આજે મોટાભાગના લોકોને કબજિયાત જેવી બીમારીથી પરેશાન છે. કબજિયાત ખુબ જ સામાન્ય સમસ્યા માનવામાં આવે છે. પરંતુ જયારે પેટ ખરાબ થાય છે ત્યારે કબજિયાત જેવી બીમારી પણ ગંભીર સાબિત થઈ શકે છે.
આ માટે કબજિયાત ને દૂર કરવા માટે પેટને સાફ રાખવું જોઈએ, આ માટે આજે અમે તમને કબજિયાત જેવી બીમારી માંથી છુટકાળો મેળવવા માટેના કેટલાક ઘરેલુ ઉપાય જણાવીશું જે ખુબ જ સરળ અને અસરકારક સાબિત થશે.
આપણી ખાવાની ખરાબ ટેવ ના કારણે પેટ ખરાબ થતું હોય છે. જયારે આપણે ચરબી યુકત કે મેંદાવાળી વસ્તુઓ વધુ પ્રમાણમાં ખાઈ લઈએ છીએ ત્યારે તે ખુબ જ ઝડપથી પચતું નથી અને ડાયજેશન સિસ્ટમ ખરાબ થાય છે. ડાયજેશન બરાબર ના થવાના કારણે તે મળ ત્યાગ કરવામાં ખુબ જ મુશ્કેલીનો સામનો કરવો હોય છે.
મળ ત્યાગ કરવામાં ખુબ જ પરેસાની થવાથી ખુબ જ અતિશય જોર કરવું પડતું હોય છે તેમ છતાં પણ મળ ત્યાગ થતો નથી તો આ વસ્તુનું સેવન કરવાનું ચાલુ કરી દેશો તો તમને સવારે જોર કર્યા વગર ખુબ જ આસાનીથી મળ છૂટો થઈ જશે. તો ચાલો મળ ત્યાગ કરવાના ઘરેલુ ઉપાય વિષે જાણીશું.
મળ ત્યાગ કરવાનો ઘરેલુ ઉપાય:
કબજિયાતને કાયમી દૂર કરવા માટે હિમેજ ખુબ જ અસરકારક માનવામાં આવે છે. હિમેજમાં ઘણા બધા ઔષધીય ગુણો મળી આવે છે જે પેટને એકદમ સાફ કરે છે અને પેટને લગતી અનેક પ્રકારની સમસ્યા દૂર થાય છે.
આ માટે સૌથી પહેલા એક ગ્લાસ હૂંફાળું પાણી લેવાનું છે ત્યાર પછી તેમાં બે હિમેજનું ચૂરણ બનાવીને પાણી માં નાખો અને બરાબર હલાવી લો, ત્યાર પછી તેને ભોજન કર્યાના દોઢ કલાક પછી અને રાતે સુવાના 30 મિનિટ પહેલા પી જવાનું છે.
હિમેજનું આ પાણી પીવાથી પાચનક્રિયાને સુધારે છે, અને ડાયજેશન સિસ્ટમને એક્ટીવ અને તેજ કરે છે જેથી આપણે જે ખોરાક ખાધો છે તેને ઝડપથી પચાવવા માં મદદ કરે છે. જેથી પેટ અને આંતરડા બંને એકદમ સાફ અને ચોખ્ખા થઈ જાય છે.
જેથી મળ ત્યાગ કરવા જઈએ તે સમયે જોર કરવાની જરૂર પડતી નથી અને ખુબ જ આસાનીથી બઘો ભરાઈ ગયેલ મળ છૂટો થાય છે. જેથી કબજિયાત માં રાહત મળે છે જો આ ઉપાય થોડા દિવસ રોજે કરવામાં આવે તો કબજિયાત માંથી કાયમી છુટકાળો મેળવી શકાય છે.
જો તમે પણ કબજિયાત થી ખુબ જ પરેશાન છો તો આ બહારના છબી યુક્ત ખોરાક ખાવાનું ટાળવું જોઈએ અને દિવસ દરમિયાન વધુ માં વધુ પાણી પીવાની આદત પાડવી જોઈએ. જે પેટને લગતી અનેક પ્રકારની બીમારીઓ સામે લડવાની શક્તિ આપે છે.