કોથમીર ભારતીય રસોઈની સાન માનવામાં આવે છે. તેને રસોઈમાં નાખીને ખાવામાં આવે તો તેનો અનોખો સ્વાદ મળી આવે છે. માટે દરેક ના રસોઈના દાળ અને વિવિધ શાકમાં કોથમીર ઉપયોગ કરે છે. કહેવામાં આવે છે કે જે કોથમીર ખાય તેની આંખો હંમેશા તેજસ્વી રહેં છે.
હા તે એકદમ સત્ય છે. તમે એટલું સાંભયું હશે કે કોથમીર રસોઈનો સ્વાદ વઘારે છે પરંતુ તે માત્ર સ્વાદ નથી વઘારતું તે ઔષઘીય ગુણોથી ભરપૂર છે. તેને અંગ્રેજીમાં કોરીએન્ડર નામથી ઓળખાય છે. કોથમીર ઘણા રોગોને કંટ્રોલમાં લાવવામાં ખુબ જ ઉપયોગી છે.
કોથમીર નાના મોટા દરેક વ્યક્તિ સેવન કરી શકે છે. ચાહે તે ગરીબ હોય કે અમીર દરેક વ્યક્તિ તેને સરળતાથી ખરીદીને ખાઈ શકે છે. આજે અમે તમને કોથમીરના ફાયદા વિશે જણાવીશું. તાજી કોથમીર આપણા સ્વાસ્થ્ય માટે ખુબ જ લાભદાયક છે. તેમાં વિટામિન-એ, ફાયબર, મિનરલ, પ્રોટીન, વિટામિન-સી, મેગ્નેશિયમ, કેલ્શિયમ, પોટેશિયમ જેવા તત્વોથી ભરપૂર છે.
પાચનશક્તિ વઘારે: કોથમીર પેટને લગતી અનેક સમસ્યા ને દૂર કરવામાં મદદ કરે છે. પાચનક્રિયાને યોગ્ય અને સારી બનાવવા માટે અડઘો ગ્લાસ પાણી અને તેમાં થોડી કોથમીર નાખીને મિક્સર માં પીસીને તેનો જ્યુસ બનાવી લેવો ત્યાર પછી તેને પીવાથી પેટ સાફ રહે છે અને અપચા ની સમસ્યા એ દૂર કરીને પાચનક્રિયાને સુઘારે છે.
થાક અને નબળાઈને દૂર કરે: મોટાભાગે દરેક વ્યક્તિ થાક એન નબળાઈથી ખુબ જ પરેશાન હોય છે તેમના માટે કોથમીરનું સેવન જડીબુટી સમાન છે. માટે કોથમીરના અડઘા ગ્લાસ જ્યુસમાં એક ટુકડો દેશ ગોળનો નાખીને દિવસમાં એકવખત પી જવું જેથી શરીરમાં થાક અને નબળાઈ દૂર થઈ જશે અને આખો દિવસ ઉર્જાવાન રહેશે.
આંખો માટે: આખોનું તેજ વધારવા માટે કોથમીર ખુબ જ ઉપયોગી છે. માટે દરરોજ કોથમીરની ચટણીનું સેવન કરવું જોઈએ. બાળકો માટે કોથમીરનું સેવન કરાવવું જોઈએ કારણકે તેમાં એવા ઘણા બધા પોષક તત્વોનો ખજાનો મળી આવે છે જે બાળકોની આંખો તેજસ્વી બનાવે છે.
ડાયાબિટીસ માટે: ડાયાબિટીસ દર્દી માટે લીલી કોથમીર ખુબ જ ફાયદાકારક છે. તેનું નિયમિત સેવન કરવાથી લોહીમાં રહેલ સુગરને ઓછું કરે છે જેથી સુગર લેવલને વધવા દેતું જેથી ડાયાબિટીસ કંટ્રોલમાં રહે છે. માટે અઠવાડિયામાં બે થી ત્રણ વખત કોથમીરનું જ્યુસ પીવું જોઈએ અને દરેક હારમાં કોથમીરનો સમાવેશ કરીને સેવન કરવું ખુબ જ લાભદાયક સાબિત થશે. ડાયાબિટીસ માટે કોથમીર અમૃતથી કઈ ઓછું નથી.
ત્વચા માટે: ત્વચા સંબંધી સમસ્યા ને દૂર કરવા માટે કોથમીર ખુબ જ ઉપયોગી છે. કોથમીરમાં એન્ટિફંગલ, એન્ટી બેક્ટેરિયલ, એન્ટી સેપ્ટિક ગુણધર્મો મળી આવે છે. જે ત્વચા પર આવતી ખજવાળને દૂર કરવા માં મદદ કરે છે. આ માટે જે જગ્યાએ ખંજવાળ આવતી હોય તે જગયાએ કોથમીરની પેસ્ટ બનાવીને લાગવાથી ખંજવાળમાં રાહત મળે છે.
કોથમીરને દરરોજ શાક અને દાળમાં નાખીને સેવન કરવું આપણા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. આ ઉપરાંત તેનું જ્યુસ બનાવીને પણ પી શકાય છે. જો તમારે સ્વાસ્થ્ય ને સ્વસ્થ રાખવું હોય તો દરરોજ કોથમીરનો આહારમાં સમાવેશ કરવો જોઈએ.
જો તમને અમારી માહિતી સારી લાગી હોય તો ગુજરાત ફિટનેસ સાથે જોડાયેલા રહો. અહીંયા તમને દરરોજ જીવન ઉપયોગી માહિતી જેવી કે હેલ્થ, યોગા,ફિટનેસ વિશેની માહિતી મળતી રહેશે.