મુલેઠી સ્વાસ્થ્યની સાથે સાથે ત્વચા માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. તે ત્વચા સંબંધિત ઘણી સમસ્યાઓને દૂર કરવામાં મદદરૂપ છે. તેમાં વિપુલ પ્રમાણમાં પ્રોટીન અને એન્ટિબાયોટિક ગુણો હોય છે. જે ગળામાં ખરાશ, સ્થૂળતા, દર્દ વગેરે જેવી સમસ્યાઓથી રાહત અપાવવામાં અસરકારક છે.
ત્વચાની સુંદરતા વધારવા માટે તમે મુલેઠી પાવડરનો ઉપયોગ કરી શકો છો. તો આવો જાણીએ, ત્વચાની સુંદરતા વધારવા માટે મુલેઠી ફેસ પેક કેવી રીતે બનાવવો.
મધ અને મુલેઠી પાવડર : જો તમને ખીલની સમસ્યા હોય તો આ પેક મદદગાર સાબિત થઈ શકે છે. આ માટે એક બાઉલમાં બે ચમચી મુલેઠી પાવડર લો, હવે તેમાં મધ ઉમેરો. થોડી માત્રામાં પાણી પણ ઉમેરો અને થોડી પેસ્ટ તૈયાર કરો.
તેને ચહેરા પર લગાવો. 15-20 મિનિટ પછી હૂંફાળા પાણીથી ધોઈ લો, તમે અઠવાડિયામાં 2-3 વાર આ ફેસ પેક લગાવી શકો છો. આનાથી ટેનિંગની સમસ્યા પણ ઓછી થાય છે.
મુલેઠી પાવડર, એલોવેરા જેલ અને ટામેટા : આ પેક બનાવવા માટે, એલોવેરા જેલને 1 ચમચી મુલેઠી પાવડરમાં મિક્સ કરો, તેમાં ટામેટાંનો પલ્પ ઉમેરો. હવે તેને સારી રીતે હલાવી લો. આ પેકને ચહેરા પર 15-20 મિનિટ માટે લગાવો. તમે અઠવાડિયામાં બે વાર આ ફેસ પેક લગાવી શકો છો.
ઓલિવ તેલ સાથે : ત્વચાને ચમકદાર બનાવવા માટે તમે આ પેકનો ઉપયોગ કરી શકો છો. એક બાઉલમાં બે ચમચી મુલેઠી પાવડર લો, તેમાં એક ચપટી હળદર ઉમેરો. હવે ઓલિવ ઓઈલની મદદથી પેસ્ટ તૈયાર કરો. આ પેસ્ટને ચહેરા પર લગાવો, 10-15 મિનિટ પછી સ્વચ્છ પાણીથી ધોઈ લો.
મુલેથી પાવડર અને ગુલાબજળ : આ માટે એક કે બે ચમચી મુલેઠી પાવડર લો, હવે તેમાં ગુલાબજળ ઉમેરીને પેસ્ટ તૈયાર કરો. તેને ચહેરા પર લગાવો, 10-15 મિનિટ પછી પાણીથી ધોઈ લો. તે ત્વચાને કોમળ બનાવવામાં મદદ કરે છે.