અત્યારના સમયમાં દરેક લોકોનું જીવન ભાગદોડ વાળું થઈ ગયું છે, જેના કારણે તે લોકો પોતાના સ્વાસ્થ્ય પર ખુબ જ ઓછું ધ્યાન આપતા હોય છે. આજકાલ લોકો ને બહારનું ખાવાના શોખીન હોય છે. જેના કારણે શરીરમાં અનેક બીમારી થતી હોય છે. જેના કારણે આપણા જીવન પર અસર થાય છે.
ધણી વખત આપણા શરીરના મહત્વના અંગો પર તેની અસર થતી હોય છે. અને આપણે દવાખાન જવું પડતું હોય છે. અત્યારના સમયમાં એવા ઘણા બધા કિસ્સાઓ વધતા જોવા મળે છે.
તો આપણે આપણા સ્વાસ્થ્ય ને સ્વસ્થ રાખવા માટે આપણે શરીર નું ખુબ જ ધ્યાન રાખવું જોઈએ. બને ત્યાં સુધી બહારનું ખાવાનું ઓછું કરી દેવું જોઈએ. જેથી આપણું શરીર સ્વસ્થ અને સુરક્ષિત રહી શકે. તમારા શરીરમાં આ ચાર સંકેત દેખાય તો સાવધાન થઇ જાઓ, તે સમસ્યા કિડની પણ હોઈ શકે છે
1) શરીરના દરેક અંગ ખુબ જ મહત્વનું કામ કરતા હોય છે. તેવી જ રીતે આપણા શરીરનું એવું જ એક અંગ કિડની છે જે ખુબ જ મહત્વની ભૂમિકા ભજવે છે. આપણા શરીરમાં બે કીડનીઓ આવેલી છે. બે માંથી એક કિડની ને નુકસાન થાય તો પણ બીજી કિડની પર માણસ જીવી શકે છે. જો તમારી કિડની ખરાબ થતી હોય તો તે ના સંકેતો થોડા દિવસ પહેલા જ જોવા મળે છે.
2) ઘણી વખત અચાનક જ શરીરમાં બીપી વધી કે ધટી જવાની સમસ્યા પણ થાય છે. ધણી વાર આ સમસ્યા જીવલેણ પણ થઇ શકે છે. તો તમને આવી કોઈ સમસ્યા થઈ જાય, તો તમે તાત્કાલિક ડોક્ટરની સલાહ લઈને તેનો ઈલાજ ચાલુ કરવો જોઈએ.
3) જો તમારા શરીરમાં બ્લડની ઉણપ થાય તો પણ કિડની ને નુકસાન થઇ શકે છે. માટે તમને જો આ સંકેત દેખાય તો તાત્કાલિક ડોક્ટરની સલાહ લેવી જોઈએ. બ્લડની ઉણપ દૂર કરવા માટે તમારે કેલ્શિયમ યુક્ત ખોરાક વધારે પ્રમાણ માં લેવો જોઈએ. જેથી બ્લડ ની સમસ્યા દૂર થાય.
4) જો તમારા શરીરમાં કોઈ પણ જગ્યા ઇજા થઇ હોય અથવા કોઈ પણ જગ્યાએ સોજો આવે છે અને ધણી વાર એવું પઆણ બને છે કે શરીરમાં કઈ ઈજા ના થઇ હોય અને તમને સોજો આવે તો તમારે તાત્કાલિક ડોક્ટર ની સલાહ લેવી જોઈએ. જેથી એનું નિરાકરણ જલ્દી આવે નહીં તો એ ભયંકર પણ થઇ શકે છે.