કિડની આપણા શરીરનું સૌથી મહત્વનું અંગ છે. આ માટે કિડની ને સ્વસ્થ રાખવા માટે સોડિયમ, ફોસ્ફરસ અને પોટેશિયમ ઓછી માત્રામાં હોય તેવી વસ્તુ ખાવી જોઈએ. આ ઉપરાંત એન્ટી ઓક્સીડેન્ટ થી ભરપૂર હોય તેવી વસ્તુ ખાવાથી કિડની સ્વસ્થ અને હેલ્ધી રહે છે.
આજે આ લેખમાં એવા કેટલાક હેલ્ધી ફૂડ વિષે જણાવીશું જેનું સેવન નિયમિત પણે કરવાથી આજીવન કિડની સ્વસ્થ અને હેલ્ધી રહેશે. આ વસ્તુઓ આપણા સ્વાસ્થ્ય માટે ખુબ જ ગુણકારી અને ફાયદાકારક છે.
દાડમનો જ્યુસ: દાડમ આપણા શરીરના સ્વાસ્થ્ય માટે ખુબ જ ગુણકારી છે, જેનો રસ બનાવીને પીવાથી કિડની માટે પણ ખુબ જ લાભદાયક છે. દાડમના જ્યૂસ પીવાથી ઈન્ફલિમેશન ને ઓછું કરે છે અને શરીરમાં ફ્રી રેડિકલ્સ ના કારણે થતી સમસ્યાથી બચાવે છે. માટે કિડનીને સાફ અને સ્વસ્થ બનાવી રાખવા માટે દાડમનો જ્યુસ અઠવાડિયામાં એક – બે વખત જરૂર પીવો જોઈએ.
પપૈયા: શરીરના સ્વાસ્થ્ય માટે દરેક ફળ ખાવા થી ખુબ જ ફાયદો થાય છે, પરંતુ કિડની ને લગતી બીમારી હોય તેમને પપૈયાને ડાયટમાં સમાવેશ કરવો જોઈએ. તેમાં પોટેશિયમ ખુબ જ ઓછી માત્રામાં હોય છે જે બ્લડપ્રેશર ને નિયત્રંણમાં રાખે છે. વધારે પડતું બ્લડ પ્રેશર કિડની ની બીમારીનું જોખમ વધારે છે માટે કિડનીને સ્વસ્થ રાખવા પપૈયાને ડાયટમાં સમાવેશ કરી શકાય.
કોબીજ અને ફુલાવર: કોબીજ અને ફુલાવર કિડની ની બીમારીને દૂર કરવામાં ખાઈ શકાય છે, તેમાં પોટેશિયમ, ફોસ્ફરસ, સોડિયમ ઓછું હોય છે. આ ઉપરાંત તેમાં ફાયબર અને એન્ટી ઓક્સીડેન્ટ ભરપૂર માત્રામાં મળી આવે છે જે કિડનીને સ્વસ્થ બનાવી રાખવામાં મદદ કરે છે,
માટે કિડનીને હેલ્ધી બનાવી રાખવા તેનું સેવન કરી શકાય છે. તે કિડની ઉપરાંત ડાયજેશન સિસ્ટમ ને મજબૂત બનાવે છે જે ખોરાકને ઝડપથી પચાવામાં મદદ કરે છે. આ સિવાય યુરિન માર્ગ ને પણ સ્વસ્થ રાખે છે.
અનાનસ: અનાનસ ખાવામાં ખુબ જ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક છે, તેમાં પોટેશિયમ ની માત્રા ઓછી હોય છે જે કિડની માટે ખુબ જ ફાયદાકારક માનવામાં આવે છે. આ ફળ માં ફાયબર, વિટામિન-સી, મગેનીઝ મળી આવે છે, જે કિડનીને સ્વસ્થ બનાવી રાખવાની સાથે રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે.
કિડનીને ખરાબ ના થવા દેવા માટે નિયમિત પાને રોજે યોગા, વ્યાયામ, અને હળવી કસરત કરવી જોઈએ આ સાથે દિવસ દરમિયાન વધારે માં વધારે આશરે 4 લીટર પાણી પીવું જોઈએ. જે કિડની માટે ખુબ જ જરૂરી છે. દરરોજ આટલા લીટર પાણી પી જાઓ કિડની કયારેય ખરાબ નહિ થાય
શરીરમાં આવેલ મહત્વ પૂર્ણ અંગ કિડનીને સ્વસ્થ બનાવી રાખવા માટે આ હેલ્ધી ફૂડ નું સેવન કરવું ખુબ જ ફાયદાકારક છે. જે કિડની સંબધિત રોગોથી બચાવે છે. માટે તેનું નિયમિત પણે સેવન કરવાથી કિડનીમાં જમી ગયેલ બધી જ ગંદકી ને દૂર કરે છે ને કિડનીને સ્વસ્થ બનાવી રાખવામાં મદદ કરે છે.