આજે તમને જણાવીશું માત્ર 21 દિવસ કેરી ખાવાથી થતા ફાયદા વિષે. બજારમાં ઘણીં બધી કેરીઓ જોવા મળે છે પરંતુ આજે અમે તમને આપણા ઘરે જ દાબો નાખેલી અને કુદરતી રીતે પકવેલી પાકી કેરી ખાવાના ફાયદા વિષે જણાવીશું.
કાચી કેરી કરતા પાકી કેરીમાં જુદા જુદા કુદરતી તત્વો વિટામિન્સ, ફાઇબર, કાર્બોહાઇડ્રેટ, પ્રોટીન, કેલ્શિયમ જેવા પોષક તત્વો ભરપૂર માત્રામાં હોય છે. કુદરતી રીતે પાકેલી ડાબો નાખેલી કેરી ખાવાથી શરીરમાં સપ્તધાતુ એટલે કે રસ, રક્ત માંસ, મેદ, અસ્થિ મજ્જા,અને વીર્યની વૃદ્ધિ થાય છે.
સપ્તધાતુ આપણા શરીર માટે ખુબજ જરૂરી છે. હવે જાણીએ તેના ફાયદા વિષે. એક કપ કેરીમાં 99 કેલરી અને 0.6 ગ્રામ ફેટ, 1.7 મિલિગ્રામ સોડિયમ, 277.2 મિલિગ્રામ પોટેશિયમ, 2.6 ગ્રામ ડાયેટરી ફાઇબર, 23 ગ્રામ શુગર, 1.4 ગ્રામ પ્રોટીન, 35 ટકા વિટામીન એ,
9.7 ટકા વિટામીન ઇ, 6.5 ટકા વિટામીન બી5, 6 ટકા વિટામીન કે, 100 ટકા વિટામીન સી, 10 ટકા વિટામીન બી-6, 1 ટકા કેલ્શિયમ, અને 1 ટકા આયરન હોય છે. તો ચાલો જાણીએ ફળોમાં જેને રાજા કહેવામાં આવે છે તેવી પાકી કેરી વિષે.
આંખોની રોશની સુધારે: પાકેલી કેરી માં વિટામીન એ ભરપુર માત્રામાં હોય છે આથી પાકી કેરીનું સેવન કરવાથી આંખોની રોશની સુધરે છે કારણકે એક કપ કેરીના રસમાં વિટામીન એનો 25 %ભાગ આપણા શરીરને મળે છે. જેનાથી આપણા આંખોની રોશની તેજ થાય છે.
વજન વધારવા: વજન ઘટાડવાના ઘણા ઉપાયો છે પરંતુ આજે તમને વજન વધારવા વિષે જણાવીશું. જે લોકોનું વજન ઓછું છે અને વજન વધારવા માંગે છે તેવા લોકો માટે કેરી ઉત્તમ માનવામાં આવે છે કારણે કે 150ગ્રામ કેરીમાંથી 89 કેલરી મળે છે જે તમારું વજન નેચરલ રીતે વધારવામાં મદદરૂપ સાબિત થાય છે. આથી કેરીને તમારા ડાયેટનો ભાગ જરૂર બનાવો.
મોના ચાંદા દૂર થાય: ઉનાળાની શરૂઆત થતાંજ મોંમાં અવારનવાર ચાંદા પડવાની શરૂઆત થઇ જાય છે. જો તમે પણ મોમાં ચાંદા પડવાની સમસ્યાથી પરેશાન થતા હોવ તો પાકી કેરીને ચૂસવી. ત્યારબાદ એક ક્લાક સુધી પાણી ન પીવું અને એક ક્લાક પછી ગાયનું દૂધ પીવો. આ ઉપાય કરવાથી મોમાં ચાંદાની સમસ્યા દૂર થઇ જશે.
હરસ (મસા) ને મટાડે: દિવસમાં 2 થી 3 વાર અડધો ગ્લાસ કેરીનો રસ, નાની વાટકીમાં સહેજ દહીં અને એક ચમચી આદુના રસ ને સારી રીતે મિક્સ કરીને પીવાથી હરસ (મસા) મટે છે.
કબજીયાત અને પેટના રોગો દૂર કરે: ઘણા લોકોને પેટની ઘણીં બધી સમસ્યાઓ થાય છે પરંતુ તમને જણાવીએ કે પાકેલી કેરીને પેટના રોગો અને કબજિયાત માટે અદભુત ઔષધી ગણવામાં આવે છે. ઉનાળાની ગરમીમાં પાકેલી કેરી નો રસ પીવાથી શરીરમાં શક્તિ પ્રાપ્ત થાય છે આ સાથે તેમાં લોહતત્વ હોવાથી નબળા પાચનતંત્રને બજબુત બનાવે છે.
અતિસારની સમસ્યા દૂર થાય: કેરીના 50 ગ્રામ રસમાં 17 ગ્રામ દહીં અને 3 ગ્રામ આદુનો રસ ભેળવી દિવસમાં બે થી ત્રણ વખત સેવન કરવાથી અતિસારની સમસ્યા દૂર થાય છે.
નબળાઈ દૂર કરે: કુદરતી રીતે પાકેલી કેરીને ગોલીને અને ચૂસીને ખાવાથી આંખના રોગોમાં ઘણો લાભ થાય છે આ સાથે તે પેટને સર્વોત્તમ રીતે શાંત રાખનારી છે. કેરીના રસને દૂધમાં નાખીને પીવાથી શરીરમાં નબળાઈ દૂર થાય છે
શરીરમાં ગ્લો લાવવા: પાકી કેરીમાં વિટામિન અને ન્યુટ્રીયંસ હોય છે, આ સાથે તેમાં વિટામિન સી, પ્રાકૃતિક ફ્રુટ એસીડ અને બિટા કેરોટિન હોય છે, જે શરીરમાં ગ્લો લાવવા જરૂરી છે. અને આની શરીરમાં કોઈ જ સાઈડ ઈફેક્ટસ થતી નથી.