આજના સમયમાં એસિડિટીની જેમ કબજિયાત પણ સામાન્ય સમસ્યા બની ગઈ છે. કબજિયાત થવાના ઘણા કારણો હોઈ શકે છે. જેમ કે ખાવાનો ચોક્કસ સમય ન હોવો, વધારે પડતું સૂકું, ઠંડું, વાસી, મસાલેદાર અને તળેલું ખાવું, શરીરની જરૂરિયાત મુજબ પાણી ન પીવું, ખોરાકમાં ફાઈબરની કમી હોવી, પૂરતી ઊંઘ ન લેવી, રાત્રિભોજન ઘણું મોડું કરવું વગેરે કારણો કબજિયાતના હોઈ શકે છે.
કબજિયાતની સમસ્યા થવાથી સવારે પેટ બરાબર રીતે સાફ થતું નથી. ઘણા લોકોને મળત્યાગ માટે ખુબજ જોર કરવું પડતું હોય છે. પેટ બરાબર સાફ ન થવાથી રાખો દિવસ કઈ પણ ગમતું હોતું નથી અને બેચેનીનો અનુભવ થયા કરે છે. લાંબો સમય પેટ સાફ ન થવાથી શરીરમાં નાની મોટી સમસ્યાઓ થવાની શરુ થાય છે.
જો તમને પણ કબજિયાતની સમસ્યા થઈ રહી છે તો તેનાથી બચવા માટે તમે કેટલાક ઘરેલું ઉપાયોનો ઉપયોગ કરી શકો છો જેના માટે તમે તમારા રસોડામાં રાખવામાં આવેલી વસ્તુઓનો ઉપયોગ કરી શકો છો. તો ચાલો જાણીએ કેવી રીતે કબજિયાતથી છુટકાળો મેળવી શકીએ છીએ.
મેથીના દાણા: મેથીના દાણા તમારા પેટને લગતી ઘણી સમસ્યાઓને દૂર કરવા માટે પણ સારા સાબિત થઈ શકે છે. મેથીના દાણા ચોક્કસપણે ખૂબ જ ફાયદાકારક છે જે કબજિયાત, ત્વચા અને વાળ માટે પણ સારા સાબિત થઈ શકે છે. એક ટીસ્પૂન મેથીના દાણાને રાત્રે પલાળી રાખો અને સવારે તે પાણી પી જાઓ સાથે સાથે દાણાને ચાવીને ખાઈ જાઓ.
ગાયનું દૂધ: રાત્રે સૂતી વખતે હૂંફાળું ગાયનું દૂધ પીવું. પિત્તની સમસ્યાથી પરેશાન લોકો માટે તે ખૂબ જ સારું સાબિત થઈ શકે છે. તે ક્રોનિક ડાયેરિયાને પણ ઘટાડી શકે છે અને તમે તેને 1 ચમચી ઘી સાથે પણ લઈ શકો છો. ધ્યાન રાખો કે ભેંસનું દૂધ ન લો. એટલું જ નહીં જો તમે ફુલ ક્રીમ મિલ્ક લો છો તો તે હાનિકારક પણ સાબિત થઈ શકે છે.
કિસમિસ: કાળી કિસમિસ કબજિયાતની સમસ્યાને દૂર કરી શકે છે કારણ કે તેમાં પુષ્કળ પ્રમાણમાં ફાઈબર હોય છે. આ ઘરઘથ્થુ ઉપાય માટે તમારે 5 થી 7 દાણા કિસમિસને આખી રાત પલાળી રાખવાની છે અને અને સવારે તેને ખાલી પેટ ખાઈ લેવાની છે.
ધ્યાન રાખો કે સૂકી કિસમિસ બિલકુલ ખાવાની નથી. ડ્રાય ફૂડ વાત દોષને વધારે છે અને આવી સ્થિતિમાં ગેસની સમસ્યા ખૂબ વધી જાય છે. તે પચવામાં પણ તકલીફ આપશે.
ગાયના દૂધમાંથી ઘી : ગાયનું ઘી ચોક્કસપણે તમારા ચયાપચયને વધારવામાં ઘણી મદદ કરી શકે છે અને તે એક રીતે કુદરતી રેચક પણ છે. તેમાં વિટામિન-એ, વિટામિન-ડી, વિટામિન-ઇ અને વિટામિન-કે હાજર છે. તમે એક ગ્લાસ પાણીને હૂંફાળું ગરમ કરી અથવા એક ગ્લાસ પાણીમાં 1 ચમચી ઘી મિક્સ કરીને દરરોજ રાત્રે સૂતા પહેલા પી શકો છો.
આનાથી તમને કબજિયાતની સમસ્યાથી છુટકારો મળશે. તે પાચન તંત્રને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. તમે નિયમિત રીતે ઘીનું પાણી પી શકો છો. ગાયનું શુદ્ધ ઘી સારું છે, પરંતુ ભેંસના દૂધનું ઘી સ્થૂળતા વધારી શકે છે. તે દરેકને અનુકૂળ નથી અને આવી સ્થિતિમાં તમારે તેને ન લેવું જોઈએ. જેમને વજન વધારવું હોય તેમના માટે ભેંસના દૂધમાંથી ઘી સારું છે.
આમળાનો રસ : આમળામાં વિટામિન સી ભરપૂર માત્રામાં હોય છે અને તે ચોક્કસપણે એક ખૂબ જ સારો રેચક છે જે તમે વિવિધ સ્વાસ્થ્ય સમસ્યાઓ માટે લઈ શકો છો. આમળા તમારી કબજિયાતની સમસ્યા માટે પણ સારું છે. તમે તેને સવારે આમળાની ગોળી તરીકે લઈ શકો છો અથવા તેને ફળ અથવા પાઉડરના રૂપમાં પણ સવારે ખાલી પેટ લઈ શકો છો. તેને જરૂર કરતા વધારે ન ખાઓ.