આજના સમયમાં દરેક વ્યક્તિની વ્યસ્ત જીવન શૈલી અને સમયસર ના જમવાના કારણે માથાનો દુખાવો થતો હોય છે. માથાનો દુખાવો થવો તે એક સામાન્ય સમસ્યા છે માથાનો દુખાવો વધારે પડતા ઘોંગાટ વાળી જગ્યાએ જવાથી પણ માથાનો દુખાવો થતી હોય છે. આ સિવાય બીજા અનેક કારણો સર પણ માથું દુખતું હોય છે,
જેમ કે, ઓછું પાણી પીવું, વધારે તડકામાં રહેવું, ઊંઘ પુરી ના થવી, વધારે પડતા ટેન્શન ના કારણે, વધારે સમય ભૂખ્યા રહેવું, વાતવરણમાં બદલાવ થવો જેવા અનેક કારણો માથું દુખાવાના હોય શકે છે. માથાના થતા દુખાવામાં રાહત મેળવવા માટે બજારમાં ઘણી બધી દવાઓ પણ મળી આવે છે.
પરંતુ વધારે દવાઓનું સેવન કરવાથી માથાનો દુખાવો થોડા સમય માટે દૂર થાય છે પરંતુ તે કિડનીને નુકસાન પણ પહોંચાડી શકે છે. આ માટે આપણે ઘરેલુ ઉપાયની મદદથી માથાના દુખાવામાં રાહત મેળવી શકાય છે. જો તમે પણ આ રીતે કરશો તો માથાનો દુખાવો મિનિટો માં જ દૂર થઈ જશે અને કાયમી છુટકાળો પણ મેળવી શકશો.
મેડિટેશન કરવું જોઈએ: માથાના દુખાવા થાય ત્યારે દવાનું સેવન કરવાથી તેના ઘણા બઘા સાઈડ ઈફેક્ટ લાંબા સમયે જોવા મળતા હોય છે, માટે માથાના દુખાવા થતા હોય તો મેડિટેશન કરવા જોઈએ જેથી મગજની નસો રિલેક્સ થાય અને માથામાં થતો દુખાવામાં રાહત મળે છે.
પાણી પીવું જોઈએ: શરીરમાં પાણી ઓછું થવાથી ડિહાઈડ્રેશનની સમસ્યા થતી હોય છે જેના લીઘે માથાનો દુખાવો થતો હોય છે. માટે માથું દુખાવાની સમસ્યા વધુ રહેતી હોય તો વધારેમાં વધારે પાણીનું સેવન કરવું જોઈએ. આ ઉપરાંત વધારે પાણી હોય તેવા ફળોનું સેવન કરવું જોઈએ જે શરીરને હાઈડ્રેટ રાખવામાં મદદ કરશે.
તેલથી મસાજ કરવી જોઈએ: માથાનો દુખાવો થતી હોય તો માથામાં દિવસમાં બે વખત સરસવના તેલનથી 5 મિનિટ સુધી માલિશ કરવી જોઈએ જેથી માથાના થતા દુખાવામાં રાહત મેળવી શકાય છે.
એક્યુપ્રેશર કરવું: માથાનો દુખાવો વારે વારે રહેતો હોય તો દિવસમાં એકવખત એક્યુપ્રેશર કરવું જોઈએ. આ માટે અંગુઠા અને ઈન્ડેકસ આગળીની વચ્ચેની માંસ પેશી હોય તે જગ્યાએ આશરે એક મિનિટ સુઘી દબાવી રાખવા નું છે, આવું રોજે કરવાથી માથાના દુખાવામાં રાહત મેળવી શકાય છે.
ઊંડા શ્વાસ લેવો જોઈએ: શરીરમાં જયારે ઓક્સિજન ની ઉણપ થાય છે ત્યારે પણ માથું દુખાવાનું શરુ થઈ જતું હોય છે. માટે ઓક્સિજન મેળવવા માટે વહેલી સવારે ગાર્ડનમાં કે પછી ધાબા પર ખુલી જગ્યાએ બેસીને ઊંડા શ્વાસ લઈને બહાર નીકાળવા જોઈએ, જેથી માથા દુખાવા થવાનું ઘીરે ઘીરે સાવ બંઘ થઈ જશે.
આદુંવાળી ચા નું સેવન કરવું: આદુંમાં એન્ટી ઈમ્ફ્લેમેંટરી ગુણ મળી આવે છે જે માથાના થતા દુખાવામાં રાહત આપે છે. માટે જયારે પણ માથામાં દુખાવા થવા લાગે ત્યારે આદુંવાળી ચા નું સેવન કરી લેવું જોઈએ જે થોડી જ મિનિટમાં દુખાવામાં રાહત આપશે.
માથાના દુખાવાની સમસ્યાથી બચવું હોય તો રોજે યોગ્ય સમયે ભોજન કરી લેવું જોઈએ, આ ઉપરાંત વઘારે તળેલી વસ્તુનું સેવન કરવાનું ટાળવું જોઈએ. રાત્રીના સમયે ઓછામાં કહી 6-7 કલાક ની ઘસઘસાટ ઊંઘ લેવી જોઈએ જેથી બીજા દિવસ ફ્રેશ રહેએ અને માથાના દુખાવાની સમસ્યા ખુબ જ નહિવત થઈ જાય છે.