ઘણા લોકોના કાનમાં મેલ ભરાઈ જવાના કારણે અનેક પ્રકારના અણીદાર વસ્તુની મદદથી કાનનો મેલ નીકળતા હોય છે, પરંતુ અણીદાર વસ્તુનો ઉપયોગ મેલ નીકાળવામાં કરવાથી તે વસ્તુ કાનના પડદાને અડી જાય તો કાનના પડદાને નુકસાન થઈ શકે છે.
આ માટે કાનમાંથી મેલ નીકાળવા માટે આપણે યોગ્ય પદ્ધતિ અપનાવવી જોઈએ. આ માટે આજે અમે તમને કાનમાં ભરાઈ ગયેલ મેલને ખુબ ન આસાનીથી બહાર નીકળવા માટેના કેટલાક ઘરેલુ ઉપાય જણાવીશું. કાન આપણા શરીરનું ખુબ જ મહત્વનું અંગ છે.
જેને સાચવી રાખવું ખુબ જ જરૂરી છે, કાન સંભારવા માટે છે માટે તેની કાળજી પણ રાખવી ખુબ જ જરૂરી બની જાય છે. ઘણી વખત કાનમાં મેલ ભરાઈ જવાના કારણે સંભરાવાનું ઓછું થઈ જતું હોય છે, માટે કાનનો મેલ નીકળવા માટેના આ ઉપાય ખુબ જ અસરકારક સાબિત થશે.
કાનનો મેલ દૂર કરવાના ઘરેલુ ઉપાય: આ માટે આપણે ગાયના વાછળડાંનું મૂત્ર લેવાનું છે, આ મૂત્રના એક બે ટીપા એક કાનમાં નાખવાના છે અને 5 મિનીટ રેહવું દેવાનું છે અને પછીકાં ને રૂ ની મદદથી સાફ કરી લેવાનો છે. તેવી રીતે બીજા કાનમાં એક બે ટીપા નાખો અને 5 મિનિટ રહેવા દો, ત્યાર પછી રૂની મદદથી કાન સાફ કરવાનો છે,
આવી રીતે કરવાથી કાનમાં ભરાઈ ગયેલ ને નીકાળી શકાય છે. આ ઉપાય કરવાથી કાનનો દુખાવો થતો હોય કે કાનમાં ખંજવાળ આવતી હોય તો કરી શકાય છે જેથી કાનના દુખાવા અને કાનની ખંજવાળમાં આરામ મળે છે.
ડુંગળીનો રસ કાનમાં ભરાઈ ગયેલ મેલને ખુબ જ ઝડપથી નીકાળવામાં મદદ કરે છે. આ માટે સૌથી પહેલા એક ચમચી જેટલો ડુંગળીનો રસ નીકાળો અને તેને પછી ધીમા ગેસ પર હળવું ગરમ કરી લો, ત્યાર પછી એક કાનમાં બે ટીપા રસ નાખો અને 3 મિનિટ રહેવા દો પછી રસને કાનની બહાર નીકાળી કાનને રૂ વડે સાફ કરી લો જેથી કાનમાં ભરાઈ ગયેલ ગમેતેવો જીદી મેલ પણ બહાર નીકળી જશે.
એવી જ રીતે બીજા કાનમાં જ બે ટીપા નાખવાના છે અને 3 મિનિટ રહેવા દઈને પછી કાનમાંથી રસ બહાર નીકાળી લો અને કાનને સારી રીતે રૂ વડે સાફ કરો. આ ઉપાય કરવાથી કાનની સુકાઈ ગયેલ નસો પણ કામ કરતી થઈ જશે.
કાનના મેલને નીકળવા માટે આ ઉપાય ખુબ જ અસરકારક છે જે મેલ ને ખુબ જ આસાનીથી દૂર કરી દેશે. પરંતુ આ ઉપય કરતા પહેલા ચેક કરાવી લેવું કે કાનના પડદામાં કોઈ પણ પ્રકારનું હોલ હોવો જોઈએ નહીં, કાનના પડદામાં કોઈ પણ હોલ હોય તો તેની પહેલા ટ્રીટમેન્ટ કરાવ્યા પછી જ આ ઉપાય કરવો જોઈએ.
કાનના પડદાને કોઈ પણ પ્રકારનું નુકસાન ના થાય તે માટે કોઈ પણ અણીવાળી વસ્તુનો ઉપયોગ કરીને મેલ નીકળવાનો પ્રયત્ન બિલકુલ ના કરવો જોઈએ. આ ઉપરાંત તમે કાનનાં ડોક્ટરની પાસે જઈને મેલને કાઢવી શકો છો.