ઉનાળાની શરૂઆત થતા જ ગરમીનું પ્રમાણ ખુબ જ વઘી જાય છે. ગરમીમાં આપણા સ્વાસ્થ્ય ને સ્વસ્થ રાખવું ખુબ જ પડકાર જનક થઈ જાય છે. ઉનાળાની ગરમીમાં શરીરને સ્વસ્થ રાખવા માટે આપણે ફળો અને શાકભાજીનું સેવન કરવું જોઈએ.
ઉનાળામાં એવા કેટલાક ફળો મળી આવે છે જે ઉનાળાની ગરમીમાં સેવન કરવાથી ઘણો ફાયદો થાય છે. આ માટે કાકડીનું સેવન સૌથી સારું માનવામાં આવે છે. ઉનાળામાં કાકડી સૌથી વધુ મળી આવે છે. તેનું સેવન કરવું મોટાભાગે દરેક વ્યક્તિને ગમે છે.
કાકડીમાં ભરપૂર માત્રામાં પોષક તત્વોનો ખજાનો મળી આવે છે. જેમ કે, વિટામિન-સી, વિટામિન-ઈ, વિટામિન-એ, ફાયબર, પોટેશિયમ, મેગ્નેશિયમ, કોપર, ઝીંક, વિટામિન-કે જેવા પોષક તત્વોનો સ્ત્રોત મળી આવે છે. આ ઉપરાંત તેમાં ભરપૂર માત્રામાં એન્ટી ઓક્સીડેન્ટ ગુણ પણ મળી આવે છે.
કાકડીમાં સૌથી વધુ પાણી મળી આવે છે. કાકડીમાં આશરે 90% પાણી આવેલ હોય છે. કાકડી ને સલાડ ના રૂપમાં પણ ખાઈ શકાય છે.આ ઉપરાંત કાકડીનું શાક પણ બનાવી શકાય છે. ઉનાળાની ગરમીમાં કાકડીનું જ્યુસ બનાવીને પીવાથી સ્વાસ્થ્ય ને અનેક ફાયદા પણ થાય છે.
કાકડીનું સેવન કરવાથી ઉનાળામાં થઈ રહેલ ડિહાઈડ્રેશનની સમસ્યા દૂર કરી શરીરને હાઈડ્રેટ રાખવામાં મદદ કરે છે. કાકડીમાં ખુબ જ ઓછી કેલરી મળી આવે છે. માટે તે વજન ઘટાડવા માટે પણ ખુબ જ ફાયદાકારક માનવામાં આવે છે. કાકડીનું સેવન કરવાથી થતા ફાયદા વિષે જણાવીશું.
કાકડીમાં એન્ટી ઓક્સીડેન્ટ મળી આવે છે જે શરીરમાં રહેલ ફ્રી રેડિકલ્સથી થતા નુકસાન થી બચાવે છે. જેના કારણે કેન્સર જેવી ગંભીર બીમારી પણ દૂર થઈ જાય છે. માટે કેન્સર પીડિત દર્દી માટે કાકડીનું સેવન કરી કેન્સરથી વઘતા કોષો પર અંકુશ લાવી શક્ય છે.
કાકડીના જ્યૂસનું સેવન નિયમિત કરવાથી આપણા શરીરમાં રહેલ હાનિકારક બેક્ટેરિયાનો નાશ થાય છે. સાથે શરીરમાં લોહીના પરિવહનના વેગને પણ વઘારે જેથી આપણા શરીરમાં કોઈ પણ નસો બ્લોકેજ થવાનું જોખમ પણ ઘટી જાય છે.
જેના કારણે આપણું હૃદય પણ સ્વસ્થ રહે છે સાથે હૃદય રોગથી થતા હાર્ટ અટેક અને બ્રેન સ્ટ્રોકના જોખમને પણ ઘટાડશે. ધૂળ મરિના રજકણો ના કારણે ફેફસામાં જામેલ કચરાને દૂર કરવા માટે કાકડીનું જ્યુસ પીવું ખુબ જ ફાયદાકારક છે. જેથી ફેફસા કાચ જેવા ચોખા રાખવામાં મદદ કરે છે. જેથી શ્વાસ ને લગતી બીમારીમાં રાહત મળે છે.
ઉનાળામાં શરીરને ડીહાઈડ્રેશનના શિકારથી બચાવાનું કામ કાકડી કરે છે. કારણકે કાકડીમાં ભરપૂર માત્રામાં પાણી મળી આવે છે જે શરીરને હાઈડ્રેટ રાખવામાં મદદ કરે છે. કાકડીનું નિયમિત સેવન કરવાથી શરીરમાં રહેલ બઘો વઘારાનો કચરો દૂર કરી દેશે.
કાકડીનું જ્યુસ ડાયાબિટીસ દર્દી માટે પણ ખુબ જ ફાયદાકારક માનવામાં આવે છે. જયારે સુગર લેવલમાં વઘારો થાય છે ત્યારે ડાયબિટીસ માં વઘારો થાય છે. જેને કંટ્રોલ કરવા માટે નિયમિત કાકડીનું સેવન કરવું જોઈએ. જે ડાયબિટીસ દાદરી માટે સારું માનવામાં આવે છે.
કાકડીમાં સારી માત્રામાં ફાયબર મળી આવે છે અને તેમાં ખુબ જ ઓછી કેલરી હોય છે. માટે કાકડીના જ્યૂસનું નિયમિત સેવન કરવાથી પેટની ચરબી ઘટે છે જેથી વજન માં પણ ઘટાડો થાય છે. માટે જેમને વજન વઘારે હોય તેમને કાકડીને ડાયટમાં પણ સમાવેશ કરવો જોઈએ.