ગરમી અને વરસાદની શરૂઆત થતા મચ્છર આવવાનું શરૂ થઈ જાય છે. મચ્છર કરડવાથી આપણે ખુબ જ ખંજવાળ આવે છે અને ઘણી બીમારીના શિકાર પણ બનાવી દે છે. આપણા શરીરને બીમાર કરતા હોય તો તે મચ્છર છે. મચ્છર કરડવાથી ડેન્ગયુ, મેલેરિયા, ચિકનગુનિયા જેવા રોગો થતા હોય છે. આ બઘા રોગોથી દૂર રહેવા માટે આપણે મચ્છરથી છુટકાળો મેળવવો ખુબ જ જરૂરી છે.
મચ્છરને મારવા અને ભગાડવા માટે બજારમાં ઓલઆઉટ જેવા અનેક પ્રકારના પ્રોડક્ટ પણ મળી આવે છે. જે આપણા આરોગ્યને ખુબ જ નુકસાન પહોંચાડી શકે છે. આ બઘી વસ્તુ બાળકોના સ્વાસ્થ્ય માટે તો ખુબ જ નુકશાનકારક સાબિત થઈ શકે છે.
આ માટે આજે અમે તમને એવા કેટલાક ઉપાય વિશે જણાવીશું જેનો ઉપયોગ કરવાથી તમારી આસપાસ મચ્છર આવશે જ નહીં. આ ઉપાયનો ઉપયોગ કરવાથી મચ્છર માત્ર 5 મિનિટમાં જ તમારા ઘરેથી દૂર થઈ જશે. આ ઉપાય ખુબ જ સરળ અને ઘરેલુ ઉપાય છે. જે વર્ષોથી આપણા દાદાઓ ઘરે કરતા હતા.
સૌથી પહેલા થોડા કોલસા લો, હવે તે કોલસાને સરગાવો, ત્યાર પછી કોલસામાં થોડું ગુગર નાખીને આખા ઘરમાં ફેરવી દો. ધુમાડો આખા ઘરમાં ફેલી જવાથી મચ્છર પણ તમારા ઘરેથી દૂર રહેશે. મચ્છર તમારા ઘરેથી દૂર રહેવાથી મચ્છર કરડશે નહિ અને બીમાર પડવાથી બચી શકાશે.
ત્યાર પછી બીજો ઉપાય કરવા માટે કોલસાને સરગાવો, ત્યાર પછી લીમડાના થોડા પાન કોલસામાં નાખો. ત્યાર પછી તેને પુંઠાની મદદથી પ્રજલિત કરો. આ લીમડાનો ધુમાડો આખા ઘરમાં રહેવાથી ઘરમાંથી મચ્છર બહાર નીકળી જશે.
ત્રીજો ઉપાય કરવા માટે કોલસાને સળગાવીને તેમા લીંબુની છાલ અને મોસંબીની છાલ નીકાળીને કોલસામાં નાખી દો. તેનો દુમાડો થવાથી મચ્છર તરત જ તેમનો જીવ બચાવીને બહાર નીકળી જશે અને ઘરમાં પ્રવેશ કરવા માટે ફરીથી આવશે જ નહીં.
ચોથો ઉપાય કરવા માટે તમારે થોડું વિક્સ લેવાનું છે. તે વિકસ આપણા હાથ પગ માં લગાવી દેવાની છે. વિક્સ ની સુગંઘ આવવાથી મચ્છર આપણી આસપાસ પણ આવશે નહીં.
પાંચમા ઉપાય માટે નારિયેળનું તેલ અથવા સરસોવનું તેલ આખા શરીર પર લગાવી દેવાથી મચ્છર આપણી આજુબાજુ પણ આવશે નહીં. જેથી મચ્છર કરડશે નહિ અને બીમારીથી બચાવી રાખશે.
છઠા ઉપાય માટે સીથી પહેલા એક લીંબુને કાપીને એક સાઈડનો ભાગ લઈ લો હવે તેમાં બે લવિંગ લગાવી દો. રાત્રે સુતા પહેલા લીંબુ અને લવિંગને ઓશિકા જોડે મૂકીને ઊંઘવાથી તેની સુગંઘથી મચ્છર તમારી આસપાસ પણ આવશે નહીં.
આ ઘરેલુ ઉપાયનો ઉપયોગ કરવાથી સ્વાસ્થ્યને કોઈ પણ પ્રકારનું નુકસાન થશે નહિ. બજારમાં મળતી પ્રોડક્ટનો ઉપયોગ બંધ કરીને અપનાવો આ ઘરેલુ ઉપાય મચ્છર તમારાથી રહેશે દૂર.