આપણા શરીરમાં કંઈક ના કંઈક નાની મોટી બીમારીઓ આવતી જ રહેતી હોય છે, જે આપણી કેટલીક ખરાબ ટેવ અને કુટેવનાં કારણે થતી હોય છે, આપણા શરીરમાં કોઈ બીમારીનું સૌથી મોટું કારણ પેટ છે, આપણું પેટ ખરાબ હોય અને બરાબર સાફ ના રહેતું હોય તો ઘણા રોગો થવાનું જોખમ વધી જતું હોય છે.
આ માટે આપણે લાંબા સમય સુધી શરીરમાં કોઈ પણ નાની મોટી બીમારીઓ થી બચી રહેવા માટે આપણે ડાયજેશન ને મજબૂત બનાવી પેટને સાફ રાખવું જોઈએ.આ આપણી આચર કુચર કઈ પણ ખાવાની ખરાબ ટેવ આપણા સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી શકે છે.
આજના સમયમાં પેટ ખરાબ થવાના કારણે ગેસ, અપચો અને કબજિયાત જેવી સમસ્યા થતી હોય છે જે ખુબ જ ગંભીર બીમારી માનવામાં આવે છે, કારણે આ એક એવી બીમારી છે જે આપણી અનિયમિત ખાવાની ટેવના કારણે થતી હોય છે. જે લાંબા સમય ખુબ જ ગંભીર બીમારીના શિકાર બનાવી શકે છે.
ગેસ, અપચો અને કબજિયાત રહેતો આપણે કેટલાક ખોરાક ખાવાં બંધ કરવા જોઈએ,આ જેમ કે બહારના ફાસ્ટ ફૂડ, જંકફૂડ, મેંદા વાળી વસ્તુઓ, વધારે તળેલો અને તીખો ખોરાક ખાવાનો ઓછો કરવો જોઈએ જે આપણે પેટને લગતી અનેક સમસ્યાથી બચાવી રાખવામાં મદદ કરશે.
પેટને લગતી સમસ્યામાં કેટલાક ઘરેલુ ઉપાય કરવા જોઈએ જે ગેસ, કબજિયાત, અપચાની સમસ્યાને ખુબ જ આસાનીથી દૂર કરી શકાય છે. માટે આજે અમે તમને એવા કેટલાક ઘરેલુ ઉપાય જણાવીશું જેની મદદથી વર્ષો જૂની પેટની લગતી સમસ્યામાંથી છુટકાળો મેળવી શકાય છે.
ફણગાવેલ કઠોળ ખાવા: ફણગાવેલ કઠોળ ખાવાથી આપણી ડાયજેશન સિસ્ટમમાં સુધારો થાય છે, આ માટે આપણે રોજે સવારે નાસ્તામાં કે ખાલી પેટ ફણગાવેલ કોઈ પણ કઠોળ ખાઈ શકાય છે, જે આપણી પાચનક્રિયાને મજબૂત બનાવે છે અને ખોરાકને ઝડપી પચાવવામાં મદદ કરે છે.
લીંબુ પાણી પીવું: વર્ષો જૂની કબજિયાત હોય તો લીંબું પાણી નિયમિત પીવાથી કભજીયાત દૂર થઈ જાય છે, આ માટે રોજે સવારે ઉઠીને ખાલી પેટ એક ગ્લાસ લીંબુ પાણીમાં સિંધાલુ મીઠું મિક્સ કરીને પીવું જોઈએ જે શરીરનો બધો વધારાનો કચરો દૂર કરશે અને આંતરડા અને પેટને સાફ રાખવામાં મદદ કરશે જેથી જુના માં જૂની કબજિયાત પણ દૂર થઈ જશે.
ભોજન વરિયાળી ખાવી: ઘણા લોકોને ભોજન પછી કંઈક ના કંઈક ખાવાની ટેવ હોય છે. તેમને હંમેશા માટે ભોજન પછી એક ચમચી વરિયાળી ખાવી જોઈએ જે ખોરાકને પચાવામાં મદદ કરે છે, જેથી ગેસ અને કબજિયાતમાં રાહત મળે છે. આ ઉપરાંત તમે અજમો પણ ખાઈ શકો છો.
હિંગનો ઉપયોગ કરવો: હિંગ દરેક ના રસોડામાં મસાલા તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે, માટે એનો ઉપયોગ દરેક ભોજનમાં કરવો જોઈએ. આ ઉપરાંત તમે હિંગને પાણીમાં મિક્સ કરીને પણ પી શકો છો જે ગેસ અને અપચાને કાયમી દૂર કરશે.
રોજે સવારે 30-40 મિનિટ નો સમય નીકાળીને હળવી કસરત, યોગા અને વોકિંગ કરવું જોઈએ જે પેટને સાફ રાખવાની સાથે શરીરના દરેક અંગોને સ્વસ્થ અને મજબૂત બનાવી રાખવામાં મદદ કરશે, રોજે આટલો સમય નીકાળીને કસરત, યોગા અને વોકિંગ કરવામાં આવે તો પેટ એકદમ સાફ રહેશે અને પેટને લગતી કોઈ પણ સમસ્યા થશે નહી.