જે રીતે જુના જમાનામાં મેડિકલ અને દવાખાનાનો અભાવ હતો ત્યારે બધા લોકો કોઈ પણ બીમારી હોય જે કોઈ ગંભીર સમસ્યા હોય ત્યારે દેશી દવાનો ઉપયોગ કરતા હતા. આજના સમયમાં મોટા ભાગની બીમારીનો આયુર્વેદિકથી ઉપચાર કરવાનો વ્યાપ વધ્યો છે.

આયુર્વેદમાં ભગવાને આપેલા જુદા જુદા ફળ, ફુલ અને વૃક્ષનો ઉપયોગ કેવી રીતે કરી શકાય તે વિષે જણાવવામાં આવ્યું છે. તો આજે અમે એવી જ એક ઔષધી વિષે જણાવીશું જે ઔષધિ 100થી વધુ રોગો મટાડી શકે છે. તો આ ઔષધિનું નામ છે મહુડો.

મહુડો ભારતના જુદા જુદા વિસ્તારોમાં સહેલાઈથી મળી આવે છે. ઘણા ઓછા લોકો જાણતા હશે કે સૌથી વધુ માત્રામાં મહુડો ગુજરાતમાં મળી આવે છે. મહુડાના પાન બદામ જેવા હોય છે. જે રીતે લીમડાનો આપણે ઉપયોગ કરીએ છીએ તે રીતે મહુડાંનું ફળ હોય કે ફુલ તેનો ઉપયોગ જુદી જુદી રીતે કરવાથી તે અનેક બીમારીઓમાં તે લાભકારક નીવડે છે.

મહુડાનું વૃક્ષ સામાન્ય રીતે જંગલમાં અને ગામડામાં જોવા મળે છે. મહુડો આપોઆપ ઉગી નીકળે છે. આ વૃક્ષની ઊંચાઇ ૩૦-૪૦ ફૂટ અને તેના પાન ૩-૪ ઈંચ ના જોવા મળે છે. હવે જાણીએ મહુડાનાં ફાયદા વિષે:

કમજોરી માટે: તમે કમજોરી અનુભવી રહ્યા છો તો તમારી માટે મહુડો ફાયદાકારક છે. મહુડાનાં ફૂલ ને એક ગ્લાસ દૂધમાં ઉકારી ને પીવાથી શરીર ની નબળાઇ દૂર થાય છે. જો દાંતો માં દુખાવો થાય છે તો મહુડા ના વૃક્ષ ના પાંદડા લઈ તેને દાંત પર ઘસવાથી દાંત નો દુખાવો દૂર થાય છે.

આ સાથે જો જબળા માંથી લોહી નીકળે છે તો આ મહુડાની છાલ નો રસ કાઢી ને તેમાં પાણી મિલાવી ને દિવસમાં બે થી ત્રણ વાર કોગળા કરવાથી લોહી નીકળતું બંધ થઈ જાય છે. જે લોકોએ આંખમાં ખુજલી કે પાણી આવે છે તે દૂર કરવા માટે મહુડો ફાયદાકારક સાબિત થઇ શકે છે.

શરદી દૂર કરે: મહુડાના ફૂલ નો ઉકાળો બનાવી સવાર-સાંજ પીવાથી શરદી દૂર થાય છે. તથા તેની અસર લાંબા સમય સુધી જોવા મળે છે.તેના ફૂલ ને દૂધ માં ઉકારીને પીવાથી શરદી તાવ મટે છે.

સાંધાના દુખાવા દૂર કરે: મહુડાનું તેલ એક વસ્તુ છે જે શરીર ના કોઈ પણ ભાગ માં થતા દુખાવામાં જેવા કે માંસપેશીઓ, સાંધાના દુખાવા વગેરે માં રાહત આપે છે. આ માટે મહુડાનાં તેલ ની માલિશ કરવી.

જૂનામાં જૂની ખાંસી દૂર કરે: મહુડાનાં ફૂલ ને દૂધ માં ઉકારી 5 -7 દિવસ સુધી લેવાથી ખાંસી મટે છે. આ સાથે જો નાના બાળકોને મહુડાનાં તેલ ની માલિશ કરવામાં આવે તો આરામ મળે છે.

જો તમને અમારી માહિતી સારી લાગી હોય તો ગુજરાત ફિટનેસ સાથે જોડાયેલા રહો. અહીંયા તમને દરરોજ જીવન ઉપયોગી માહિતી જેવી કે હેલ્થ, યોગા,ફિટનેસ વિશેની માહિતી મળતી રહેશે.

Gujarat Fitness

Gujarat Fitness is a News website which shared Health, Fitness, Yoga, Beauty, Tips and Tricks information in the Gujarati language.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *