મિત્રો આપણામાંથી ઘણા બધા લોકો ઘરમાં ગરોળી, ઉંદર, વંદા, ઇયળ, મકોડા વગેરેને જોઈ ડરી જતાં હોય છે. અને તેને જોઈને ડર લાગવો તે પણ સ્વાભાવિક બાબત છે. પણ આ બધાથી પણ વધુ ખતરનાક કોઈ હોય તો એ છે ધર્મના દરેક ખૂણે રહેલો મચ્છર.
કારણકે મચ્છર કરડે તો છે તો આપણા સ્વાસ્થ્ય પર પણ ગંભીર અસર કરે છે. મિત્રો આપણે અવારનવાર ઘરના સભ્યો પાસેથી સંભાળતા હોઈએ છીએ કે ઘરમાં મચ્છરનો ત્રાસ વધી ગયો છે. મચ્છરો રાત્રે ખુબ જ હેરાન પરેશાન કરી નાખે છે.
મચ્છરથી છુટકારો મેળવવા માટે આપણે બજારમાંથી ઘણી બધી વસ્તુઓ લાવીને ઉપયોગ કરીએ છીએ. પરંતુ તેમાં છતાં મચ્છર તમારા ઘરમાંથી જતા હોતા નથી. એવું કહેવાય છે કે આ ધરતી પર મચ્છરોની લગભગ 3000 થી પણ વધુ પ્રજાતિઓ રહેલી છે.
પરંતુ આ બધી જ પ્રજાતિ મનુષ્ય માટે હાનિકારક હોતી નથી. પરંતુ આ પ્રજાતિમાંથી અમુક પ્રજાતિ જ મનુષ્ય માટે જાનલેવા સાબિત થાય છે. વિશ્વ સ્વાસ્થય સંગઠન દ્રારા મળતી માહિતી અનુસાર આખી દુનિયામાં મચ્છરથી ફેલાતી બીમારીથી મૃત્યુ પામતા વ્યક્તિઓની સંખ્યા લગભગ 10 લાખથી પણ વધુ છે.
મચ્છરથી છુટકારો મેળવવા માટેનો ઉપાય 1: આ ઉપાય માટે સૌથી પહેલા તમાલપત્ર, લીમડાનું તેલ અને કપૂર ની જરૂર પડશે. આ ત્રણેય વસ્તુઓ લઇ લેવાની છે. તમને જણાવીએ કે આ ત્રણેય વસ્તુઓમાં એન્ટિ બેક્ટરીયલ પ્રોપર્ટીજ હોય છે, જે મચ્છરને દૂર કરવાનું કામ કરે છે અને તમારી ત્વચાના રોગો જેવા કે ખીલ, દાદ, ખૂજલી તેમજ સ્કીનના નાના મોટા બધા જ પ્રકારના રોગો સામે પણ રક્ષણ આપે છે.
હવે તમારે એક વાટકીમાં લીમડાનું તેલ લેવાનું છે અને તેમાં એક મોટી ચમચી કપૂરને ભૂકો કરીને નાખવાનું છે. ત્યારબાદ બંનેને સારી રીતે મિક્સ કરીને એક સ્પ્રે બોટલમાં ભરી લેવાનું છે. હવે આ સ્પ્રે ને મચ્છર વાળી જગ્યા પર છંટકાવ કરવાનો છે. આ ઉપાય મચ્છરોને મારવા માટેનો ખુબ જ ફાસ્ટ અને અસરકારક ઉપાય છે.
મચ્છરથી છુટકારો મેળવવા માટેનો ઉપાય 2: આ ઉપાયમાં તમારે કપૂર અને લીમડાના તેલના મિશ્રણનો દીવો કરવાનો છે અને આ દીવાને સુતી વખતે તમારી પથારીની બાજુમાં રાખવાનો છે.
આમ લીમડા અને કપૂરની સુગંધથી તમારા આજુબાજુ રહેલા મચ્છર તમારી નજીક નહિ આવી શકે. આ ઉપાય ખાસ કરીને નાના રૂમ માટે સૌથી વધુ અસરકારક સાબિત થાય છે. જ્યારે આ ઉપાય સી મોટા હોલ માટે તમારે ઓઇલ બર્નરનો ઉપયોગ કરવો પડે છે.