મિત્રો તમે અંજીર વિષે તો જાણતા જ હશો. અંજીર એક પ્રકારનું ફળ છે, જેનું સેવન આપણે ડ્રાયફ્રુટ તરીકે કરીએ છીએ. ભારતમાં અંજીરની ખેતી ઘણા રાજ્યોમાં થાય છે જેમ કે કર્ણાટક, તમિલનાડુ, મહારાષ્ટ્ર, ગુજરાત અને ઉત્તર પ્રદેશના કેટલાક વિસ્તારો વગેરે. આયુર્વેદ અનુસાર અંજીર ઔષધીય ગુણોથી ભરપૂર છે, જે સારા સ્વાસ્થ્યની સાથે અનેક સ્વાસ્થ્ય લાભો આપવામાં મદદરૂપ છે.
જે રીતે પલાળેલી બદામ ખાવાથી વધુ ફાયદા થાય છે તેજ રીતે અંજીરને પલાળીને સેવન કરવાથી ઘણા સ્વાસ્થ્ય ફાયદાઓ થાય છે. આવી સ્થિતિમાં આજના આ લેખમાં અમે તમને અંજીરને પલાળીને ખાવાથી થતા ફાયદાઓ વિશે જણાવીશું.
તમને જાનવીએ કે અંજીરની તાસિર ગરમ હોય છે, તેથી શરદી થાય ત્યારે પલાળેલા અંજીરનું સેવન કરવાથી શરદીમાં તરત રાહત મળે છે. આ માટે ચારથી પાંચ અંજીરને પાણીમાં નાખીને ઉકાળો. આ પાણીને સવાર-સાંજ ગરમ કરીને લેવાથી શરદી અને ફ્લૂ મટી જાય છે.
ફાઈબર જે પાચનમાં સુધારો કરે છે અને ખોરાકને સારી રીતે પચાવવાનું કામ કરે છે તે અંજીરમાં સારી માત્રામાં જોવા મળે છે. આ સિવાય તે પાચનતંત્રને મજબૂત રાખવામાં મદદ કરે છે. આ માટે તમે રાત્રે ત્રણ થી ચાર સૂકા અંજીરને પાણીમાં નાખી અને સવારે ખાલી પેટ આ અંજીરનું સેવન કરો, તેનાથી પાચનક્રિયા સ્વસ્થ રહે છે અને પાચન સંબંધી સમસ્યાઓ પણ દૂર થાય છે.
અંજીરમાં સારી માત્રામાં કેલ્શિયમ હોય છે, જે હાડકાંને સ્વસ્થ અને મજબૂત રાખવામાં મદદ કરે છે. આ માટે તમારે નિયમિત રીતે 3 થી 4 અંજીરને રાત્રે દૂધમાં પલાળી અને સવારે ખાલી પેટ આ અંજીર અને દૂધનું સેવન કરવું જોઈએ. હાડકાંને સ્વસ્થ અને મજબૂત રાખવાની સાથે તે વૃદ્ધાવસ્થામાં થતી હાડકાંની સમસ્યાથી બચાવે છે.
જો દૂધમાં પલાળી અંજીરનું સેવન કરવામાં આવે તો લોહીનો પ્રવાહ વધે છે અને લોહીના વિકાર દૂર થાય છે. આ સિવાય બે અંજીરને અડધું કાપીને એક ગ્લાસ પાણીમાં આખી રાત પલાળી રાખી અને સવારે ખાલી પેટ પાણી અને અંજીરનું સેવન કરવાથી રક્ત પરિભ્રમણને વધારવામાં મદદ મળે છે.
પલાળેલા અંજીરનું સેવન કરવાથી સૂકી ખાંસી મટે છે આથી જો તમને સૂકી ખાંસી આવે છે તો પલાળેલી અંજીર ખાઓ. પલાળેલા અંજીરનું સેવન કરવાથી અંજીરમાં મળતા પોષક તત્વો લાળને પાતળી કરવા અને ઉધરસમાં રાહત આપવાનું કામ કરે છે.
અસ્થમાના દર્દીઓ માટે અંજીર ખાવું ખુબજ વધુ ફાયદાકારક છે કારણ કે અંજીરમાં રહેલા પોષક તત્વો કફને બહાર કાઢવામાં મદદ કરે છે. આ માટે તમારે સવારે અને સાંજે બે થી ચાર અંજીરને દૂધમાં ગરમ કરીને ખાવા. આનાથી કફની માત્રા ઘટશે અને અસ્થમાથી રાહત મેળવવામાં મદદ થશે.
અંજીરમાં સારી માત્રામાં પોટેશિયમ હોય છે, તેથી અંજીરનું સેવન હાઈ બ્લડ પ્રેશર ઘટાડવામાં મદદ કરે છે. આ માટે તમે ચાર થી પાંચ અંજીરને રાત્રે પાણીમાં પલાળી રાખવી અને સવારે ખાલી પેટ તેનું સેવન કરવું. આ તમારા હાઈ બ્લડ પ્રેશર ઘટાડવામાં અને તેને સામાન્ય રાખવામાં મદદ કરશે.