આધુનિક વ્યસ્ત જીવન શૈલીમાં શરીરને ઘણી બધી તકલીફનો સામનો કરવો પડતો હોય છે. વ્યસ્ત જીવનમાં ખાવા પીવાની ખોટી આદત આરોગ્ય માટે ખુબ જ નુકસાનકારક સાબિત થઈ શકે છે. ખાવાની ખરાબ ટેવ ના કારણે સૌથી વધુ લોકો કબજિયાતથી પીડાઈ રહ્યા છે.
કબજિયાત થવાના કારણે મળ ત્યાગ કરવામાં ખુબ જ મુશ્કેલી પડી હોય છે, જેના પરિણામે શરીરમાં ઘણા બધા રોગો થવાનું ધીરે ધીરે ચાલુ થઈ જાય છે. શરીરમાં થતા અનેક રોગોથી બચવા માટે કબજિયાતની બીમારીને દૂર કરવી જોઈએ.
કબજિયાતને દૂર કરવા માટે અનેક પ્રકારના દેશી ઘરેલુ ઉપાય પણ કરી શકાય છે. જે વર્ષો જૂની કબજિયાતને મૂળમાંથી દૂર કરવામાં મદદ કરે છે. આ જે અમે તમને કબજિયાતને દૂર કરવા માટેના કેટલાક આયુર્વેદીક ઘરેલુ ઉપાય જણાવીશું.
કબજિયાત થવાના કારણો: ચરબી યુક્ત ખોરાક, પાઉં વાળી વસ્તુઓ ખાવી, મેંદા વાળી વસ્તુઓ ખાવી, દૂધની બનાવતો વધુ ખાવી, એક સાથે વધુ ખોરાક ખાઈ લેવો જેવા અનેક કારણો ના લીધે કબજિયાત થતી હોય છે.
સૂકી કાળી દ્રાક્ષ કબજિયાતમાં ખુબ જ અસરકારક માનવામાં આવે છે, આ માટે એક બાઉલમાં 10-12 દાણા સૂકી કાળી દ્રાક્ષ ના નાખીને 7-8 કલાક પલાળીને રહેવા દો અને રોજે સવારે તેને ખાલી પેટ ખાઈ જવાની છે. આ રીતે કબજિયાત ધીરે ધીરે દૂર થશે.
ટામેટા પણ કબજિયાતમાં ફાયદો આપે છે. આ માટે અડધો ગ્લાસ ટામેટાનો રસ બનાવીને રોજે સવારે નિયમિત પણે પીવાથી આંતરડામાં જામી ગયેલ મળને છૂટો કરે છે અને ધીરે ધીરે વર્ષો જૂની કબજિયાતને મૂળ માંથી દૂર છુટકાળો અપાવે છે.
ત્રિફળા ચૂરણ સ્વાસ્થ્ય માટે ખુબ જ ગુણકારી માનવામાં આવે છે, એનું સેવન હૂંફાળા પાણીમાં નાખીને રાતે સુતા પહેલા પીવાથી સવારે ઉઠતાની સાથે પેટ એકદમ સાફ થઈ જાય છે અને કબજિયાત ને મટાડે છે.
દેશી ગાયનું ઘી આયુર્વેદિક ગુણોથી ભરપૂર છે, તે આરોગ્ય માટે ઘણી રીતે ફાયદાકારક છે, તેને રોજે રાતે સુવાના પહેલા દૂધમાં નાખીને પીવાથી પાચનક્રિયા સારી થાય છે અને પેટને સાફ કરે છે જેથી કબજિયાતમાં રાહત મળે છે.
લીંબુમાં ભરપૂર માત્રામાં વિટામિન-સી અને ફાયબર મળી આવે છે, જે રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે અને ખોરાકને ઝડપથી પચાવામાં મદદ કરે છે તેનું હૂંફાળા પાણી સાથે પીવામાં આવે તતો આંતરડા જામી ગયેલ જીદી મળ પણ છૂટો થાય છે જેથી કબજિયાત મટે છે.
એરંડિયાનું તેલ પણ કબજિયાતને દૂર કરે છે આ માટે એક ગ્લાસ હૂંફાળા ગરમ દૂધમાં એક ચમચી એરંડિયાનું તેલ માઇકા કરીને રાતે પીવાથી સવારે ખુબ જ સારો મળ ત્યાગ થશે અને કબજિયાતમાં રાહત મળશે.
કબજિયાતને દૂર કરવી ખુબ જ જરૂરી છે કારણકે કબજિયાત થવાના કારણે ચરબીમાં વધારો થાય છે અને વજન વધવું, ડાયાબિટીસ, બ્લડપ્રેશર જેવા રોગો થવાની સંભાવના વધી જાય છે આ માટે કબજિયાતને દૂર કરવા માટે ઉપરોક્ત જણાવેલ ઉપાય માંથી કોઈ એક ઉપાય અપનાવી શકો છો. જે કબજિયાતને મૂળમાંથી દૂર કરશે.