દરેક વ્યક્તિના શરીરની તાસીર અલગ અલગ હોય છે. જેના કારણે ઘણા લોકોને ઋતુ બદલાય ત્યારે વાતાવરણ અનુકૂળ આવતું નથી. તેવા લોકોને શરદી, ઉઘરસ, કફની સમસ્યા થતી હોય છે. જેમ જેમ હવે ઠંડીની શરૂઆત થઈ રહી છે તેમ શરદી, ખાંસી અને કફ ની સમસ્યા વધુ જોવા મળી શકે છે.
વઘારે પડતી ઠંડી પડે તેમ છતાં પણ ઘણા લોકો ફ્રીઝ નું ઠંડુ પાણી પીતા હોય છે, આ સાથે બહારના ફાસ્ટ ફૂડ, કોલ્ડ્રીંક, ઠંડો આહાર ખાવો, વઘારે તળેલું કહાવૌ વગેરે ખાતા પીતા હોય છે. જે ઋતુ પરિવર્તન માં નાની મોટી બીમારી થવાનું જોખમ વઘારે છે.
શરદી, ઉઘરસ એક વાયરલ બીમારીની સમસ્યા થઈ ગઈ છે જે ખુબ જ સામાન્ય બની ગઈ છે. જો કોઈને વાયરલ બીમારી થઈ હોય અને તમે તેની આસપાસ રહો તો તમને પણ આ વાયરલ બીમારીના શિકાર બનાવી શકે છે. માટે આ વાયરલ બીમારી થાય ત્યારે સાવચેતી રાખવી પણ ખુબ જ જરૂરી બની જાય છે.
આજે અમે તમને શરદી, ઉધરસ, કફની સમસ્યાને દૂર કરવા માટે ના કેટલાક દેશી ઘરેલુ ઉપાય જણાવીશું. આ ઉપચાર વાયરલ બીમારીને મટાડવા માટે ખુબ જ અસરકારક સાબિત થશે. આ ઉપાય થી દવાખાન ગયા વગર જ શરદી, ઉઘરસ અને ગમે તેવા અઢીલા કફ ને પણ છૂટો કરી મટાડી દેશે.
નાગરવેલ એક આયુર્વેદિક ઔષઘીય છે જેને ખાવાથી કફ આસાનીથી છૂટો પડી જાય છે. આ માટે જો તમને કફની સમસ્યા હોય તો દરરોજ સવારે અને સાંજે બે – બે પાનનું ખાઈ જવાના છે. આ પાન સારી રીતે ચાવી ચાવી ને ખાવાના છે આ ઉપાય બે જ દિવસ કરવાથી ગમે તેવો કફ હશે તેને તોડી તોડી ને બહાર નીકાળવામાં ખુબ જ ઉપયોગી સાબિત થશે. જો તમને પણ કફની સમસ્યા હોય તો આ ઉપાય અપનાવી શકો છો.
શરદી, ઉઘરસને દૂર કરવા માટે ગરમ પાણી ખુબ જ અસરકારક છે. આ માટે રોજે સવારે અને સાંજે નવશેકું પાણી પીવું જોઈએ. આ ઉપરાંત તમે એક ગ્લાસ નવશેકા પાણીમાં આખા લીંબુનો રસ ઉમેરી તેમાં સિંધાલુણ મીઠું મિક્સ કરીને રાતે સુવાના પહેલા પી જવાનું છે, જેથી શરદી ખાંસી ની સમસ્યામાં ઝડપથી રાહત મળશે.
ઘણા લોકો ને ધૂળ અને ધુમાડાની એલર્જી હોય છે જેમને અવારનવાર શરદી અને કફની સમસ્યા થતી હોય છે, જેને મટાડવા માટે એક વાટકી જેટલી નદીની રેતી લેવાની છે, હવે તેને ગરમ કરી લેવાની છે, ત્યારબાદ તે ગરમ રેતીને એક કપડામાં લપેટીને છાતીમાં શેક કરવાનો છે. જેથી ગમે તેવી શરદી અને અઠિલો કફ હશે તો તે છૂટો પડી જશે.
શરદી અને ઉઘરસ થયા ત્યારે એક ગ્લાસ પાણીમાં તુલસીના તાજા પાન, કાળામરી, સુંઠ પાવડર મિક્સ કરીને સારી રીતે ઉકાળો બનાવી લો આ ઉકાળો પીવાથી શરદી, ઉઘરસમાં ઘણી રાહત મેળવી શકાય છે. સવારે ખાલી પેટ તુલસીના તાજા 5 પાન ચાવી ચાવીને ખાવાથી પણ શરદી અને ઉઘરસમાં ઘણી હદ સુઘી રાહત મેળવી શકાય છે.
અજમો, કપૂર, લવિંગ આ ત્રણને મિક્સ કરીને અચકચરી વાટીને તેની પોટલી બનાવી લેવી આ પોટલીને સુઘવાથી ગમે તેવી શરદી ને મટાડશે અને કફને છૂટો પાડવામાં માટે પણ ખુબ જ ફાયદાકારક છે. આ ઉપરાંત દેશી ચણા ને બાફી તેને ગરમ ખાવાથી પણ શરદી મટે છે.
એક કપ દૂધ માં એક ચમચી હળદર, બે કાળામરી નો પાવડર મિક્સ કરીને ગરમ કરી લો, ત્યાર પછી તેને પીવાથી શરદી, ઉઘરસમાં ઘણી રાહત થાય છે. આ સિવાય એક ગ્લાસ હૂંફાળા પાણીમાં અડઘી ચમચી સૂંઠ પાવડર મિક્સ કરીને રાત્રે અને સવારે પીવાથી શરદી અને કફ છૂટો પડે છે.