દુનિયામાં દર વર્ષે મચ્છર કરડવાથી થી થતી બીમારીના શિકાર લાખો લોકો થતા હોય છે. મચ્છર કરડવાથી ડેન્ગ્યુ, મેલેરિયા, ચિકનગુનિયા, વાયરલ તાવ જેવા રોગો થતા હોય છે. માટે મચ્છરને ઘરમાંથી દૂર કરવા જોઈએ.
આજને મચ્છરને ભગાડવા માટે બજારમાં ઘણી વસ્તુઓ મળી આવે છે જેનો ઉપયોગ આજે મોટાભાગે દરેક વ્યક્તિ કરતુ હોય છે. જેમ કે કોઈલ, અગરબત્તી, ઈલેક્ટ્રીક રેકેટ, જંતુનાશક સ્પ્રે, ઓલઆઉટ લીકવીડ વગેરે વસ્તુનો ઉપયોગ કરતા હોય છે.
પરંતુ આ બધી વસ્તુનો ઉપયોગ કરવાનું બંધ કરવું જોઈએ કારણકે આ બધી વસ્તુ માં કેમિકલ મળી આવે છે જે શ્વાસ દ્વારા આપણા શરીરમાં જવાથી શરીરને નુકસાન થઈ શકે છે. આ માટે મચ્છર ભગાડવા માટે મળતી બજારુ વસ્તુનો ઉપયોગ કરવાનું ટાળવું જોઈએ.
આ માટે આજે અમે તમને એવું કેટલાક ઘરેલુ ઉપાય જણાવીશું જેની મદદથી ખુબ જ આસાનીથી ઘરમાં વધી ગયેલ મચ્છરના ઉપદ્રવને દૂર કરવામાં મદદ કરશે. તો ચાલો મચ્છરને ઘરના ખૂણા ખૂણા દૂર કરવાના ઉપાય જણાવીશું.
કડવો લીમડો: લીમડો શરીરના સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદાકારક છે. લીમડાના ઝાડની છાલ અને તેના પાનનો ઉપયોગ ઘણી બધી ગંભીર બીમારીને દૂર કરવામાં થતો આવ્યો છે. માટે તેનો ઉપયોગ આપણે મચ્છરને ભગાડવા માટે કરવાનો છે.
આ માટે સૌથી પહેલા એક માટીનું કોઈ વાસણમાં થોડા લીમડાના પાન લઈ લો, ત્યાર પછી તે પાનમાં થોડા કપૂરના ટુકડા અને ગુગર નાખીને સરગાવો અને દરેક ઘરના દરેક રૂમમાં ફેરવો, આ ધુમાડાની સુગંધ થી મચ્છર ગમેતેવા ખૂણા માં છુપાઈ ગયો હશે તો તે સુગંધ થી બહાર નીકળીને ભાગી જશે.
આ ઉપરાંત તમે લીમડાના તેલનો ઉપયોગ પણ કરી શકો છો. થોડું લીમડાનું તેલ માં નારિયલનું તેલ માઇકા કરીને શરીરના ખુલા રહેતા ભાગમાં લગાવી દો, તેની સુગંધ થી મચ્છર તમારાથી દૂર ભાગશે અને તમારી આસપાસ એક પણ મચ્છર દેખાશે નહીં.
લીમડાનો ઉપાય સિવાય તમે આ ઉપાય પણ કરી શકો છો, આ માટે તમે એક કોડિયું લઈ લો ત્યાર પછી તેમાં ગુગર અને કપૂરના ટુકડા મિક્સ કરીને સરગાવી લો અને તેને રૂમમાં ફેરવો, આમ કરવાથી ઘરમાં રહેલ બધા જ મચ્છરો ભાગી જશે. આ ઉપાય કરવા ખુબ જ સરળ છે જે ઘરના ખૂણા ખૂણા માંથી મચ્છરને ભગાશે.