હેલો મિત્રો, આજે હું તમને એક એવા ઉપાય વિષે જણાવાનો છું જે તમને ડેન્ગ્યુ અને ચિકનગુનિયા જેવા ભયંકર રોગોથી બચાવશે. અત્યારે હાલ ની ઋતુમાં તમારા ધરે વધારે મચ્છર આવે છે જે મચ્છર કરડવાથી તમને ઘણા બધા રોગો થઇ શકે છે.
માટે હું તમારા માટે અનેક એવા ઘરેલુ ઉપાય બતાવીશ કે જે કરવાથી મચ્છર ને ભગાડી શકાય. ધરની અંદર મચ્છરનો ઘણો બધો ત્રાસ હોય છે. મચ્છર વધવાથી અને શરીર પર કરડવાથી અનેકે પ્રકારના રોગો થાય છે.
મેલેરિયા, ડેન્ગ્યુ, ચિકનગુનિયા જેવા રોગો થાય છે. એડીસ નામથી ઓળખાતા મચ્છર કરડવાથી તાવની શરૂઆત થાય છે. આ તાવ એ ખુબજ ભયંકર તાવ છે. શરીરમાં રહેલા પ્લેટલેટને ખુબજ ઝડપથી ઘટાડવા લાગે છે. પરિણામે શરીરમાં અનેક વિકૃતિઓ ઉત્પનન થાય છે.
મચ્છર ભગાડવાના સરળ ધરેલું ઉપાય: 1.કડવો લીમડો: કડવા લીમડાનો ધુમાડો કરવાથી ઘરમાં રહેલા તમામ મચ્છર ધીમે ધીમે બહાર નીકળવા લાગશે. જેના ઘરે મચ્છરનો ત્રાસ વધારે રહેતો હોય તેમને ઘરમાં કડવા લીમડાનો ધુમાડો કરવો જોઈએ.
2.ગુગળનો ધૂપ: ગુગળનો ધૂપ કરવાથી પણ મચ્છર ભાગવા લાગે છે માટે ગુગળનો ધૂપ કરવો જોઈએ. ગુગળનો ધૂપ ની સુવાસ થી મચ્છર દૂર ભાગે છે જેથી મચ્છર ધરમાં ટકતા નથી, માટે આ ધૂપ કરવો ખુબજ ઉપયોગી છે.
3.ગૌમૂત્ર નો છંટકાવ: ગૌમૂત્ર નો છંટકાવ કરવાથી પણ મચ્છરોનો ત્રાસ દૂર થશે. જે ધરે વધારે મચ્છરનો ત્રાસ હોય ત્યાં ગૌમૂત્ર નો છંટકાવ થવો જોઈએ. ગૌમૂત્ર નો છંટકાવ કરવાથી વાતાવરણ પણ શુદ્ધ થશે અને મચ્છરોના ત્રાસથી મુક્તિ મળશે.
આજકાલના સમયમાં આપણે મચ્છર ભગાડવા માટે ઇલેક્ટ્રિક મશીનો લગાવીએ છીએ. આ મશીન નો દરરોજ ઉપયોગ કરશો, તો આપણા શરીરમાં શ્વસનતંત્રને લગતા ઘણા રોગ પણ થઇ શકે છે.
પરંતુ જો તમે 10 મિનિટમાં જ મચ્છરને ભગાવવા કડવો લીમડો, ગુગળ, તુલસી આ બધી વનસ્પતિઓનો ધુમાડો કરશો તો મચ્છરો ભાગવા લાગશે અને આપણે રોગો આવશે નહીં. હાલના સમયમાં કડવા લીમડાનો ધુમાડો ખુબ જ હિતકારક છે.
જો તમને અમારી માહિતી સારી લાગી હોય તો ગુજરાત ફિટનેસ સાથે જોડાયેલા રહો. અહીંયા તમને દરરોજ જીવન ઉપયોગી માહિતી જેવી કે હેલ્થ, યોગા, ફિટનેસ વિશેની માહિતી મળતી રહેશે.