આપણા શરીરના દરેક અંગો ખુબ જ મહત્વના છે, તેમાં આંખો, કાન, નાક, હાથ વગેરે. તેમાંનું જ એક અંગ એટલ કે કાન. કાન આપણા શરીરનો સૌથી મૂલ્યવાન અંગ છે તેની કિંમત તેમને જ સમજાય છે જેમને સંભારવાની તકલીફ હોય અથવાતો બેહરાશની તકલીફ હોય તેવા વ્યક્તિને કાનબુ મહત્વ સમજાય છે.
કાન આપણા શરીરનો મહત્વનો અંગ છે જે કોઈ પણ બોલે તેને સાંભરવા માટે હોય છે. માટે તેનું ઘ્યાન રાખવું પણ ખુબ જ જરૂરી છે. ઘણા લોકોને એવી કેટલીક ખરાબ ટેવ હોય છે જેમ કે ઘણા લોકો કાનને સાફ કરવા માટે લાકડાની સડી લેતા હોય છે, કે અણીવાળી વસ્તુ વડે કાન માં ભરાઈ ગયેલ મેલ નીકાળતા હોય છે.
કાનમાં ભરાઈ ગયેલ મેલને વારે વારે કાઢવાની એ ખુબ જ ખરાબ ટેવ છે. કારણકે વારે વારે કોઈ પણ વસ્તુ જેમ કે પેન્સિલ, બોલપેન, સડી, જેવી અનેક અણીવાળી વસ્તુ વડે વારે વારે કાનમાં ભરાઈ ગયેલ મેલને નીકાળવાથી કાન ના પડદા પર તેની ગંભીર અસર થઈ શકે છે.
કારણકે કાનનો પડદો ખુબ જ નાજુક અને સંવેદન સીલ હોય છે જેને કોઈ પણ અણીવાળી વસ્તુ કાનમાં પડદાને અડી જાય તો પડદાતૂટી જવાની શક્યતા ખુબ જ વઘી જાય છે. માટે આવી કોઈ પણ વસ્તુનો ઉપયોગ કાન સાફ કરવા માટે ના કરવો જોઈએ.
આપણા કાનમાં ભરાઈ રહેલ મેલ આપણા પડદાને બચાવી રાખે છે, જયારે વઘારે અવાજનું પ્રદુષણ હોય છે ત્યારે ત્યારે કાનમાં ભરાયેલ મેલ કાનના પડદાને બચાવી રાખવામાં મદદ કરે છે. માટે કાનના પડદાનું રક્ષણ કરવા માટે અમુક મેલ કાનમાં ભરાઈ રહે તે ખુબ જ જરૂરી છે.
કાનમાં ભરાઈ ગયેલ મેલને દૂર કરવા માટે નો પણ એક સમય હોય છે. જયારે પણ તમને સંભરાતું તકલીફ પડતી હોય અથવા ચોખ્ખું ના સંભરાતુ ત્યારે જ કાનમાં થી મેલ નીકળવો જોઈએ. મેલને બહાર નીકાળવા માટે કોઈ પણ અણીવાળી વસ્તુ વગર કઈ રીતે નીકળવો તેના વિષે જણાવીશું.
કાનમાં મેલ નીકાળવાની રીત: આ માટે તમારે એક ચમચી જેટલું પાણી લઈ લેવું. ત્યાર પછી તે પાણીમાં એક ચપટી મીઠું નાખીને ઓગાળી લેવું, ત્યાર પછી એક રૂનો ટુકડો લેવાનો છે ત્યાર પછી તે રૂ ના ટુકડાને પાણી ભરેલ ચમચી માં ડાબોળીને તેના બે ટીપા કાનમાં નાખવાના છે અને કાન તે પાણી જાય તે સ્થતિમાં 5 મિનિટ રાખવાનું છે,
ત્યાર પછી કાનને ઊંઘો કરી કાન માંથી પાણી બહાર નીકાળી લેવાનું છે. ત્યાર પછી ફરીથી રૂ લઈને કાનમાં ફેરવી લેવું જેથી કાનમાં ભરાયેલ મેલ રૂમ ચોંટીને બહાર નીકળી જશે. આ રીતે કાન માં ભરાયેલ વઘારાનો મેલ બહાર નીકળી જશે.
કાનમાં ભરાયેલ ને બહાર નીકાળવા માટે દીવાસળી, સડી, કે કોઈ પણ અણીવાળી વસ્તુ વગર જ આ રીતે ઉપાય કરવાથી કાનના પડદાને કોઈ પણ પ્રકારનું નુકસાન થયા વગર જ કાનમાં ભરાઈ ગયેલ મેલ બહાર નીકળી જશે.