શરીર સ્વસ્થ અને હેલ્ધી રહે તે દરેક વ્યક્તિને ગમે છે, પરંતુ આપણા શરીરમાં આપણી કેટલીક ખરાબ ટેવના કારણે આપણે અનેક બીમારી ના શિકાર પણ બની શકીએ છીએ, તેવી જ બીમારી એટલકે કે બ્લડપ્રેશર ની સમસ્યા.
જે અત્યારના સમયમાં સૌથી વધુ જોવા મળી રહી છે, બ્લડ પ્રેશરને કંટ્રોલમાં રાખવા માટે કેટલાક હેલ્ધી પીણાં પીવા જોઈએ. જેથી આપણે ખુબ જ સરળતાથી બ્લડપ્રેશરને કંટ્રોલમાં લાવવામાં મદદ કરશે. જયારે આપણે રોજિંદા જીવનમાં યોગા, કસરત અને યોગ્ય આહારના લેવાના કારણે બ્લડપ્રેશરની સમસ્યા થઈ શકે છે.
માટે રોજિંદા જીવનમાં યોગા અને કસરત કરવી જોઈએ સાથે યોગ્ય ખાન પાન પર ઘ્યાન રાખવું જોઈએ જેથી બલ્ડપ્રેશરની સમસ્યા ને કંટ્રોલમાં લાવવામાં મદદ કરશે. ઘણા લોકો લો બીપીની સમસ્યાથી પરેશાન હોય તેમના માટે આજે એવા કેટલીક ડ્રિન્ક લઈને આવ્યા છીએ જેને પીવાથી બ્લડપ્રેશર કંટ્રોલમાં લાવી શકાય છે.
ગાજરનું જ્યુસ પીવું: જો તમારું બ્લડપ્રેશર નિયત્રંણમાં રહેતું નથી તો તમારા માટે ગજનો જ્યુસ પીવાથી ઘણો ફાયદો થશે. માટે જો તમારે બીપીને કંટ્રોલમાં રાખવું હોય તો આહારમાં ગાજરના જ્યુસ નો સમાવેશ કરવો જોઈએ. ગાજરમાં ઘણા બઘા પોષક તત્વો મળી આવે છે.
જેમ કે તેમાં વિટામીઓનુ-સી, એ, પોટેશિયમ, ફાયબર, આયર્ન જેવા ઘણા પોષક તત્વોનો સારો સ્ત્રોત મળી આવે છે. આ ઉપરાંત તેમાં એન્ટીઓક્સીડેન્ટ ગુણ પણ મળી આવે છે. ગાજરના જ્યુસ પીવાથી અને તેનું સલાડ બનાવીને ખાવાથી શરીરમાં લોહીની કંઈ પણ પૂર્ણ કરી શક્ય છે અને લોહીના પરિવહનને વઘારવામાં મદદ કરે છે.
બીટનો જ્યુસ: બીટ આપણા શરીરના સારા સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદાકારક છે, તેમાં રહેલ પોષક તત્વો લો બીપીને કન્ટ્રોમાં લાવવામાં મદદ કરે છે. માટે
નિયમિત પાને બીટને આહારમાં સમાવેશ કરી શકાય છે. આ ઉપરાંત એનિમિયાથી પીડિત દર્દી માટે બીટ ખુબ ફાયદાકારક છે.
મીઠા વાળું પાણી: ઘણી વખત અચાનક લો બીપીની સમસ્યા થઈ જતી હોય છે માટે તરત જ લો બીપી માં રિકવરી લાવવા માટે એક ગ્લાસ પાણીમાં થોડું મીઠું નાખીને પી જવાનું છે જેથી બીપી તાત્કાલિક કંટ્રોલમાં આવી જશે.
જો તમને પણ તાત્કાલિક બીપી ઓછું થઈ જતું હોય છે મીઠાવાળું પાણી ખુબ જ ફાયદાકારક છે. આ ઉપરાંત જો તમને વારે વારે લો બીપીની સમસ્યા થઈ જતી હોય તો બીટ અને ગાજરના જ્યુસ જેવા હેલ્ધી પીણાં પીવા જોઈએ જેથી લો બીપી માં ઘણી રાહત મળશે.