આજના સમયમાં મોટા ભાગે લોકો અનિયમિત ખાવાની ખરાબ ટેવના કારણે પેટને લગતી અનેક પ્રકારની બીમારી થી પીડાતા હોય છે, જેમ કે આજે મોટાભાગે લોકો કબજિયાત, અપચો, ગેસ, એસિડિટી હોય છે.
આજના સમયમાં નાનાથી લઈ મોટા દરેક વ્યક્તિને ટેસ્ટી ખાવાનું વધારે પસંદ હોય છે આ માટે બહારના ફાસ્ટ ફૂડ અને જંકફૂડનું સેવન કરતા હોય છે જે વધુ ઓઈલી અને મસાલાયુક્ત તીખા હોય છે. જે ખાવાથી એસિડિટી થતી હોય છે.
બહારના ચરબી યુક્ત ખોરાક ખાવાથી આપણે તે ખોરાક પચવા ખુબ જ સમય લાગી શકે છે. જેના પરિણામે તે ખોરાક ઝડપથી પચતો નથી અને કબજિયાત થતી હોય છે, જેના કારણે આપણે મળ ત્યાગ કરવા જ્જઈએ ત્યારે ખુબ જ જોર કરવું પડતું હોય છે.
આપણે બપોરનો ખોરાક ટાઈમ વગર કે વધારે ખાઈ લઈએ તો પણ બેચેની જેવું લાગતું હોય છે જેના કારણે પેટમાં ગેસ થવાની સંભાવના વધી જાય છે. માટે આપણે ગેસ, કબજિયાત, અપચા ની સમસ્યા દૂર કરવી ખુબ જ જરૂરી છે.
આ માટે આજે અમે તમને એવી કેટલીક ટિપ્સ જણાવીશું જેની મદદથી પેટને લગતી દરેક સમસ્યા દૂર થઈ જશે. આ માટે તમારે રોજિંદ જીવનમાં આ ટિપ્સને જરૂર ફોલો કરવી જોઈએ જેથી પેટ અને આંતરડા બંને એકદમ સાફ રહેશે.
પેટ સંબંધિત બીએમરી દૂર કરવાની ટિપ્સ:
હૂંફાળું પાણી: હૂંફાળું પાણી પીવાથી આપણા સહરીરમાં રહેલ બધો જ વધારાનો કચરો દૂર થઈ જાય છે,જેથી આપણી રોગપ્રતિકારક શક્તિ મજબૂત થાય છે. પેટ અને નાતરડામાં રહેલ બધો જ કચરો દૂર કરવું માટે દરરોજ સવારે એક ગ્લાસ હૂંફાળું પાણીમાં સિંધાલુણ મીઠું મિક્સ કરીને પીવું જોઈએ જેથી પેટના રોગો દૂર રહેશે.
બહારના ખોરાક ખાવાં ટાળો: અત્યારે હાલમાં દરેક વ્યક્તિ ચીજ, પીઝા, બર્ગર જેવી વસ્તુઓ ખાવાનું સૌથી વધુ પસંદ કરે છે, જેના પરિણામે પેટ સંબધિત સમસ્યા થઈ શકે છે માટે પેટના રોગો દૂર રાખવા માટે બહાર ચરબી યુક્ત ખોરાક ખાવનું ટાળવું જોઈએ.
હળવી કસરત અને યોગા કરવા: પેટ સંબધિત અનેક બીમારી બચવા માટે રોજે સવારે શારીરિક પ્રવૃત્તિ કરવી ખુબ જ જરૂરી છે. આ માટે સવારે વોકિંગ, કસરત અને યોગા નો સમાવેશ કરવો જોઈએ. જે આપણી પાચનક્રિયાને સુઘારી પાચનતંત્રને મજબૂત બનાવશે.
મુખવાસ ખાવો: કબજિયાત હોય તો રોજે મુખવાસ માં વરિયાળી ખાવી જોઈએ જે પાચન સુઘારી પેટને સાફ કરાવામા મદદ કરશે. કાકજિયાતથી બચવા માટે રોજે આહારમાં ખાસ ઘ્યાન રાખવું જોઈએ આ ઉપરાંત ભરપેટ ક્યારે ખાવું ના જોઈએ.
દહીં ખાઓ: રોજે બપોરના આહારમાં દહીંનો સમાવેશું કરવો જોઈએ જે આપણે ખોરાક ખાઈએ તેને ખુબ ઝડપથી પચાવામાં મદદ કરશે. પેટની વધી ગયેલ ચરબીને ઓછી કરશે અને ચરબીને એકઢી થવા નહીં દે. જેથી પેટ ને લગતી કોઈ પણ સમસ્યા નહીં થાય.