આજનું જીવન પહેલા કરતા સુખ સગવડવાળું થઇ ગયું છે પરંતુ સાથે સાથે ભાગદોડ વાળું પણ થઇ ગયું છે. આવામાં બધા લોકો પાસે સમયનો અભાવ છે. એવામાં બધા લોકો ઇચ્છતા હોય છે કે પોતાનું આરોગ્ય સારું રહે પરંતુ તે પોતાના શરીર માટે પૂરતો સમય આપી શકતા નથી.

એવામાં સામાન્ય રીતે પેટનો દુખાવો, પેટ બરાબર સાફ ન થવું, સતત કબજીયાતની તકલીફ થવી વગેરે સમસ્યા ઘણા લોકોને હેરાન પરેશાન કરે છે. આ સમસ્યા નાની છે પરંતુ કેટલાક લોકોમાં અવારનવાર જોવા મળે છે. ઘણા લોકો સવારે ઉઠતાની સાથે ટોઇલેટ જાય ત્યારે પણ પેટ બરાબર સાફ થતું નથી. થોડી વાર પછી ફરી વખત હાજતે જવું પડે છે.

જયારે ઘણા લોકોને તો સતત આખો દિવસ મળત્યાગ માટે જવું પડતું હોય છે. આ સમસ્યા એવી છે જે આપણી આજુબાજુના કોઈને કોઈ લોકોને જોવા મળતી હોય છે. આ એક પ્રકારની કબજિયાતની સમસ્યા હોય છે. કબજિયાતની સમસ્યામાં મળ છે તે સખત થઈ જાય છે, જેથી મળત્યાગ વખતે ઘણી મુશ્કેલી પડતી હોય છે.

જેને આપણે કબજિયાત તરીકે ઓળખીએ છીએ. આપણી અનિયમિત ખાણી-પીણી અને ખરાબ આદતોના કારણે આ સમસ્યા પેદા થતી જોવા મળે છે. કબજીયાતની સમસ્યામાં ખાસ કરીને નિયમિત મળશુદ્ધિ થતી નથી, આ સમસ્યાથી ઘણા લોકો પરેશાન હોય છે. આ સમસ્યા નાની છે પણ જો કોઈ ઈલાજ ન કરવામાં આવે અને લાંબા સમય સુધી રહે તો એક ગંભીર બીમારીનું સ્વરૂપ લઇ શકે છે.

આ કબજીયાત જો લાંબો સમય રહે તો તમારું શરીર રોગોનું ઘર બની જાય છે અને નવા નવા રોગોનું સર્જન થાય છે. તો ચાલો જાણીએ કબજીયાતની સમસ્યાને દૂર કરવાના ઘરેલું અસરકારક ઉપાય વિષે.

જૂનામાં જૂની કબજીયાતને આ રીતે ઘરેલું ઉપાય કરી દૂર કરો : જે લોકોને કાયમી કબજીયાતની સમસ્યા છે તેવા લોકોએ સૌપ્રથમ એક ગ્લાસ પાણી ગરમ કરવું. ત્યારબાદ આ ગરમ પાણીમાં માત્ર અડધી ચમચી જેટલું એરંડિયું નાખવું. ત્યારબાદ આ પાણીને પી જવું.

આ એરંડિયાનો ઉપયોગ કરવાથી જે લોકોને કાયમી કબજીયાતની સમસ્યા રહેતી હોય તેમનું પેટ એકદમ સાફ થઇ જાય છે. આ ઉપાય ખાસ કરીને રાત્રે સૂતી વખતે કરવો. આ ઉપાય રાત્રે ન કરી શકાય તેમ હોય તો તમારે સવારે વહેલા ઉઠીને પણ કરી શકો છો.

આ ઉપાય કરવાની માત્ર 20 થી 30 મિનિટમાં જ પ્રેસર આવશે અને મળત્યાગ થશે. જયારે શરીરમાં પ્રેસર આવે અને તમે બાથરૂમ જશો એટલે માત્ર 2 જ મીનીટમાં તમારું પેટ સાફ થઇ જશે અને પેટમાંથી બધો જ મળ અને કચરો નીકળી જશે. આ ઉપાયથી પેટને સંપૂર્ણ રીતે સાફ રાખી શકાય છે.

વારંવાર કબજીયાતની સમસ્યા રહેતી હોય તો લીંબુ ફાયદાકારક સાબિત થાય છે. લિંબુમાં સાઇટ્રિક એસિડ હોય છે જે પેટમાં જામેલી ગંદકીને બહાર કાઢવાનું કામ કરે છે. તેથી કબજીયાતની તકલીફ હોય તેવા લોકોએ રોજે એક ગ્લાસ ગરમ પાણીમાં અડધું લીંબુ નિચોવીને પીવું જોઇએ.

સવારે પેટ સારી રીતે સાફ થઇ રહ્યું નથી તો એક ગ્લાસ ગરમ પાણીમાં એક ચમચી બેકીંગ સોડા એડ કરીને પી જાઓ. આ ઉપાય કરવાથી તરત જ કબજીયાતમાં રાહત થાય છે. ચાર પેશી ખજુરને ક્રશ કરીને એક ગ્લાસ ગરમ દૂધમાં નાંખી તે દૂધ એક અઠવાડીયા સુધી સતત પીવું. ખજૂરવાળા દૂધના સેવનથી કબજીયાત એક અઠવાડિયામાંજ ચોક્કસપણે દૂર થઇ જશે.

પેટ સાફ ન આવતું હોય તો એક ગ્લાસ દૂધમાં એક ચમચી ઘી નાખી રાત્રે પી લેવું. સવારે આ દૂધ એનીમીયા જેવું કામ કરશે. પેટ સાફ કરવામાં અળસી ખૂબ જ ઉપયોગી છે. રોજે સવારે અળસીનું સેવન કરવાથી કબજીયાતમાં રાહત થાય છે. જો કબજીયાત વારંવાર થતી હોય તો એક ગ્લાસ ગરમ પાણીમાં અળસીના દાણાને વાટીને નાંખી તે પાણીનું સેવન કરો તો જૂનામાં જૂની કબજીયાતને મટી જાય છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *