આજના સમયમાં મોટાભાગના લોકો ભાગદોડ ભર્યું જીવન જીવી રહ્યા છીએ તે વયકતી પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે પૂરતું ઘ્યાન આપી નથી શકતા, આજના સમયમાં ઘણા લોકો ઓફિમાં વઘારે સમય બેસી રહીને કામ કર્યા કરતા હોય છે તેવામાં તે વ્યકતિને કમરના દુખાવા થવાનું શરુ થઈ જાય છે.
કમરના દુખાવા થવાથી આપણે કોઈ પણ કામ કરવામાં મન પણ લાગતું નથી. કમરનો દુખાવો થવાં ઘણા બધા કારણો પણ હોઈ શકે છે, જેમ કે કોઈ પણ એક જગ્યાએ સતત એક જ સ્થિતિમાં બેસી રહેવું, વધારે પડતું વજન ઉંચકવું, વઘારે પ્રમાણમાં કસરત કરવી, આ ઉપરાંત બેઠાળુ જીવન જીવવાના કારણે પણ કમરમાં સતત દુખાવો રહેતો હોય છે.
કમરના દુખાવાને દૂર કરવા માટે ઘણીં બઘી દવાઓનું પણ સેવન કરવું પડતું હોય છે, માટે દવાનું સેવન કર્યા વગર જ આજે અમે તમને એવા કેટલાક ઘરેલુ ઉપાય જણાવીશું જેની મદદથી તમે ખુબ જ સરળતાથી કમરના દુખાવામાં રાહત મેળવી શકશો.
તેલથી માલિશ કરવી: દિવસમાં બે વખત કમરના દુખાવા થતા હોય તે જગ્યા પર બદામનું તેલ અથવા સરસવના તેલથી માલિશ કરવી જોઈએ, જેથી કમરના સ્નાયુઓ મજબૂત થાય છે, જેથી કમરના દુખાવામાં ખુબ જ ઝડપથી રાહત મળશે.
હળદરનું સેવન કરવું: હળદરમાં ઘણા બઘા ઔષઘીય ગુણો મળી આવે છે, હળદરમાં એન્ટી બેક્ટેરિયલ, એહન્તિ ઓક્સીડેન્ટ જેવા ગુણ હોય છે જે દુખાવા દૂર કરવામાં મદદ કરે છે, માટે રોજે રાત્રે સુતા પહેલા એક વાટકી જેટલું દૂઘ ગરમ કરી તેમાં નાખીને પીવાથી કમરના દુખાવા કાયમી માટે દૂર થઈ શકે છે.
આદુંની પેસ્ટ: આદુમાં બળતરા વિરોઘી ગુણઘર્મો મળી આવે છે, જે દુખાવાને ગાયબ કરી દે છે, આ માટે આદુંની ઝીણું છીણી લો ત્યાર પછી તે આદુંને કમરના જે ભાગમાં દુખતું હોય તે જગ્યાએ લગાવાથી દુખાવામાં તાત્કાલિક રાહત મળે છે.
કમરના દુખાવામાં રાહત મેળવવા માટે આપણે આપણા આહારમાં પૂરતું ધ્યાન એવું જોઈએ આ માટે આપણે યોગ્ય કેલ્શિયમ, પ્રોટીન, વિટામિન-સી ફાયબર જેવા પોષક તત્વોથી ભરપૂર હપય તેવા પૌષ્ટિક હારનું સેવન કરવું જોઈએ.
જે કમરના દુખાવાને કાયમી દૂર કરવામાં મદદ કરશે. આ ઉપરાંત કેટલાક ડ્રાયફૂટ્સ નું સેવન પણ કરવું જોઈએ જે કમરના દુખાવા રાહત આપવામાં મદદ કરશે. કમરના દુખાવા રહેતા હોય તો થોડી ઉઠા થઈ ને બેસવું જેથી સ્નાયુઓ જકડાઈ ના જાય.
આપણે રોજિંદા જીવન શૈલીમાં યોગા અને હળવી કસરતનો સમાવેશ કરવો જે કમરના દુખાવા ઘણી રાહત આપવામાં મદદ કરશે, કમરના દુખાવાની દવા લેતા હોય તો દવાનું સેવન બંધ કરી રોજે ઉપર જણાવ્યા અનુસાર કરવાથી દવા વગર જ દુખાવામાં રાહત મળશે.