બધી બીમારીઓ આપણા પેટમાંથી જ શરૂ થાય છે. જો આપણું પાચન સારું ન હોય તો આપણું શરીર વિવિધ રોગોનું ઘર બની જાય છે. સૌથી મહત્વની બાબત એ છે કે આપણા આંતરડાના સ્વાસ્થ્યને યોગ્ય રાખવું, જો આવું ન થાય તો પાઈલ્સ અને કબજિયાત જેવી સમસ્યાઓ ઉદભવવા લાગે છે. આયુર્વેદ અનુસાર, આ સમસ્યાઓ મુખ્યત્વે વાત દોષના અસંતુલનને કારણે થાય છે.
કબજિયાત થવાના ઘણા કારણો હોય છે જેમ કે યોગ્ય આહારનો અભાવ, ઠંડો, મસાલેદાર, તળેલા ખોરાકનું વધુ સેવન, પૂરતું પાણી ન પીવું, ખોરાકમાં ફાઇબર ઓછું હોવું, ખરાબ ચયાપચય, ઊંઘનો અભાવ, રાત્રિનું ભોજન મોડે કરવું અને દિવસ દરમિયાન શારીરિક પ્રવૃત્તિનો અભાવ. તો ચાલો જાણીએ કબજીયાત વિષે.
ટામેટાનો રસ: ટામેટા પણ કબજિયાત દૂર કરવામાં ફાયદાકારક સાબિત થઇ શકે છે. આ માટે પાકા ટામેટાનો એક કપ રસ મિક્ષરમાં તૈયાર કરી નાખો અને થોડો ટાઈમ નિયમિત પીવાથી તમારા આતરડાનો રહેલું બધું મળ છુટું પડી જશે અને કબજિયાતમાંથી છુટકારો મળી જશે.
આમળા: આમળાને પેટ સાફ રાખવા માટે પણ ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. જો રોજ સવારે ખાલી પેટ પાણી સાથે આમળાના પાવડરનું નિયમિત સેવન કરવામાં આવે તો. જેથી પાઈલ્સ અને કબજિયાતની સમસ્યા ધીરે ધીરે ખતમ થઈ શકે છે.
મેથીના દાણા: એક ચમચી મેથીના દાણાને આખી રાત પલાળી રાખો અને સવારે ખાલી પેટે લો, તેનાથી ફાયદો થાય છે. તમે તેને ગરમ પાણી સાથે ચાવી ચાવીને પણ ખાઈ શકો છો. તેનાથી વાતની સમસ્યા પણ દૂર થાય છે.
સૂકી દ્રાક્ષ : 15 થી 20 કાળી સૂકી દ્રાક્ષ સવારે પાણીમાં પલાળી રાખવી અને બીજા દિવસે તેને સવારે નરણાં કોઠે ચાવી ચાવીને ખાવાથી ધીમે ધીમે કબજિયાત મટે છે.
ત્રિફળા ચૂર્ણ : ત્રિફળા ચૂર્ણ કબજિયાતમાં રામબાણમાં સાબિત થાય છે. આ માટે 2 કપ જેટલાં પાણીમાં 1 ચમચી ત્રિફળા ચૂર્ણ નાંખી ઊકાળવું. તે ઊકળતાં એક કપ પાણી બાકી રહે એટલે કે અડધું થાય ત્યારે તે ઉતારી, ઠંડુ પાડી રાત્રે સૂતી વખતે પી જવાથી જૂની કબજિયાત પણ મટે છે અને છુટકારો મળે છે.
એરંડિયું: 1 ગ્લાસ હૂંફાળા દૂધમાં બે ચમચી એરંડિયું- દિવેલ નાખી રાત્રે સૂતી વખતે લેવાથી જૂનામાં જૂની કબજિયાત મટે છે.