જો તમે પણ નાની નાની વાત માં દવાખાન જવું આપણા માટે યોગ્ય નથી. આપણા રસોડામાં એવી કેટલીક વસ્તુનો ઉપયોગ કરીને તમે દવા બનાવી શકો છો. પરંતુ તે કોઈ જાણતું નથી. જેના કારણે આપણે દવાખાનના ચક્કર લગાયા કરીયે છીએ. ઘણી વખત એવું પણ થાય છે કે,
બીમારી સાવ નાની હોય પણ તમે તેને ધરેલું ઉપાય થી કેવી રીતે દૂર કરી શકાય તે તમે જાણતા નથી. માટે અમે તમારા માટે એવા કેટલાક ઘરેલું ઉપાય લાવ્યા છીએ, જેથી તમે નાના-મોટા રોગોને દૂર કરી શકો. તો ચાલો જાણીએ તે 10 ઘરેલું ઉપાય વિશે વધુ માહિતી.
ઘરેલુ ઉપાય : (1) ઉઘરસ : જો તમને ઉઘરસ હોય તો તમે કાળામરીનો પાવડર અને એક ચમચી મઘ ઉમેરો. મિક્સ કરીને ચૂર્ણ બનાવો. તેને દિવસમાં 3-4 વખત ચાટવું. આમ કરવાથી જલ્દી ખાંસીમાં રાહત થશે. (2)ત્વાચા રોગ : કાળામરીને પીસી લો, પીસી લીધેલા ચૂર્ણમાં ઘી નાખી મિક્સ કરો.
ત્યારબાદ તેને ચામડી પર લાગવી દો. ચામડીના રોગ માં રાહત થશે. (3) પેટમાં કૃમિ : જો તમારા પેટમાં કરમિયા ની સમસ્યા હોય તો કાળામરીનો પાવડર બનાવીને 1 ગ્લાસ છાસ માં મિક્સ કરીને પી જવું. આ ઉપરાંત તમે દ્રાક્ષ ની સાથે કાળાંમરીને દિવસમાં 3 વાર ખાઈ જવા. જેથી તમરા પેટના કીડાને મારી નાખશે.
(4) ગાળાની સમસ્યા : જો તમારો અવાજ બેસી ગયો હોય તો કાળામરીને સાકાર અને ઘી સાથે મિક્સ કરીને ચાટવાથી ગળું ખુલ્લું થઈ જાય છે. અથવા કાળામરીના 7-8 દાણાને ગરમ પાણીમાં નાખીને કોગળા કરવાથી ગાળાનું ઇન્ફેક્શન દૂર થાય છે. (5) ચહેરાના દાગ : કાળામરીનું સેવન કરવાથી ચહેરા પરના ખીલ ,દાગ , કરચલી જેવી સમસ્યા દૂર થાય છે.
(6) હરસ : જો તમને બવાસીરની સમસ્યા છે તો તમે સાકર, જીરું અને કાળામરી આટલી વસ્તુ મિક્સ કરીને તેનો પાવડર બનાવી દો.અને તે પાવડરનું સવાર અને સાંજ 1 ચમચી ખાઈ જવું. જેથી બાવાસીર ની સમસ્યા માં રાહત મળે છે.
આ ઉપરાંત તમારે બહારના જંકફૂડ થી દૂર રહેવું. (7) દાંતની સમસ્યા : જો તમારા દાંત ખરાબ થઈ ગયા હોય, દુખાવો થતો હોય તો તમે કાળાંમરીના દાણા ચાવીને ખાવા. જેથી દુખાવામાં આરામ મળશે.
(8) યાદશક્તિ વધારવા : જો તમારી યાદશક્તિ નબળી હોય તો તમે કાળામરીના પાવડર માં મધ મિક્સ કરીને દિવસમા 2 વખત સેવન કરવું. તેનાથી ચોક્કસ લાભ થશે.
(9) પેટની સમસ્યા : જો તમને એસિડિટી, ગેસ જેવી સમસ્યા હોય તો તમે કાળાંમરીના પાવડર, મીઠું, લીંબુ નો રસ મિક્સ કરી તેનું સેવન કરવાથી ગેસ, અપચો જેવી અન્ય સમસ્યા માં રાહત થશે.
(10) શરદી : ખાંસી થઇ હોય તો કાળાંમરીના દાણાનું સેવન દિવસમાં 3 વખત કરવો. કાળામરીમાં તીખાશ હોવાથી નખ અને ગળાની સમસ્યા દૂર કરે છે. કાળામરી શરદી માટે ખુબ જ ઉપયોગી સાબિત થશે. તમે કાળામરીને દૂધમાં નાખીને પણ સેવન કરી શકો છો. જેથી શરદીની સમસ્યા દૂર થાય છે.