કમરના દુખાવા માટે: હેલો દોસ્તો, સામાન્ય રીતે કમરનો દુખાવો એક જગ્યા ઉપર સતત બેસી રહેવાને કારણે થતો હોય છે. આ ઉપરાંત જો તમે વધુ પડતી કસરત કરી લીધી હોય તો પણ કમરમાં દુખાવો થતો હોય છે, અને ક્યારેક વધુ પડતા ભારે ભરખમ વજન ઉપાડી લેવાના કારણે પણ કમરમાં દર્દ થાય છે.

કમરનો દુખાવો બંધ કરવા આપણે કઈ કઈ વસ્તુઓ વધુ ખાવી જોઇએ, અને કયા કયા પ્રકારના તેલ થી કમરમાં માલિશ કરવી જોઈએ. આ આર્ટિકલ માં તમને જણાવીશું કમરના દુખાવા ના ધરેલુ આયૂવેર્દ ઉપાય વિશે.

હળદર : હળદર ઉધરસ મટાડવા ની વાત હોય કે કમરના દુખાવા ની વાત. હળદર બધામાં સૌથી શ્રેષ્ઠ સાબિત થાય છે. રોજ રાત્રે સૂતા સમયે એક ગ્લાસ ગરમ દૂધમાં એક ચમચી હળદર નાખી પી જવાથી, થોડા જ દિવસોમાં તમારો ગમે તેવો કમરને લગતી સમસ્યા દુર થાય છે.

લસણ : આઠ થી દસ લસણની કળીને પીસીને તેની પેસ્ટ બનાવી લો. ત્યારબાદ તેને આપણી પીઠ માં લગાવી લો અને પછી એક ટુવાલને ગરમ પાણીમાં નાખી ને કાઢી લો ત્યારબાદ ટુવાલને પીઠ ઉપર લગાવેલી તે પેસ્ટ ઉપર મૂકી દો અને ૨૦ થી ૩૦ મિનિટ રહેવા દો. આવું થોડાક દિવસ કરવાથી કમરમાં થતી પરેશાની સાવ બંધ થઇ જશે.

આદુ : આદુ નો ઉપયોગ સૌથી બેસ્ટ ઉપયોગ સાબિત થશે. તમારે થોડું આદુ લઈને તેની પેસ્ટ બનાવવી છે. તે પેસ્ટ ને તમારી પીઠ માં જે ભાગ પર દુખતું હોય ત્યાં લગાવવાની છે અને 30 મિનિટ રહેવા જવાની છે. તમે ત્યાં સુધી કરો જ્યાં સુધી તમારા કમર નો દર્દ મટી ના જાય. આ ઉપાય કરવાથી 100% તમારૂ દર્દ દૂર કરશે.

ગરમ પાણી : ગરમ પાણીમાં મીઠું એટલે કે નમક નાખીને નહાવું. જો તમારા કમરમાં રોજ દુખાવો થતો હોય તો દરરોજ નાહતા સમયે ગરમ પાણીમાં મીઠું  નાખી દેવું આવું કરવાથી સાંધા સરખા થશે અને દુખાવો દૂર થશે. ભારે ભરખમ વજન ઉપાડી લીધા બાદ પણ આ ઉપાય કરી શકાય છે.

ગરમ પાણીમાં મીઠું નાખીને નાહવા થી કોઇપણ જાતનો દુખાવો દૂર થઈ જશે. આ બધા ઉપરાંત તમે રોજ હળવી કસરતો કરો અને યોગાસન કરીને પણ રાહત મેળવી શકો છો. આ ઉપરાંત પ્રોટીન અને ફાઇબર વાળા પદાર્થોનું સેવન કરીને પણ તમે આ સમસ્યાને દૂર કરી શકો છો.

માલિશ માટે તેલ : ઓલિવ ઓઈલ, સરસો નુ તેલ અથવા બદામ તેલથી માલિશ આ ત્રણમાંથી કોઇપણ એક તેલ વડે જો તમે તમારી કમર ની માલિશ કરશો, તો તમારી કમર ના સ્નાયુઓ ફરીથી મજબૂત બની જશે અને કમરના દુખાવાથી તમને તરત જ રાહત મળશે, એટલે ઓલિવ ઓઈલ બદામનું તેલ કે સરસિયાના તેલથી માલિશ કરવી.

તમને અમારી આ પોસ્ટ પસંદ આવી હોય તો આગળ જરૂરથી શેર કરજો, જેથી બીજા સુધી આ માહિતી પહોંચે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *