આ લેખ તમારા 1 મિત્ર સાથે શેર કરો

આપણા શરીરમાં રહેલા લીવરને મુખ્ય અંગ કહી શકાય છે. આપણું આ લીવર આરામ કર્યા વગર સતત 24 કલાક કામ કરે છે. લીવર રક્ત પરિભ્રમણ ઝેરી પદાર્થોને ફિલ્ટર કરવા, સૂક્ષ્મ પોષક તત્વોને સંતુલિત કરવા અને હોર્મોન્સનું નિયમન કરવા જેવા ઘણા મહત્વના કાર્યો કરે છે. આ જ કારણ છે કે લીવરને સ્વસ્થ્ય રાખવું ખૂબ જ જરૂરી છે.

પરંતુ શું તમે જાણો છો કે લીવરને ડિટોક્સ કરવું પણ ખૂબ જરૂરી છે. હવે તમારા મનમાં પ્રશ્ન થશે કે લીવર પોતે જ ડીટોક્સ કરે છે, તો પછી તેને ડીટોક્સ કરવાની શું જરૂર છે? પરંતુ તમને જણાવીએ કે આજના આપણા આહારને કારણે તેને પણ સ્વચ્છ અને હેલ્દી રાખવાની જરૂર છે. તો આવો જાણીએ લીવરને ડિટોક્સ કરવાની ટિપ્સ વિશે.

લીંબુ પાણી પીવું : લીંબુ વિટામિન સી થી ભરપૂર છે જે ન માત્ર વજન ઘટાડવા માટે જ પીવામાં આવે છે, પરંતુ તે તમારા લીવરને પણ સાફ કરે છે. સવારે ઉઠતાની સાથે જ નવશેકા પાણીમાં લીંબુનો રસ મિક્સ કરી પીવો જોઈએ. આ ડ્રિન્ક લીવરમાં ઝેરી પદાર્થો અથવા વધારાના પોષક તત્વોને તોડી નાખે છે અને તેને કિડની દ્વારા અને તમારા પેશાબમાં બહાર કાઢે છે.

વધુમાં વધુ પાણી પીવો : પાણી પીવું શરીર માટે જરૂરી છે. પરંતુ પૂરતા પ્રમાણમાં પાણી પીવું એ વધુ જરૂરી છે. તમારે દિવસમાં 6 થી 7 ગ્લાસ ફિલ્ટર પાણી પીવું જોઈએ. આ સાથે તમારે 2 થી 3 ગ્લાસ ગરમ પાણી પીવું જોઈએ. પાણી લીવર અને કિડનીને સાફ કરવાની સાથે તે વજન ઘટાડવામાં પણ મદદ કરશે. લીવરને તેની સેલ્યુલર સિસ્ટમ દ્વારા ઝેરી તત્વોને બહાર કાઢવામાં પાણી મદદ કરે છે.

ફળો અને શાકભાજી : તમારા આહારમાં 40% કાચા ફળો અને શાકભાજીનો સમાવેશ કરો. ફળો અને શાકભાજી એટલા માટે છે કારણ કે તેમાં સારી માત્રામાં એન્ઝાઇમ હોય છે જે પાચનમાં મદદ કરે છે. આ લીવરમાંથી ઝેરી તત્વોને દૂર કરવાની ક્ષમતામાં પણ વધારો કરે છે. લીલા પાંદડાવાળા શાકભાજી જેમ કે પાલક એન્ટીઑકિસડન્ટોથી ભરપૂર છે અને તમારા લીવરને સાફ કરવામાં મદદ કરે છે.

કાળા અને લીલા ચણાનું સેવન કરો : અઠવાડિયામાં બે થી ત્રણ વાર ફણગાવેલા કઠોળ જેમ કે મગ, કાળા ચણા અને ફણગાવેલા ઘઉં જેવી વસ્તુઓ તમારા આહારમાં સામેલ કરવી જોઈએ. કારણ કે આ બધા કઠોળ લીવરને સારી રીતે સાફ કરી શકે છે. તે ડાયેટરી ફાઇબરનું એવું પાવરહાઉસ છે જે આપણા આંતરડા અને લીવરની પ્રવૃત્તિને મોટા પ્રમાણમાં પ્રોત્સાહન આપે છે.

ગાજર અને બીટરૂટનો જ્યુસ પીવો : લીવરને સાફ કરવા માટે તમારે તમારા આહારમાં ગાજર અને બીટરૂટના જ્યુસનો સમાવેશ કરવો જોઈએ. આ ખાસ જ્યુસ ગાજર, બીટરૂટ અને પાલકનો બનાવવો જોઈએ. આ જ્યુસ તમારા લીવર ઉત્સેચકોને સક્રિય કરે છે જે લીવર ડિટોક્સ કાર્યમાં મોટા પ્રમાણમાં સહાય કરે છે.

રીફાઇન્ડ ખાંડ અને મૈંદા ટાળો : રીફાઇન્ડ ખાંડ અને સફેદ લોટ એટલે કે મેંદાના લોટમાંથી બનેલી વસ્તુઓ ખાવાથી તમારા લીવર પર કામ કરવાનું દબાણ વધે છે. આ કારણોસર, શરીરમાં ઘણા અનિચ્છનીય બેક્ટેરિયાનો વિકાસ અનેક ગણો વધી શકે છે. વધુ પડતી શુદ્ધ ખાંડ ચરબીનું નિર્માણ કરે છે જે લીવરની બીમારી તરફ દોરી શકે છે. તમારા ફેટી લીવરનું મુખ્ય કારણ મેંદામાંથી બનેલી વસ્તુઓ હોઈ શકે છે.

જો તમે અહીંયા જણાવેલ વસ્તુઓનું સેવન કરો છો અને કેટ્લીક જણાવેલ વસ્તુઓનું સેવન ટાળો છો અથવા ઓછું સેવન કરો છો તો તમે તમારા લીવરને આજીવન સ્વસ્થ્ય રાખી શકો છો. માહિતી ઉપયોગી જણાઈ હોય તો શેર કરવાનું ભૂલતા નહીં.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *