મખાના ખાવા સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદાકારક છે. તેમાં ઘણા બધા પોષક તત્વો મળી આવે છે, જે શરીરને ઘણી રીતે ફાયદાકારક છે. તે ઔષઘીય ગુણો થી ભરપૂર છે. મખાના એક ડ્રાયફ્રૂટ્સ છે. આરોગ્યને જાળવી રાખવા માટે મખાના ખાવા જોઈએ.
તેમાં ઘણા બઘા પોષક તત્વો મળી આવે છે, જેમ કે પોટેશિયમ, મેગ્નેશિયમ, પ્રોટીન, મેંગેનીઝ, ફોસ્ફરસ, કેલ્શિયમ વગેરે મળી આવે છે. જે શરીરના આરોગ્ય માટે ખુબ જ ઉપયોગી છે. તેને ઘણી રીતે ખાવામાં આવે છે, જેમ કે, નાસ્તામાં, ખીર, રાયતું બનાવવા વગેરે. હવે તેને ખાવાથી ક્યાં રોગોમાં ફાયદાકારક છે તેના વિષે જણાવીશું.
હૃદય રોગથી બચાવે: મોટાભાગના લોકો હૃદય ના રોગથી જીવ ગુમાવતા હોય છે. હૃદયને લગતી સમસ્યા લોહીના પહોંચવાના કારણે થતી હોય છે, આ માટે જો તમે નિયમિત પણે 3-5 દાન મખાના ખાઓ છો તો લોહીમાં આવતો અવરોધ દૂર થાય છે અને હૃદયને સ્વસ્થ અને હેલ્ધી બનાવવા માટે ઉપયોગી સાબિત થાય છે.
લીવરને સાફ કરે: જ્યારે લીવર માં વધુ પડતો કચરો જમા થઈ જાય છે ત્યારે શરીરમાં ઘણી બધી તકલીફ નો સામનો કરવો પડતો હોય છે, આ માટે મખાના ને નિયમિત પણે ખાવાથી લીવરમાં રહેલ બધી જ અશુદ્ધિઓ ને દૂર કરે છે અને લીવરને ચોખ્ખું બનાવે છે.
હાડકાને મજબૂત બનાવે: હાડકા માટે મખાના ડ્રાયફ્રૂટ્સ ખુબ જ ઉપયોગી છે, તેમાં ખુબ જ સારા પ્રમાણમાં કેલ્શિયમ અને પ્રોટીન, ફોસ્ફરસ મળી આવે છે, જે હાડકાને અંદરથી પોષણ આપે છે અને હાડકાને મજબૂત બનાવે છે.
શું તમારા હાડકા પણ કમજોર પડી ગયા છે, કેલ્શિયમની ઉણપ થઈ ગઈ છે તો મખાના ખાવાના ચાલુ કરી દો, હાડકા માં આવતો અવાજ કે હાડકા સંબધિત કોઈ પણ સમસ્યા થશે નહિ અને હાડકાને 55 વર્ષની ઉંમરે પણ મજબૂત બનાવી રાખશે.
વાળને મજબૂત બનાવે: આજના યુગમાં વાળને લગતી સમસ્યા ખુબ જ વધી ગઈ છે, આ માટે વાળ સંબધિત સમસ્યા હોય તેવા લોકોએ મખાના ને નાસ્તામાં સમાવેશ કરવા જોઈએ, જે વાળને મૂળમાંથી મજબૂત અને કાળા બનાવામાં મદદ કરે છે. મખાના માં સારા પ્રમાણમાં આયર્ન હોય છે જે લોહીને વઘારવામાં મદદ કરશે.
કિડનીને સાફ રાખે: કિડની આપણા શરીરનું સૌથી મહત્વનું અંગ છે, આ માટે જો તમને કિડનીમાં ક્ષાર જામી જવાના કારણે પથરી થઈ હોય તો તેને પણ દૂર કરે છે. મખાના ખાવાથી કિડનીમાં રહેલા હાનિકારક ટોક્સિન ને દૂર કરી કિડનીને કાર્યક્ષમતામાં વઘારો કરે છે.
મખાના ખાવામાં ખુબ જ ટેસ્ટી અને સ્વાદિષ્ટ હોય છે આ માટે તેને નાસ્તામાં સમાવેશ કરી શકાય છે, જે ને ખાવાથી શરીરમાં આખો દિવસ ભરપૂર એનર્જી અને ઉર્જા પણ મળી રહેશે, આ ઉપરાંત શરીરની શારીરિક કમજોરીને પણ દૂર કરશે. આ માટે દિવસમાં 3-5 દાણા મખાના ખાવા જોઈએ.