આપણે જાણીએ છીએ કે ડાયાબિટીસ એક એવો રોગ છે જેમાં સુગરને નિયંત્રણમાં રાખવું ખૂબ જ જરૂરી છે. આ એક એવો રોગ છે જે લાંબા સમય સુધી તમારી સાથે છે. પરંતુ તંદુરસ્ત જીવનશૈલી, સ્વસ્થ આહાર, કસરત અને તણાવથી દૂર રહીને આ રોગને નિયંત્રણમાં રાખી શકાય છે.
ડાયાબિટીસના રોગમાં જો શુગરને નિયંત્રણમાં રાખવામાં ન આવે તો તે હૃદય, કિડની અને આંખો જેવા શરીરના ઘણા ભાગોને નુકશાન થઇ શકે છે. ડાયાબિટીસને કંટ્રોલ કરવા માટે દવાની સાથે આહારનું પણ ધ્યાન રાખવું જરૂરી છે. માટે આહારમાં એવા ખોરાકને સામેલ કરો, જેનું સેવન કરવાથી શુગર કંટ્રોલ રહે છે.
ઔષધીય ગુણોથી ભરપૂર કંકોડાનું શાક ડાયાબિટીસના દર્દીઓ માટે ખૂબ જ ઉપયોગી છે. કંકોડાનું સેવન કરવાથી ડાયાબિટીસ નિયંત્રણમાં રહે છે. આ શાકભાજીનો રંગ લીલો અને સ્વાદ હળવો કડવો છે. કંકોડાની બહારની સપાટીને છોલીને તેનું શાક ખાવામાં આવે છે.
કંકોડામાં ભરપૂર માત્રામાં પૌષ્ટિક તત્વો હોય છે. તેમાં ફાઈબર, પ્રોટીન, ફેટ, કાર્બોહાઈડ્રેટ્સ, કેરોટીન, થિયામીન, રિબોફ્લેવિન, નિયાસિન અને એસ્કોર્બિક એસિડ જેવા ખનિજો વધુ પ્રમાણમાં હોય છે. આ બધા પોષક તત્વો સ્વાસ્થ્ય માટે ખુબ જ ઉપયોગી છે.
આ શાક મહિલાઓની સમસ્યાઓ દૂર કરવામાં ખૂબ જ અસરકારક છે. આ શાક ખાવાથી નબળી પડી ગયેલી આંખોની રોશની વધી જાય છે. તો ચાલો આવો જાણીએ કંકોડાનું સેવન કરવાથી ડાયાબિટીસ કેવી રીતે કંટ્રોલ થાય છે અને તેના શરીર માટે શું શું ફાયદા છે.
કંકોડા ડાયાબિટીસને કેવી રીતે કંટ્રોલ કરે છેઃ આ શાકનું સેવન કરવાથી ડાયાબિટીસ કંટ્રોલ થાય છે. આ શાકભાજીનું ઓછું ગ્લાયસેમિક સેવન લોહીમાં સુગરના સ્તરને નિયંત્રિત કરે છે. વરસાદની ઋતુમાં મળતું આ શાક ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદાકારક છે.
તેમાં હાજર ફાઈટો ન્યુટ્રિઅન્ટ, પોલીપેપ્ટાઈડ-પી, શરીરમાં હાજર વધારાની ખાંડના સ્તરને ઘટાડવામાં મદદ કરે છે. કંકોડાનું નિયમિત સેવન શુગરનું સ્તર ઘટાડવામાં અસરકારક છે.
બ્લડ પ્રેશરને કંટ્રોલ કરે છેઃ કંકોડા નું સેવન કરવાથી બ્લડપ્રેશર કંટ્રોલમાં રહે છે. જો તમે હાઈ બ્લડ પ્રેશરની સમસ્યાથી પરેશાન છો તો કંકોડાનું શાક અથવા તેના રસનું સેવન કરો. કંકોડામાં જોવા મળતા એન્ટિ-હાયપરટેન્સિવ ગુણો હાઈ બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે.
ગર્ભાવસ્થામાં ફાયદાકારકઃ ગર્ભાવસ્થા દરમિયાન આ શાકભાજીનું સેવન કરવાથી સ્ત્રી અને બાળક બંનેને ફાયદો થાય છે. તે જ્ઞાનતંતુઓની ખામીઓને ઘટાડવામાં મદદ કરે છે.
હવે ચોમાસાની સીઝન શરુ થઇ છે અને આ શાકભાજી હવેથી તમને બજારમાં જોવા મળશે. જો તમે ડાયાબિટીસના દર્દી છો તો તમારે આ શાકભાજીનું સેવન ચોક્કસ કરવું જોઈએ. આ શાકભાજી સ્વાસ્થ્ય માટે ઘણું બધું ફાયદાકારક છે.
જો તમને કંકોડા શાકભાજી વિષે માહિતી પસંદ આવી હોય તો તમારા મિત્રોને જરૂરતી જણાવો અને આવી જ માહિતી વાંચવા માટે અમારી સાથે જોડાયેલા રહો.