માથાના દુખાવાની એક ગોળી ખાઘા વગર તાત્કાલિક રાહત મેળવવા અપનાવી લો આ દેશી ઘરેલુ ઉપાય 10 મિનિટ માં જ દુખાવો ગાયબ થઈ જશે
આજની વ્યસ્ત જીવન શૈલીમાં ઘણા લોકો ઘણી બધી તકલીફથી પીડાઈ રહ્યા છે, વ્યક્તિનું જીવન હાલમાં નાની મોટી બીમારીઓથી ઘેરાયેલું છે. તેવામાં પ્રદુષિત વાતાવરણ, ઋતુમાં થતા ફેરફાર અને અનિયમિત ખાવાની ખરાબ ટેવના કારણે વ્યક્તિનું શરીર કમજોર પડી જાય છે.
શરીરમાં કમજોરી આવવાના કારણે કોઈ પણ કામ કરવામાં મન લાગતું નથી અને કામ પૂરું ના થવાના કારણે વ્યક્તિ ટેન્શન અને ચિંતામાં રહેતો હોય છે. આવા સમયે વ્યક્તિ માનસિક રીતે ખુબ જ પીડાતો હોય છે, વધારે પડતો તણાવ અને ટેન્શન ના કારણે વ્યક્તિને અવાર નવાર માથાના દુખાવા થતા હોય છે.
આવા સમયે વ્યક્તિને માથાનો દુખાવો થાય ત્યારે તે સીધા મેડિકલ સ્ટ્રોર પરથી દવા લઈને ખાઈ લેતા હોય છે. પરંતુ જો તમને વારે વારે એટલે કે અઠવાડીયામાં ત્રણ થી ચાર વખત માથાના દુખાવા થતા હોય તો માઈગ્રેન ની સમસ્યા હોઈ શકે છે જેમાં તમારે નજીકના ડોક્ટરની સલાહ લેવી જોઈએ.
જેથી માથાના થતા અવાર નવાર દુખાવામાં રાહત મળશે, માથાનો દુખાવો ખુબ જ સામાન્ય માનવામાં આવે છે પરંતુ તે સમસ્યા થાય છે ત્યારે વ્યક્તિને ખુબ જ પીડા થતી હોય છે. માથામાં કોઈક વાર સામાન્ય દુખાવા થતા હોય તો તેમાં રાહત મેળવવા માટે ઘરેલુ ઉપાય અજમાવવા જોઈએ.
આજે અમે તમને માથાના થતા સામાન્ય દુખાવામાં તાત્કાલિક રાહત મેળવવાના ઘરેલુ ઉપાય જણાવીશું જેની મદદથી દવા વગર જ દુખાવામાં રાહત મળશે. વધારે માથાની દવાઓ ડોક્ટર કે નિષ્ણાત ની સલાહ વગર લેવામાં આવે તો તેના થી થતી સાઈડ ઈફેક્ટ કિડની અને મગજ પર પડી શકે છે.
આ માટે માથાના દુખાવા દેશી ઘરેલુ ઉપાય જ અજમાવવા સૌથી બેસ્ટ માનવામાં આવે છે. માથાના દુખાવા લવિંગ ખુબ જ ગુણકારી માનવામાં આવે છે. લવિંગમાં બળતરા વિરોધી ગુણ મળી આવે છે જે માથાના દુખાવામાં રાહત આપે છે આ માટે માથાનો દુખાવો થાય ત્યારે એક લવિંગ મોં માં રાખીને ચુસવાનું છે જેથી ખુબ જ ઝડપથી આરામ મળશે.
આ ઉપરાંત તમે લવિંગના તેલનો પણ ઉપયોગ કરી શકો છો, લવિંગનું થોડું તેલ લઈ કાપરમા સારી રીતે માલિશ કરો અને 5-10 મિનિટ માટે સુઈ જવાથી માથાના દુખાવામાં રાહત મળે છે.
માથાનો દુખાવો થાય ત્યારે માથાને ઠંડક મળી તેવા તેલનો ઉપયોગ કરી માથામાં માલિશ કરવી જોઈએ આ માટે બદામનું તેલ સૌથી ઉત્તમ માનવામાં આવે છે. 5 મિનિટ માથામાં સારી રીતે મસાજ કરવાથી દુખાવામાં રાહત મળે છે.
દુખાવામાં રાહત મેળવવા માટે સુંઠ પાવડર પણ ખુબ જ લાભદાયક છે, આ માટે એક કપ હૂંફાળું દૂધ ગરમ કરી લો અને તેમાં બે ચપટી સુંઠ પાવડર મિક્સ કરી સારી રીતે હલાવી લો અને તે પીવાથી માથાનો દુખાવો દૂર થાય છે.
જો તમે માથાના દુખાવાથી પરેશાન રહેતા હોય તો દરરોજ રાતે સુતા પહેલા એક વાટકી દૂધમાં એક ચપટી હળદર મિક્સ કરીને પીવાનું શરુ કરી દેવું જોઈએ. જે મગજને શાંત રાખવામાં મદદ કરે છે અને માથાના દુખાવામાં રાહત આપે છે. આ ઉપરાંત ખુબ જ સારી ઊંઘ આવે છે અને આંખ દિવસ દરમિયાન લાગેલ થાક અને તણાવ દૂર કરે છે.
નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ઘરગથ્થુ ઉપચાર, બ્યૂટી ટિપ્સ, હેલ્થ & ફિટનેસ ટિપ્સ સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા, કૃપા કરીને ડોક્ટર અથવા નિષ્ણાતની સલાહ જરૂર લો. કોઈપણ ઉપયોગ વપરાશકર્તાની સંપૂર્ણ જવાબદારી પર રહેશે. ગુજરાત ફિટનેસ આ માહિતીની જવાબદારી સ્વીકારતું નથી.