લોહી વધારવાના ફૂડ: આ વસ્તુઓ આજથી જ ખાવાની શરુ કરી દો શરીરમાં જેમને લોહી ઓછું હોય કે પછી ઓછું થઈ ગયું હોય તેવા લોકોમાં લોહીનું સ્તર વઘી જશે
લોહી વધારવાના ફૂડ: વ્યક્તિની જીવન શૈલી માં ખોરાક લેવામાં થતા બદલાવ અને યોગ્ય આહાર ના લેવાના કારણે શરીરમાં લોહીની કમી થતી જોવા મળતી હોય છે, શરીરમાં થતી લોહીની ઉણપને દૂર કરવા માટે આહારમાં આ વસ્તુનો સમાવેશ કરવો જોઈએ.
શરીરમાં લોહીની ઉણપ થવાના કારણે શરીર એકદમ નબળું પડી જતું હોય છે, જેના કારણે કોઈ પણ કામ કરવામાં થાકી જતા હોય છે. આ સિવાય કેટલીક નાની મોટી બીમારીના શિકાર પણ બનતા હોય છે. ઘણી વખત શરીરમાં લોહી અચાનક ઓછું થઈ જવાના કારણે વ્યક્તિનું મુત્યુ પણ થતું હોય છે.
આ માટે લોહીની કમી થાય ત્યારે તેને નાની બીમારી સમજવાની ભૂલ ના કરવી, શરીરમાં થતી લોહીની કમીને પૂર્ણ કરવા માટે રોજિંદા આહારમાં આ ફૂડનો નો સમાવેશ કરી લોહીની કમી ને પુરી કરી શકાય છે.
લોહી વધારવાના ફૂડ:
બીટ: બીટમાં ભરપૂર માત્રામાં આયર્ન મળી આવે છે, જે લોહીની માત્રાને વધારવામાં મદદ કરે છે. બીટમાં આયર્ન સિવાય કેલ્શિયમ, વિટામિન-સી, વિટામિન-એ, પોટેશિયમ, ફોસ્ફરસ જેવા અનેક તત્વો મળી આવે છે. બીટને સલાડ માં પણ ખાઈ શકાય છે. આ સિવાય બીટનો જ્યુસ બનાવીને પીવાથી બે દિવસ માં જ લોહીનું ઓછું થયેલ સ્તર વધી જાય છે.
આ સિવાય બીટમાં સારી માત્રામાં એન્ટી ઓક્સીડેન્ટ મળી આવે છે જે અનેક વાયરલ અને ચેપી રોગોથી બચાવી રાખવામાં મદદ કરે છે. બીટને રોજે સલાડમાં સમાવેશ કરવાથી શરીરમાં રોગપ્રતિકારક શક્તિ મજબૂત થાય છે. બીટ શરીરમાં ભરપૂર ઉર્જા અને એનર્જી આપે છે.
આ પણ વાંચો:
દાડમ: લોહી વધારવા માટેનો ઉત્તમ સ્ત્રોત દાડમ છે. કોઈ પણ વ્યક્તિ જયારે સામાન્ય બીમાર પડે છે ત્યારે દાડમ ખાવાની સલાહ આપે છે. દાડમ ખાવાથી મોટાભાગના રોગો દૂર ભાગવા લાગે છે. દાડમ સારી માત્રામાં આયર્ન, ફાયબર, વિટામિન-સી, વિટામિન-કે, વિટામિન-બી, પોટેશિયમ, ઓમેગા-3 ફેટી એસિડ જેવા તત્વો મળી આવે છે.
દાડમ ઘટી ગયેલા હિમોગ્લોબીન સ્તર ને વધારવામાં મદદ કરે છે, આ માટે જો શરીરમાં લોહી ઓછું થઈ ગયું હોય તો દાડમને જરૂર ખાવી જોઈએ. દાડમ શરીરના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. દાડમના દાણા અથવા તેનો રસ બનાવીને પીવાથી ફાયદો થાય છે.
સ્ટોબેરી: સ્ટ્રોબેરી ખાવાથી ચોક્કસ લોહીની માત્રામાં વધારો કરી શકાય છે. તેમાં ખુબ જ ઓછી માત્રામાં ફેટ હોય છે જેના કારણે તેને ખાવાથી વજન વધતું નથી. રોજે એક કે બે સ્ટ્રોબેરી ખાવાથી આજીવન શરીરમાં ક્યારેય લોહીની ઉણપ નહીં થાય.
ગાજર: જો તમે નિયમિત પાને ગાજરનો જ્યુસ બનાવીને પીવો છો તો શરીરમાં નવું નવું લોહી બનવાનું શરુ થઈ જાય છે. ગાજરને રોજે બપોરના ભોજન સાથે સલાડમાં પણ ખાઈ શકાય છે, તેને ખાવાથી શરીરમાં રોગપ્રતિકારક ક્ષમતામાં વઘારો થાય છે.
ઉપર જણાવેલ વસ્તુનું સેવન રોજે કરી શકાય છે, આ સિવાય તમે સીઝનમાં આ વસ્તુ દેખાય તો ખાઈ લેવી જોઈએ, જો તમને શરીરમાં લોહીની ઉણપ રહેતી હોય તો આ વસ્તુને રોજિંદા આહારમાં સમાવેશ કરી શકો છો.
નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ઘરગથ્થુ ઉપચાર, બ્યૂટી ટિપ્સ, હેલ્થ & ફિટનેસ ટિપ્સ સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા, કૃપા કરીને ડોક્ટર અથવા નિષ્ણાતની સલાહ જરૂર લો. કોઈપણ ઉપયોગ વપરાશકર્તાની સંપૂર્ણ જવાબદારી પર રહેશે. ગુજરાત ફિટનેસ આ માહિતીની જવાબદારી સ્વીકારતું નથી.