હાલના વર્ષોમાં થયેલા અભ્યાસમાં જાણવા મળ્યું છે કે છેલ્લા બે દાયકામાં માનવીનું આયુષ્ય પહેલા કરતાં ટૂંકું થઇ ગયું છે અને આ માટે સ્વાસ્થ્ય સમસ્યાઓ અને પર્યાવરણીય પરિબળોને આના મુખ્ય કારણો તરીકે જોવામાં આવી રહ્યા છે.

ઝડપથી વધી રહેલી અનેક પ્રકારની બીમારીઓએ લોકોની ઉંમરમાં ઘટાડો કર્યો છે. ડોક્ટર્સનું કહેવું છે કે, જો તમે પણ લાંબુ આયુષ્ય ઈચ્છતા હોવ તો હવેથી જીવનશૈલીમાં કેટલાક ખાસ ફેરફાર કરવા જોઈએ. તમારી કેટલીક સરળ આદતોમાં ફેરફાર તમને માત્ર સ્વસ્થ રાખવામાં તો મદદ કરશે સાથે સાથે તે તમને લાંબુ આયુષ્ય પ્રાપ્ત કરવામાં પણ મદદ કરશે.

આરોગ્ય નિષ્ણાતો કહે છે કે, યોગ્ય પોષણનો અભાવ અને શારીરિક નિષ્ક્રિયતા એ પણ સરેરાશ ઉંમર વધવાના મુખ્ય કારણોમાંનું એક ગણી શકાય. વૈશ્વિક સ્તરે મળી રહેલા અહેવાલો તેની પુષ્ટિ કરે છે. આવી સ્થિતિમાં તમામ લોકોએ નાનપણથી જ આ દિશામાં કામ કરતા રહેવાની જરૂર છે. ચાલો આપણે જાણીએ કે જીવનશૈલીમાં કયા ફેરફારને અપનાવીને તમે લાંબુ આયુષ્ય મેળવી શકાય છે.

આહારમાં નટ્સનો સમાવેશ કરો: નિષ્ણાતો તમામ લોકોને તેમના રોજિંદા આહારમાં નટ્સનો સમાવેશ કરવાની સલાહ આપે છે. સૂકા મેવા પોષક તત્વોનું પાવરહાઉસ છે. નટ્સ, પ્રોટીન, ફાઇબર, એન્ટીઑકિસડન્ટોથી ભરપૂર છે.

નટ્સમાંથી કોપર, મેગ્નેશિયમ, પોટેશિયમ, ફોલેટ, નિયાસિન, વિટામિન B6 અને E જેવા વિટામિન્સ અને મિનરલ્સ સરળતાથી મેળવી શકાય છે. આ પોષક તત્વો તમને લાંબા સમય સુધી સ્વસ્થ રાખવામાં મદદરૂપ છે.

નિયમિત કસરત કરો: શારીરિક રીતે સક્રિય રહેવું એ લાંબા આયુષ્ય માટેની સૌથી આવશ્યક સ્થિતિ છે. દરરોજ ઓછામાં ઓછી 20 થી 25 મિનિટની કસરત તમને ફિટ અને ઘણા ગંભીર રોગોના જોખમથી સુરક્ષિત રાખવામાં મદદ કરે છે. અભ્યાસો દર્શાવે છે કે દરરોજ શારીરિક પ્રવૃત્તિ અકાળે મૃત્યુના જોખમને ઘટાડી શકે છે.

ધૂમ્રપાન અને આલ્કોહોલનું સેવન ન કરો: ધુમ્રપાન અને આલ્કોહોલ ઘણી ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓના મુખ્ય પરિબળો તરીકે ઓળખાય છે. અભ્યાસ દર્શાવે છે કે જે લોકો નિયમિતપણે ધૂમ્રપાન કરે છે તેઓ તેમના જીવનકાળને 10 વર્ષ સુધી ઘટાડી શકે છે.

તેવી જ રીતે, આલ્કોહોલના સેવનથી પણ ઘણા પ્રકારના જીવલેણ રોગો થઈ શકે છે, જે તમારું જીવન ટૂંકાવે છે. એક અભ્યાસ દર્શાવે છે કે 35 વર્ષની ઉંમરે પણ ધૂમ્રપાન છોડવાથી તમારું આયુષ્ય 8.5 વર્ષ વધી શકે છે.

કેલરીની માત્રાને ધ્યાનમાં રાખો: તંદુરસ્ત શરીર માટે યોગ્ય માત્રામાં તમામ પોષક તત્વોનું સેવન કરવું ખૂબ જ જરૂરી માનવામાં આવે છે. વધુ કેલરીવાળી વસ્તુઓનું સેવન તમારા માટે ઘણી સમસ્યાઓનું કારણ બની શકે છે. કેલરીને મર્યાદિત કરવાથી શરીરનું વધારાનું વજન અને પેટની ચરબી ઘટાડવામાં પણ મદદ મળી શકે છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *