શરીરમાં રોગો થવાનું સૌથી મૂળ કારણ કબજિયાત છે, જયારે શરીરમાં કબજિયાત થવાની શરૂઆત થાય છે ત્યારે ઘણા રોગો થવાની સંભાવના રહેતી હોય છે, કબજિયાત થવાના કારણે આંતરડામાં મળ જામી જતો હોય છે જેના કારણે તે બેક્ટેરિયા શરીરમાં ઉત્પન્ન થતા હોય છે.
જ્યાં સુધી આંતરડામાં જામી ગયેલ મળ સારી રીતે સાફ ના થાય ત્યાં સુધી પેટ પણ સાફ થતું નથી, અને આંખ દિવસ દરમિયાન શરીરમાં એનર્જી અને સ્ફૂર્તિનો અભાવ રહેતો હોય છે. જયારે કબજિયાતમાં પેટ સાફ ના થાય ત્યારે પેટમાં દુખાવો, પેટ ફૂલી જવું, અપચો, ગેસ, એસિડિટી જેવી અનેક તકલીફ થતી રહે છે.
આ માટે બધા રોગોનું મૂળ કબજિયાતને દૂર કરવાનો ખુબ જ સરળ અને અસરકારક ઉપાય જણાવીશું. આ ઉપાય કરવાથી પેટ એક સાફ થશે અને વર્ષો જૂનો આંતરડામાં ભરાઈ ગયેલ મળ પણ છૂટો થઈ બહાર નીકળી જશે. જેના કારણે પેટ અમને આંતરડા બંને કાચ જેવા ચોખ્ખા થઈ જશે.
આ ઉપાય ખુબ જ સરળ છે જે કરવાથી માત્ર કબજિયાત જ નહીં પરંતુ તેને લગતી બધી જ સમસ્યા દૂર થઈ જશે. આ ઉપાય રાતે કરવાથી સવારે પેટ એકદમ સાફ થઈ જશે. જો તમને પણ પેટ સાફ ના થતું હોય અને કબજિયાત ની સમસ્યા હોય તો આ ઉપાય કરવાનું શરુ કરી દો.
આ ઉપાય કરવાથી કબજિયાતથી કાયમી છુટકાળો મળશે અને અનેક રોગો થવાથી બચાવશે. આ ઉપાય કરો તો તેની સાથે કેટલીક વાતોનું પણ ઘ્યાન રાખવું જોઈએ. જેમકે ભોજન કર્યા પછી સૂવું ના જોઈએ પરંતુ સુવાની જગ્યાએ થોડું ચાલવું પણ જોઈએ.
જો તમે ભોજન કરીને સુઈ જાઓ છો તો કબજિયાતની તકલીફ થાય છે, તો માટે ભોજન પછી થોડા ડગલાં ચાલવાથી પાચનક્રિયામાં સુધારો થાય છે અને કબજિયાત થતી નથી. આ ઉપાય માટે એરંડિયાના તેલનો ઉપયોગ કરવાનો છે, એમાં રેચક ગુણ મળી આવે છે. જે કબજિયાતને મૂળમાંથી મટાડવામાં મદદ કરે છે.
આ તેલનો ઉપયોગ કરવતથી આંતરડામાં જામી ગયેલ વર્ષો જૂનો મળ અને કચરો બને સાફ થઈ જશે. અને કબજિયાતમાં આરામ મળશે. હવે તમને જણાવીશું કે એરંડિયાના તેલનો ઉપયોગ કઈ રીતે કરવો જોઈએ.
આ ઉપાય માટે સૌથી પહેલા એક વાટકી દૂધ ગરમ કરી ઉકાળી લો, ત્યાર પછી તે દૂધને નીચે ઉતારી થોડું ઠંડુ થવા દો અને પછી તેને ગાળી ને એક ચમચી એરંડિયાનું તેલ મિક્સ કરીને પી જવાનું છે. આ દૂધ રાતે સુવાના 30 મિનિટ પહેલા પી જવાનું છે.
આ દૂધ પીવાથી સવારે ખુબ જ સારી રીતે મળત્યાગ થશે અને પેટ સાફ થશે અને આંતરડામાં જામી ગયેલ મળ પણ છૂટો થઈ જશે, જેના કારણે આંતરડા અને પેટ પણ એકદમ સાફ થઈ જશે, થોડા દિવસ આ ઉપાય કરવાથી વર્ષો જૂની કબજિયાત ગાયબ થઈ જશે.