂળ માંથી દૂર થઈ જશે. આ ઉપાય વર્ષો જુની કબજિયાતને પણ દૂર કરશે.
જયારે તમે આ પીણું નિયમિત પણે પીશો ત્યારે પેટ સંપૂર્ણ પણે સાફ થઈ જવાથી પેટ હલકું લાગશે જેથી શરીરમાં ભરપૂર ઉર્જા આવી ગઈ હોય તેવું લાગશે અને ફ્રેશ મહેશુસ કરશો. માટે આ પીણું કબજિયાત ઘરાવતા દર્દી માટે અમૃત સમાન પીણું સાબિત થશે.