દરેક શાકભાજી અને ફળોનું સેવન સ્વાસ્થ્ય માટે ખુબજ ફાયદાકારક હોય છે. કિવીનું સેવન પણ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. તે સ્વાસ્થ્ય માટે વરદાનથી ઓછું નથી. કિવીનું સેવન નસોમાં કોલસ્ટ્રોલ જામવુ , જુના કબજિયાત, અનિંદ્રા, રોગપ્રતિકારક શક્તિ વધારવા , વજન ઘટાડવા તેમજ બ્લડપ્રેશરથી લઈ તાવ અને શરદી જેવી બીમારો માં ખુબજ અસરકાર છે.
કિવી વિટામિન્સ અને મિનરલ્સથી ભરપૂર હોય છે. તેમાં વિટામિન-સી, વિટામિન-ઇ, પોટેશિયમ અને અન્ય ઘણા પોષક તત્વો હાજર હોય છે. તેનાથી સ્વાસ્થ્યને અનેક રીતે ફાયદો થાય છે. તો આવો જાણીએ, કીવીના ફાયદા.
કોલેસ્ટ્રોલ ઓછું કરે : આજના સમયમાં હાઈ કોલેસ્ટ્રોલ એક સામાન્ય સમસ્યા થઇ ગઈ છે. અને દુનિયા ભરમાં ખુબજ ઝડપથી વધી રહી છે. શરીરમાં ખરાબ કોલેસ્ટ્રોલ વધવાથી ,ગંભીર નુકશાન થઇ શકે છે. એલ ડી અલે અને કુલ કોલેસ્ટ્રોલ ના સ્તર ને નિયંત્રિત રાખવા માટે કીવી ફળ ખાવું જોઈએ.
હાઈ બ્લડ પ્રેશર ઘટાડવામાં મદદરૂપ: કીવીમાં પોટેશિયમ પૂરતી માત્રામાં જોવા મળે છે. જે હાઈ બ્લડ પ્રેશરને સામાન્ય રાખવામાં મદદ કરે છે. જે લોકોને હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા હોય તેઓ તેમના આહારમાં કીવીનો સમાવેશ કરી શકે છે.
અનિંદ્રા દૂર કરે: આજના સમયમાં ઘણા લોકો અનિંદ્રાની સમસ્યાથી પીડાઈ રહ્યા છે. ઘણા લોકો ઊંઘની ગોળીઓ લઈને સુવે તો જ તેમને ઊંઘ આવે છે. જો તમે પણ અનિંદ્રાની સમસ્યાથી પરેશાન થઇ ગયા છો તો સુવાના સમય થી એક કલાક અગાઉ બે કીવી ફળનું સેવન કરો. તેનાથી ઊંઘની ગુણવત્તા માં સુધારો થાય છે..
વજન ઘટાડવામાં મદદરૂપ : જો તમે વજન ઓછું કરવા માંગો છો, તો તમે કીવીને આહારનો ભાગ બનાવી શકો છો. તેમાં હાજર ફાઈબર ભૂખ લાગવાની પ્રક્રિયાને ઘટાડે છે. જેના કારણે તમે ઓછું ખાઓ છો અને વજન ઘટાડવામાં મદદ કરે છે.
હૃદય માટે ફાયદાકારક : કીવીમાં પોટેશિયમ, વિટામિન-સી અને એન્ટી-ઓક્સીડેન્ટ ગુણો મળી આવે છે, જે હૃદયને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. જેના કારણે તમે હૃદય સંબંધિત બીમારીઓથી બચી શકો છો.
પાચન તંત્ર સુધારે છે : કીવીમાં ફાઈબર પૂરતી માત્રામાં જોવા મળે છે. જે કબજિયાત અને ગેસની સમસ્યાને દૂર કરવામાં મદદરૂપ છે. રોજ કિવિના સેવનથી જુના કબજીયાતની સમસ્યાથી પીડિત વ્યક્તિને પણ સહાય મળે છે.
કોલેસ્ટ્રોલને નિયંત્રિત કરવામાં મદદરૂપ : શરીરમાં ખરાબ કોલેસ્ટ્રોલને નિયંત્રિત કરવા માટે કીવીને આહારમાં સામેલ કરી શકાય છે. તેના ઉપયોગથી વધતા કોલેસ્ટ્રોલની માત્રા ઘટાડી શકાય છે.
વાળ માટે ફાયદાકારક : કીવીમાં વિટામિન-ઇ, વિટામિન-સી અને અન્ય પોષક તત્વો મળી આવે છે, જે વાળ માટે ખૂબ જ ફાયદાકારક છે.
રોગપ્રતિકારક શક્તિ માટે ફાયદાકારક : કીવીમાં હાજર વિટામિન-સી રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવવામાં મદદ કરે છે. રોગપ્રતિકારક શક્તિ વધારવા માંગો છો, નિયમિતપણે કીવીનું સેવન કરી શકો છો. જેના કારણે તમે ઘણા પ્રકારના ઈન્ફેક્શનથી બચી શકો છો.
કીવી ખાવાથી અમુક લીકોને એલર્જીની સમસ્યાઓ થઇ શકે છે. તેથી વિવિધ એલેર્જી વાળા લોકોએ ડોક્ટરની સલાહ લઇને પછી જ કિવીનું સેવન કરવું. જો તમે પણ કિવીનું સેવન કરો છો તો તમને પણ અહીંયા જણાવેલ બધા જ ફાયદાઓ થઇ શકે છે.