જો તમે ઘરમાં મચ્છરોના આતંકથી પરેશાન થઇ ગયા છો, અને બજારુ ઓલ આઉટ અને બીજી મચ્છરો ભગાડનાર વસ્તુઓનો ઉપયોગ કરો છો તો તમારા માટે અમે આજે કેટલાક ઘરેલુ ઉપાય લઈને આવ્યા છીએ જે ઉપાયો કરીને તમે મચ્છરોને ભગાડી શકો છો.
જે રીતે લીમડાના સ્વાસ્થ્ય માટે અપાર ફાયદા છે, તેવી જ રીતે મચ્છરોને પણ તેનાથી ભગાડી શકાય છે. તેના માટે લીમડો અને નારિયેળ તેલ સમાન માત્રામાં લઈને મિશ્રણ તૈયાર કરો અને તેને શરીર પર ઘસો. તેની અસર આઠ કલાક સુધી રહે છે.
કપૂરનો ટુકડો ઘરના તમામ મચ્છરોને ભગાડી દેશે: થોડા કપૂર લઈને તેને રૂમમાં કપૂર સળગાવીને 15-20 મિનિટ માટે છોડી દો. 15-20 મિનિટ પછી જ્યારે તમે રૂમમાં પાછા આવશો, ત્યારે રૂમમાં તમને મચ્છરો જોવા મળેશે નહીં.
લીંબુ તેલ અને નીલગિરીનું તેલ સમાન માત્રામાં લઈને મિશ્રણ તૈયાર કરો, હવે તેને શરીર પર લગાવો . તેની ગંધને કારણે મચ્છર તમારી આસપાસ ભટકશે પણ નહીં.
તુલસીના છોડને રૂમની બારી કે દરવાજા પાસે રાખવાથી મચ્છરો દૂર ભાગી જાય છે. તુલસી મચ્છરોને ઘરમાં પ્રવેશતા અટકાવે છે. તુલસી સિવાય તમે લીંબુ અને મેરીગોલ્ડના છોડનો પણ ઉપયોગ કરી શકો છો.
લસણની વાસના કારણે મચ્છર આસપાસ ભટકતા નથી. આ માટે તેને પીસીને પાણીમાં ઉકાળો અને તેને રૂમમાં છાંટી દો. આ પ્રયોગ કરવાથી તમારા રૂમમાં એક પણ મચ્છર દેખાશે નહીં.
લવંડરની સુગંધ ખૂબ જ તીવ્ર હોય છે અને મચ્છર તેને સૂંઘી શકતા નથી અને કરડી શકતા નથી. રૂમમાં લવંડર સાથે રૂમ ફ્રેશનરનો છંટકાવ કરવાથી તમને અસર દેખાશે.