ખજૂર એ એક ફળ છે જે ખૂબ ઊંચાઈએ ઉગે છે. લાલ, મીઠી અને રસદાર ખજૂર અનેક ગુણોથી ભરપૂર હોય છે. તેમાં કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન, ફેટ, કોલેસ્ટ્રોલ, ફાઈબર, વિટામીન A, વિટામીન K, પોટેશિયમ, કેલ્શિયમ, સોડિયમ, મેગ્નેશિયમ, આયર્ન જેવા ઘણા પોષક તત્વો હોય છે, જે રોગોને દૂર રાખવા માટે ખૂબ જ ફાયદાકારક છે. તો ચાલો જાણીએ તેના ફાયદાઓ .
ખજૂરમાં પોટેશિયમ ભરપૂર હોય છે, જે હૃદય માટે ખૂબ જ ફાયદાકારક છે. દરરોજ રાત્રે 2 થી 3 ખજૂરને પાણીમાં પલાળી રાખો અને સવારે દૂધ સાથે તેનું સેવન કરો. આનાથી હૃદયની સમસ્યાઓથી છુટકારો મળે છે અને ભવિષ્યમાં હૃદયની બીમારી થવાની સંભાવના ઓછી થાય છે.
એનિમિયા રોગના કિસ્સામાં ખજૂરનું સેવન કરવું જોઈએ. ખજૂરનું સેવન કરવાથી હિમોગ્લોબિન વધે છે અને લોહીની ઉણપ દૂર થાય છે. ખજૂરમાં ભરપૂર માત્રામાં આયર્ન જોવા મળે છે, જે લોહી વધારવામાં મદદરૂપ છે. ખાસ કરીને મહિલાઓમાં લોહી ઓછું જોવા મળે છે તેથી મહિલાઓએ ખજૂરનું સેવન ચોક્કસ કરવું જોઈએ.
જો તમને કબજિયાતની સમસ્યા હોય તો, એક કપ ગરમ પાણીમાં બે ખજૂર નાખો અને થોડી વાર રહેવા દો . ત્યારબાદ ખજૂર ખાઓ અને એક કપ પાણી પણ પીવો. આનાથી ખજૂરનું ફાઈબર કબજિયાતને ઝડપથી દૂર કરે છે .
જો તમે પાતળા છો અથવા દુર્બળતા દૂર કરવા માંગો છો તો, દરરોજ સવારે એક ગ્લાસ ગરમ દૂધ સાથે 4 થી 5 ખજૂર લો. તેનાથી પાતળાપણું ઝડપથી દૂર થશે. જે લોકોને લો બ્લડ પ્રેશરની સમસ્યા હોય તો ખજૂરનું સેવન હંમેશા કરવું જોઈએ. તેનાથી લો બ્લડ પ્રેશર કંટ્રોલમાં રહે છે .
ખજૂરમાં ભરપૂર કેલ્શિયમ હોય છે તેથી દરરોજ ખજૂરનું સેવન કરવાથી શરીરને પુષ્કળ પ્રમાણમાં કેલ્શિયમ મળે છે, જે હાડકાંને મજબૂત બનાવે છે. નબળા હાડકાવાળા લોકો માટે ખજૂરનું સેવન ફાયદાકારક સાબિત થાય છે. દરરોજનું ખજૂરનું સેવન ઘડપણમાં હાડકાની સમસ્યા થવા દેતું નથી.
દાંત સંબંધિત સમસ્યાઓથી છુટકારો મેળવવા માટે ખજૂરનું સેવન ફાયદાકારક છે. તેને ચાવવાથી પેઢાં મજબૂત થાય છે અને પેઢાંમાંથી લોહી આવતું બંધ થાય છે. ખજૂર ખાવાથી ગર્ભવતી મહિલાઓને ઘણા ફાયદા થાય છે . તે શરીરની થાક અને નબળાઈને દૂર કરીને એનર્જી લેવલને વધારે છે .
દરરોજ ખજૂરનું સેવન કરવાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે અને વધારાની ઉર્જા શરીરમાં રહે છે. આંખોની રોશની વધારવામાં પણ ખજૂર મદદરૂપ છે . ખજૂરમાં વિટામિન A હોય છે જે આંખો માટે ખૂબ જ ફાયદાકારક છે. ખજૂરનું નિયમિત સેવન કરવાથી આંખોની રોશની વધે છે.