દરેક ઋતુમાં એવા કેટલાક ફળ મળી આવે છે જેને ખાવાથી શરીરને ઘણા બધા ફાયદાઓ મળી રહે છે. ફળો ખાવામાં ખુબ જ સ્વાદિષ્ટ હોવાની સાથે કેટલાક પોષક તત્વોથી સમૃદ્ધ હોય છે. જેથી તેનું સેવન કરવાથી સાથે જ શરીરમાં રોગપ્રતિકારક શક્તિ માં વધારો થઈ જાય છે.
જે શરીરના દરેક અંગોને સ્વસ્થ અને કાર્યશીલ બનાવે છે. તે શરીરને ભરપૂર ઉર્જા આપવાની સાથે સ્વાસ્થ્યને લગતી અનેક પ્રકારની તકલીફમાં રાહત આપે છે. તમે જાણતા જ હશો કે આજના સમયમાં લોકો 55 વર્ષની ઉંમર થઈ જાય છે તે સમયે હાડકા સંબધિત સમસ્યાથી પીડાતો જોવા મળે છે.
હાડકા નબળા થવા પાછળ વ્યક્તિ પોતે જ જવાબદાર છે. પરંતુ જો તમે 55 વર્ષની ઉંમર શરીરને સ્વસ્થ અને હેલ્ધી બનાવી રાખવાની સાથે હાડકાને મજબૂત બનાવી રાખવા માંગતા હોય તો રોજે તમારે એક કેળા ખાવું જ જોઈએ. તમે જાણો છો કે કેળાં બજારમાં ખુબ જ આસાનીથી મળી આવે છે.
તમને જણાવી દઉં કે કેળામાં ઘણા બધા પોષક તત્વોનો ખજાનો મળી આવે છે, કેમ કે, વિટામિન-સી, પ્રોટીન, કેલ્શિયમ, આયર્ન, સોડિયમ, ફાયબર જેવા અન્ય વિટામિન તત્વો મળી આવે છે, જે શરીરના દરેક અંગોને જરૂરી પોષક તત્વોની કમી ને પુરી કરી દેશે.
ઘણા ઓછા લોકો રોજે કેળાનું સેવન કરતા હોય છે, પરંતુ તમને જણાવી દઉં કે જો તમે નાની ઉંમર થી જ કેળા ખાવાનું ચાલુ કરી દેશો તો તમે 55 વર્ષ તો ખરા પણ તમે 80 વર્ષ ના થશો તો પણ તમારા હાડકા એકદમ મજબૂત રહેશે, આ સાથે હાડકા ને લગતી કોઈ સમસ્યા તમને થશે નહીં. હવે રોજે એક કેળું ખાવાથી થતા સ્વાસ્થ્ય ફાયદાઓ વિષે જણાવીશું.
આજના સમયમાં વ્યક્તિને ખોરાક લેવાની કેટલીક ખરાબ કુટેવ અને અનિયમિત જીવન શૈલી ની સાથે ઋતુમાં થતા પરિવર્તન ના કારણે વ્યક્તિ અનેક વાયરલ બીમારીના શિકાર ખુબ જ ઝડપથી બની જતા હોય છે, જેના કારણે શરીરમાં રોગો સામે લડવાની રોગપ્રતિકારક શક્તિ ઘટી જાય છે આ માટે જો તમે કેળાનું સેવન કરશો તો રોગપ્રતિકારક શક્તિમાં વધારો થશે અને અનેક વાયરલ બીમારીથી બચી શકો છો.
આજના સમયમાં મોટાભાગના લોકો કોઈ પણ કામ કરે તે સમયે ખુબ જ ઝડપથી થાકી જતા હોય છે આ સાથે આળસુ પણ થઈ જતા હોય છે, જો તમે આ પરિસ્થતિ થી પીડાઈ રહ્યા છો તો કેળાને રોજિંદા આહારમાં સમાવેશ કરવો જોઈએ. જે કમજોર પડી ગયેલ એનર્જી લેવલને વધારે છે કામ કરવાની ઉત્સુકતામાં વધારો કરે છે. જેથી કોઈ કમ કરવામાં આળસ નો સામનો કરવો નહીં પડે.
આમ તો દરેક વ્યક્તિ લાંબા સમય સુધી જુવાન ને સુંદર દેખાય તેવો પ્રયત્ન કરતા હોય છે પરંતુ વ્યક્તિની આજની બદલાયેલ જીવન શૈલી અને પોષક તત્વોના અભવનાં કારણે એ સમય નથી, પરંતુ જો તમે પોષક તત્વોથી ભરપૂર પાકા કેળાને રોજિંદા આહારમાં સમાવેશ કરશો તો વધતી ઉંમરે ચહેરા પર દેખાતા વૃદ્ધાવસ્થાના ચિન્હો પણ દૂર થશે અને ત્વચાને જુવાન અને સુંદર બનાવી રાખવામાં મદદ કરશે.
આ ઉપરાંત આજે મોટાભાગના લોકો બહારનું ખાવાનું વધારે પસંદ કરે છે પરંતુ બહારનો ખોરાક ખાવાથી અને ભરપેટ કોઈ પણ ખોરાક ખાવાથી પાચન સારી રીતે થતું નથી જેથી પેટને લગતા રોગો થતા હોય છે, પરંતુ જો તમે ફાયબરથી ભરપૂર કેળા ખાઈ લેશો તો પેટ એકદમ સાફ રહેશે અને પેટને લગતા અનેક રોગો પણ દૂર રહેશે.
કેળામાં ખુબ જ સારા પ્રમાણમાં કેલ્શિયમ મળી આવે છે, જે હાડકાને જરૂરી પોષક પૂરું પાડે છે, જેથી નાની ઉમર હાડકાને લગતી સમસ્યા હોય તો કેળા ખાઈ શકો છો, આ ઉપરાંત જો તમારે 55 વર્ષની ઉમર પછી પણ હાડકાને એકદમ મજબૂત બનાવી રાખવા હોય તો પણ કેળાને રોજે આહારમાં સમાવેશ કરવો જોઈએ.
જો તમે કેળા ખાઓ છો તો હંમેશા પાકા કેળા જ ખાવા જોઈએ, જે શરીરને ખુબ જ સારા પ્રમાણમાં ફાયદો આપે છે અને જરૂરી પોષક તત્વોની કમીને પુરી કરે છે. આ ઉપરાંત તમારા શરીરમાં લોહીની ઉણપ હોય તો પણ ખાઈ શકો છો, આ સિવાય હાઈબ્લડ પ્રેશર ની સમસ્યાથી પીડિત છો તો કેળાં ખાવાથી કંટ્રોલમાં રહે છે.