મલાઈને સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે, પરંતુ તેમાં રહેલા ફેટને કારણે ઘણા લોકો તેને ખાવાનું ટાળે છે. તે સ્વાસ્થ્યની સાથે ત્વચા માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. ચહેરા પર કેમિકલયુક્ત ઉત્પાદનોનો ઉપયોગ કરવાને બદલે, તમે મલાઈનો ઉપયોગ કરી શકો છો.
જેના કારણે તમે ત્વચા પર કુદરતી ચમક મેળવી શકો છો. તો ચાલો જાણીએ, ત્વચા પર મલાઈ લગાવવાથી શું ફાયદા થાય છે અને કઈ રીતે તેનો ઉપયોગ કરી શકાય છે. ચહેરા પર મલાઈ લગાવવાના આ છે ફાયદા : જો તમે નિયમિતપણે ચહેરા પર મલાઈ લગાવો છો તો તેનાથી દાગ-ધબ્બા દૂર થઈ શકે છે.
મલાઈના ઉપયોગથી ત્વચાની કરચલીઓ ઘટાડી શકાય છે. તે ત્વચાને હાઇડ્રેટ કરવામાં મદદ કરે છે. મલાઈના નિયમિત ઉપયોગથી તમે ચમકદાર અને સ્વસ્થ ત્વચા મેળવી શકો છો. તો આવો જાણીએ મલાઈને ચહેરા પર કેવી રીતે લગાવી શકાય છે.
આ રીતે ચહેરા પર મલાઈનો ઉપયોગ કરો : લીંબુ અને મલાઈ : લીંબુમાં વિટામીન સી ભરપૂર માત્રામાં જોવા મળે છે, જે ત્વચા માટે ફાયદાકારક છે, જ્યારે મલાઈમાં હાજર ગુણો ત્વચાને ચમકદાર બનાવવામાં મદદરૂપ થાય છે. એક ચમચી મલાઈમાં લીંબુનો રસ મિક્સ કરીને ચહેરા પર મસાજ કરો. 10 થી 15 મિનિટ પછી સ્વચ્છ પાણીથી ધોઈ લો. તેનાથી ટેનિંગની સમસ્યા દૂર થઈ શકે છે.
હળદર અને મલાઈ : હળદરમાં હાજર એન્ટિસેપ્ટિક ગુણ ત્વચા માટે ફાયદાકારક છે. તેનાથી ખીલની સમસ્યા દૂર થઈ શકે છે. આ માટે 3 ચમચી મલાઈમાં એક ચમચી હળદર મિક્સ કરો. હવે તેને ચહેરા પર લગાવો. ત્યારબાદ 10 થી 15 મિનિટ પછી પાણીથી ધોઈ લો. તેના નિયમિત ઉપયોગથી ચહેરા પર કુદરતી નિખાર આવશે.
મધ અને મલાઈ: આ ફેસ પેક ચહેરાને હાઇડ્રેટ કરવામાં મદદ કરે છે. તેના માટે બે ચમચી મધમાં એક ચમચી મલાઈ મિક્સ કરો. હવે તેને સારી રીતે મિક્સ કરો. આ ફેસ પેકને ચહેરા પર 15 મિનિટ સુધી લગાવો, પછી તેને સ્વચ્છ પાણીથી ધોઈ લો.
ચોખાના લોટ સાથે મલાઈ : તમે તેની સાથે સ્ક્રબ પેક પણ બનાવી શકો છો. આ માટે એક ચમચી ચોખાના લોટમાં 2 ચમચી મલાઈ મિક્સ કરો. હવે આ મિશ્રણથી ચહેરા પર મસાજ કરો, લગભગ 10-15 મિનિટ પછી તેને પાણીથી ધોઈ લો.